Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ઓક્ટોબરના રોજ નીચ રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 5 રાશિઓને આવશે મુશ્કેલી, આ ઉપાય અપાવશે લાભ

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2024 (15:28 IST)
sury gochar
સૂર્ય ગ્રહ દર મહિને પોતાની રાશિ બદલે છે. સૂર્યનુ રાશિ પરિવર્તન થવાથી બધી રાશીઓના જીવનમાં સારા ખરાબ ફેરફાર જોવા મળી શકે છે.  ઓક્ટોબરના મહિનામાં પણ સૂર્ય ગ્રહ રાશિ પરિવર્તન કરશે અને નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. સૂર્યનુ આ ગોચર 17 ઓક્ટોબર 2024ના રોજ થશે.  સૂર્યની આ સ્થિતિ જ્યોતિષમાં સારી નથી કહેવાતી. નીચ રાશિમાં બેસીને સૂર્ય અનેક રાશિઓના જીવનમાં ઉતાર ચઢાવ લઈને આવી શકે છે. આવો જાણીએ કંઈ રાશિ છે જેને માટે આ ગોચર પડકારરૂપ રહેશે અને કયા ઉપાય કરવાથી લાભ થઈ શકે છે. 
 
 
મેષ - સૂર્ય ગ્રહનુ ગોચર તમારી રાશિથી સપ્તમ ભાવમાં થશે.  આ ઘર ભાગીદારી અને લગ્નનું હોવાનું કહેવાય છે. સૂર્યના સંક્રમણ પછી તમારા દાંપત્ય જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. તમે નાની નાની બાબતો પર  ગુસ્સે થશો, ત્રીજા વ્યક્તિના કારણે તમારા જીવનમાં ગેરસમજ પણ થઈ શકે છે. તેથી, વૈવાહિક જીવન વિશે થોડી સાવધાની રાખો. જે લોકો ભાગીદારીમાં બિઝનેસ કરી રહ્યા છે તેઓએ તેમના લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે. સામાજિક સ્તરે ખોટા નિવેદનો આપવાથી માન ગુમાવવું પડી શકે છે. ઉપાય તરીકે, તમારે આ સમયગાળા દરમિયાન સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ.
 
કર્ક - આ રાશિના જાતકોએ પારિવારિક જીવનમાં સંતુલન જાળવવું પડશે. આ સમયગાળા દરમિયાન માતાપિતાના સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે. જમીન અને મકાન સંબંધિત કોઈપણ સમસ્યા તમને પરેશાન કરશે. સલાહ લીધા વગર કોઈ મોટો નિર્ણય ન લો. આ સમયગાળા દરમિયાન કેટલાક લોકોને પેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે નાણાકીય પાસા વિશે પણ સાવચેત રહેવું પડશે, આ સમય દરમિયાન તમારે રોકાણ કરતા પહેલા વિચારવું પડશે. ઉપાય તરીકે કર્ક રાશિના લોકોએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
 
સિંહ - સૂર્ય તમારી રાશિનો સ્વામી છે અને તુલા રાશિમાં સંક્રમણ દરમિયાન તમારા ત્રીજા ભાવમાં રહેશે. તુલા રાશિમાં સૂર્યની સ્થિતિ નબળી રહેશે, તેથી તમારે આ સમયગાળા દરમિયાન કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે. તમે ઉતાવળમાં ખોટો નિર્ણય લઈ શકો છો. આ સમય દરમિયાન નાના ભાઈ-બહેનો સાથે તકરાર થવાની પણ સંભાવના છે. પૈસા સાથે જોડાયેલ મુદ્દા પર તમને પરેશાન કરશે.  આ સમય દરમિયાન તમારે યોગ-ધ્યાન કરવાથી લાભ થઈ શકે છે.  જેટલા એકાગ્ર બનીને તમે કામ કરશો એટલુ તમારે માટે સારુ રહેશે.  ઉપાયના રૂપમાં સવારનો સમય આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. 
 
વૃશ્ચિક - સૂર્ય ગ્રહનુ ગોચર તમારા દ્વાદશ ભાવમાં થશે. આ ગોચર પછી તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે. અનેકવાર તમને કારણ વગર વસ્તુઓ પર ખર્ચ પણ કરવો પડી શકે છે. બાળકોની તબિયત ચિંતાનો વિષય બની શકે છે. વૃશ્ચિક રાશિના કેટલાક લોકો પોતાના લક્ષ્યથી આ દરમિયાન ભટકી શકે છે. કોઈપણ કામ પ્રત્યે બેદરકારી કરવી તમારે માટે ઘાતક સાબિત થઈ શકે છે. ઉપાય તરીકે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 
 
મકર - ગ્રહોના રાજા સૂર્ય પોતાની નીચ રાશિમા સંચાર દરમિયાન તમારા દશમ ભાવમાં રહેશે.  આ કારણે, તમારે તમારા કરિયર ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારું કામ બગડી શકે છે. કાર્યસ્થળ પર તમારા વરિષ્ઠ તમારા કામ પર નજર રાખશે અને નાની ભૂલ પણ તમારા માટે નુકસાનકારક બની શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે દરેક કામ ખૂબ જ સાવધાની સાથે કરવું જોઈએ. ઉપાય તરીકે સૂર્ય ગ્રહના બીજ મંત્રનો જાપ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

11 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર માતા સિદ્ધિદાત્રીની રહેશે કૃપા

10 ઓકટોબરનું રાશિફળ - આજે નવરાત્રીના 8 માં દિવસે આ ચાર જાતકો પર રહેશે મહાગૌરીની કૃપા

9 ઓક્ટોબર નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર કાલરાત્રીની વિશેષ કૃપા રહેશે

8 ઓકટોબરનું રાશિફળ - નવરાત્રીના 5માં દિવસે આ રાશિઓના જાતકો પર થશે માં સ્કંદમાતાની વિશેષ કૃપા

7 ઓક્ટોબરનું રાશિફળ - આજે નવરાત્રીના 5માં દિવસે માતા સ્કંદમાતાનો આ રાશીનાં જાતકો પર રહેશે આશિર્વાદ

આગળનો લેખ
Show comments