Festival Posters

ભાગ્ય રેખા પર આવુ નિશાન ચેક કરો, દેખાય જાય તો તમે સાચે જ બનશો ધનવાન

Webdunia
શનિવાર, 9 નવેમ્બર 2024 (15:20 IST)
Money Signs on Palm: હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળી પર કેટલાક  નિશાન એવા હોય છે. હસ્તરેખા શાસ્ત્રના મુજબ હથેળી પર કેટલાક નિશાન એવા હોય છે જેના હોવાથી વ્યક્તિ ધનવાન બને છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ કેટલીક રેખાઓ મળીને હથેળી પર એવી આકૃતિઓનુ નિર્માણ કરે છે જેને ખૂબ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ ધનવાન બનાવનારી આ રેખાઓ કંઈ કઈ છે. 
 
હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળી પર બનેલી કેટલીક રેખાઓ એવી હોય છે જે ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે.  હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો આ રેખાઓ એક સાથે મળીને આકાર બનાવે છે તો તે વધુ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિની હથેળી પર આ આકાર અથવા નિશાનો બને છે, તેનું નસીબ એક દિવસ ચોક્કસ ચમકશે અને તે ધનવાન બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. આવો, જાણીએ હથેળી પરના કયા નિશાન તમને ધનવાન બનાવે છે.
 
હથેળી પર ત્રિશુળનુ નિશાન 
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળી પર ત્રિશૂળનું નિશાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ નિશાન હૃદય રેખાના અંતમાં ગુરુ પર્વતની નજીક હોય તો વ્યક્તિ સમાજમાં માન-સન્માન મેળવે છે. બીજી બાજુ  જો આ ત્રિશૂળનું નિશાન સૂર્ય રેખા પર હોય તો વ્યક્તિને સરકારી નોકરીમાં લાભ મળે છે. મતલબ કે આ નિશાન વાળા વ્યક્તિના જીવનમાં પૈસાની કમી નથી હોતી.
 
હથેળી પર M નુ નિશાન બનવુ 
હથેળી પર ત્રણ રેખાઓથી બનેલું 'M' ચિહ્ન શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવા લોકો ખૂબ નસીબદાર હોય છે. જો હથેળી પર ત્રણ રેખાઓ એકસાથે અંગ્રેજી અક્ષર M જેવી દેખાય તો તેને M માર્ક કહે છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જે લોકોની હથેળી પર અંગ્રેજી મૂળાક્ષરનો M અક્ષર હોય છે તેમને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી.
 
હથેળી પર માછલીનુ નિશાન બનવુ 
 હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળી પર માછલીનું નિશાન હોવું શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે આવા લોકો તેમની કારકિર્દીમાં ખૂબ પ્રગતિ કરે છે. હથેળી પર માછલીનું ચિહ્ન સૂચવે છે કે વ્યક્તિ તેની કારકિર્દીમાં ઊંચાઈ પ્રાપ્ત કરશે અને તેની નોકરી અને વ્યવસાયમાં નફો મેળવશે.
 
સ્વસ્તિક પ્રતીક
હથેળી પર બનાવેલ સ્વસ્તિક ચિહ્ન ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જેમની હથેળી પર આ નિશાન હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા લોકોને સમાજમાં સન્માન મળે છે.  હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની હથેળી પર સ્વસ્તિક ચિહ્ન હોય છે તેના પર ભગવાન ગણેશની વિશેષ કૃપા હોય છે. આવા લોકો વ્યવસાયમાં ખૂબ પ્રગતિ કરે છે.

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

અમિત શાહ 20 વર્ષ પછી ગાંધીનગરમાં તેમના શિક્ષકને મળ્યા: 30 મિનિટ વાત કરી, પરિવાર સાથે સમય વિતાવ્યો અને બાળપણની યાદો કરી તાજી

Gopal Italia: જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, કોણે કર્યું આવું ? Video

2026 માં સોનું મોંઘુ થશે કે સસ્તુ, બાબા વાંગાની ભવિષ્યવાણી શું કહે છે?

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

આગળનો લેખ
Show comments