Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું હોય છે નાડી દોષ ? જાણો વર-કન્યાની કુંડળીમાં તેનું હોવું વૈવાહિક જીવન માટે શા માટે કહવાય છે ખરાબ

Webdunia
ગુરુવાર, 13 જૂન 2024 (00:47 IST)
nadi dosh
 
હિંદુ ધર્મમાં લગ્ન પહેલા કુંડળીઓ મેચ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે જો કુંડળીઓ યોગ્ય રીતે મેળ ખાતી હોય તો વર-કન્યાનું લગ્નજીવન સુખી રહે છે. કુંડળી મેળવતી વખતે, ઘણી બબાતોને ધ્યાનમાં લેવામાં આવે છે, અને સૌથી મહત્વપૂર્ણ પાસું નાડી દોષ છે. આજે અમે તમને નાડી દોષ વિશે વિગતવાર માહિતી આપીશું, અમે તમને જણાવીશું કે તે શું છે અને નાડી દોષને કારણે વૈવાહિક જીવનમાં કઈ સમસ્યાઓ આવી શકે છે.
 
નાડી દોષ શું છે? 
 
જ્યારે વર વધૂની કુંડળી મિલાન કરવામાં આવે છે ત્યારે 8 વિવિધ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. જે આ પ્રમાણે છે - વર્ણ, વશ્ય, તારા, યોની, ગ્રહ મૈત્રી, ગણ, ભકૂટ અને નાડી. આ બધામાં સૌથી મહત્વની બાબત નાડી પર વિચાર કરવાનો હોય છે, નાડીની મહત્તમ સંખ્યા 8 છે. 
નાડીના પણ ત્રણ પ્રકાર છે - આદિ, મધ્ય અને અન્ત્ય. એવું માનવામાં આવે છે કે જો વર અને કન્યા બંનેની કુંડળીમાં એક જ નાડી હોય તો નાડી દોષ થાય છે. જેના કારણે વિવાહિત જીવન પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. જો કે, કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં, એક સરખી નાડી હોવા છતાં નાડી દોષ થતો નથી, તેના વિશે અહી બતાવ્યું  છે. 
 
જો વર-વધુની નાડી સમાન હોય પરંતુ બંનેનો જન્મ એક જ નક્ષત્રના જુદા જુદા તબક્કામાં થયો હોય, તો તેને નાડી દોષ ગણવામાં આવતો નથી.
જો  વર-વધુની જન્મ રાશી એક હોય અને નક્ષત્ર અલગ હોય તો પણ નાડી દોષ માનવામાં આવતો નથી. 
જો બંનેનો જન્મ એક જ નક્ષત્રમાં થયો હોય પરંતુ તેમની રાશિ જુદી-જુદી હોય તો પણ તેને નાડી દોષ માનવામાં આવતો નથી. 
 
નાડી દોષ વૈવાહિક જીવન માટે કેમ ખરાબ છે?
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાડી દોષ વર-કન્યાના સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવતો નથી. જેના કારણે સ્વાસ્થ્ય વારંવાર બગડી શકે છે. નાડી દોષની ખરાબ અસર ઘનિષ્ઠ સંબંધો પર પણ જોવા મળે છે. જો કોઈ દંપતીની કુંડળીમાં નાડી દોષ હોય તો તેમને ગર્ભધારણમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સાથે, બાળકમાં કેટલીક અસામાન્યતાઓ પણ જોવા મળી શકે છે. નાડી દોષની ખરાબ અસરને કારણે પણ કપલ વચ્ચે અનેક પ્રકારના મતભેદ ઉભા થાય છે. જ્યોતિષોના મતે નાડી દોષના કારણે અકાળે મૃત્યુ પણ થઈ શકે છે. આ બાબતોના કારણે જ નાડી દોષ હોય તો લગ્ન માટે નાં પાડવામાં આવે છે.  જો કે, કેટલાક ઉપાયો કરીને નાડી દોષની અસર ઓછી કરી શકાય છે. ચાલો હવે જાણીએ આ ઉપાયો વિશે. 
 
નાડીની દોષનાં ઉપાય 
 
- નાડી દોષના પ્રભાવને ઘટાડવા માટે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. 
- મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી નાડી દોષના દુષ્પ્રભાવને ઓછો કરી શકાય છે. 
- જો તમે તમારા વજન જેટલું ભોજન દાન કરો તો નાડી દોષ દૂર થાય છે. 
- જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્ત્ર અને અનાજનું દાન કરવાથી પણ નાડી દોષનો પ્રભાવ ઓછો થાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું, રાજ્યમાં વાવણીલાયક વરસાદ ક્યારે પડશે?

બાળક અકસ્માત કરે તો વાહન માલિકને 3 વર્ષની સજા: ટ્રાફિક DCP સફિન હસન

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં સાતમા માળેથી નીચે પટકાતા બાળકનું મોત

પાલનપુર-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત, કારમાં સવાર ત્રણ લોકોના મોત

ગુજરાતમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર

વધુ જુઓ..

નવીનતમ

8 જૂનનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

આ 4 રાશિના જાતકોને સરળતાથી નથી મળતી સફળતા, ઊંચાઈ સુધી પહોંચવા માટે તેમને સખત કરવી પડે છે મહેનત

7 જૂન નું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને અચાનક મળશે ધનનો લાભ

6 જૂનનુ રાશીફળ - આજે આ રાશિના જાતકોને વેપારમાં અચાનક મળશે લાભ

5 જૂનનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને ધાર્મિક યાત્રાએ જવાનાં યોગ

આગળનો લેખ
Show comments