Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shukra Gochar 2023: 7 ઓગસ્ટને શુક્ર ગોચરથી બની રહ્યો છે ગજલક્ષ્મી યોગ, આ 4 રાશિઓને મળશે બંપર લાભ

Webdunia
સોમવાર, 7 ઑગસ્ટ 2023 (13:37 IST)
Shukra Gochar 2023  -  7 ઓગસ્ટ 2023ના રોજ સવારે 10.37 મિનિટ પર શુક્ર ગ્રહ ચંદ્રમાને રાશિ કર્કમાં પ્રવેશ કરશે. શુક્રને સુખ, ધન, વિલાસતા, સૌદર્ય, વૈભવ અને રોમાંસનો કારક ગ્રહ છે. કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિ માલામાલ થઈ જાય છે. 
 
ઓગસ્ટમાં શુક્ર ગ્રહના રાશિ પરિવર્તનથી ગજલક્ષ્મી રાજયોગનુ નિર્માણ થશે. જેમા અનેક રાશિઓના જીવનમાં ધન, સફળતા, પ્રસિદ્ધિમાં વધારો થશે. આ રાશિઓ પર માતા લક્ષ્મી મહેરબાન રહેશે. આવો જાણીએ શુક્ર ગોચરથી કંઈ રાશિઓની વધશે સેલેરી અને કમાણી. 
 
શુક્ર ગોચર 2023થી આ રાશિઓને થશે લાભ (Shukra Gochar 2023 Lucky Zodiac Sign)
 
કર્કઃ- કર્ક રાશિના લોકો માટે શુક્રનું ગોચર ધનની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થશે, કારણ કે શુક્ર તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. ગજલક્ષ્મી યોગના કારણે આવકના સ્ત્રોત વધશે. ખર્ચ થશે પણ બચત પણ થશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. લગ્ન માટે સારી ઓફર આવશે. માતાની સલાહ કેટલાક કાર્યોમાં સફળતા અપાવી શકે છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની પ્રબળ તકો છે.
 
કન્યા - શુક્રની બદલાતી ચાલને કારણે કન્યા રાશિના લોકોને વેપારમાં સારો ફાયદો થશે. રોકાણ માટે સમય સાનુકૂળ છે. જૂના રોકાણોથી અપાર સંપત્તિ મળવાની શક્યતાઓ છે. પૈતૃક સંપત્તિથી પણ ફાયદો થશે. શુક્રની કૃપાથી જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે.
 
મકર - શુક્રના રાશિ પરિવર્તનને કારણે તમને ગજલક્ષ્મી રાજયોગનો પૂરો લાભ મળશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. કામના કારણે તમને નોકરીની નવી તકો મળશે, ઈચ્છિત પગાર મળવાની સંભાવના છે. ભાગીદારીમાં કરેલા ધંધામાં તમને સારો ફાયદો થશે. કોઈ નવી ડીલ ફાઈનલ થઈ શકે છે જે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે.
 
તુલા રાશિ - શુક્ર પોતાની ચાલ બદલતા પોતાની રાશિમાં કર્મ ભાવમાં વક્રી થશે. તેનાથી વેપારી અને નોકરિયાત વર્ગને આર્થિક લાભ થવાનો છે. તમારી યોજનાઓ સફળ થશે. મીડિયા, માર્કેટિંગ, શિક્ષણ અને સંચાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય અદ્દભૂત અને શાનદાર રહેવાનો છે. વાણીથી લોકોએ આકર્ષિત કરી શકશો, જે તમારી સફળતા માટે લાભકારી રહેશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

Marriage Horoscope 2025: વર્ષ 2025માં આ રાશિના લોકોના લગ્નનાં છે શુભ યોગ, નવા વર્ષમાં મળશે સાચા જીવન સાથીનો સાથ

આગળનો લેખ
Show comments