Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023માં રહો સાવધાન, શુ કહે છે નાસ્ત્રેદમસ, બાબા વેંગા અને અચ્યુતાનંદની ભવિષ્યવાણીઓ

Webdunia
શુક્રવાર, 18 નવેમ્બર 2022 (13:37 IST)
Prediction of 2023 : દર વર્ષે આવના વર્ષની ભવિષ્યવાણીઓ વાયરલ થતી હોય છે.  આ વખતે પણ નાસ્ત્રેદમસ, બાબા વેંગા અને સંત અચ્યુતાનંદજી ની વર્ષ 2023ને લઈને ભવિષ્યવાણીઓ પ્રચારિત કરવામાં આવી રહી છે. જો કે આ ભવિષ્યવાણીઓમાં કેટલી હકીકત હોય છે એ બતાવવુ મુશ્કેલ છે પણ લોકોમાં તેને લઈને જીજ્ઞાસા જરૂર રહે છે. દરેક કોઈ જાણવા માંગે છે કે આગામી વર્ષ કેવુ રહેશે. તો આવો જાણીએ વર્ષ 2023માં શુ ઘટના બનવાની છે. 
 
 નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી | nostradamus predictions 2023: દાવો કરવામાં આવી રહ્યો છે કે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ વર્ષ 2023માં ત્રીજુ વિશ્વ યુદ્ધ થશે. નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં લખ્યુ છે,  સાત મહિના મહાન યુદ્ધ, ખરાબ કામથી મરશે લોકો.  ઘણા લ ઓકો નૉસ્ત્રેદમસની આ વાતને વિશ્વયુદ્ધ સાથે જોડીને જોઈ રહ્યા છે. રૂસ અને યુક્રેન સાથેના યુદ્ધના કારણે હવે આશંકા કરવામા આવી રહી છે કે તાઈવાન અને ચીન વચ્ચે પણ સંઘર્ષ વધશે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ થવુ નક્કી થઈ જશે. નાસ્ત્રેદમસે પોતાની એક ભવિષ્યવાણીમાં લખ્યું છે કે મંગળ પર પ્રકાશ પડી રહ્યો છે. જેઓ આ ભવિષ્યવાણીનો મતલબ કાઢી રહ્યા છે તેઓ દાવો કરે છે કે મંગળ પર મનુષ્યો જવાની વાત થઈ શકે છે. નોસ્ટ્રાડેમસે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે વર્ષ 2023માં શાહી ઈમારત પર આકાશમાંથી આગ વરસી શકે છે. 
 
મહાપૂર પછી એક વર્ષ એવું આવશે જ્યારે બે નેતાઓની પસંદગી કરવામાં આવશે. આમાંથી પહેલો  સત્તા છોડી દેશે, તે કલંક ટાળવા માટે આમ કરશે. પરંતુ બીજાની સામે બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં. પહેલા નેતાને બનાવનારુ ઘર ભંગ થઈ જશે. (ix-4) ..... નોંધનીય છે કે હાલમાં વિશ્વ પૂર સામે ઝઝૂમી રહ્યું છે.
 
બાબા વેંગા ની ભવિષ્યવાણી | baba vanga future predictions 2023 :બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2023માં સૌથી મોટી ખગોળીય ઘટના બનશે અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થશે. આ ઘટનાના ગંભીર પરિણામો આવશે. બાબા વેંગાએ પણ વર્ષ 2022માં ભારતમાં ભૂખમરાની આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે 2022માં વિશ્વભરમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે તીડનો પ્રકોપ વધશે. તીડના હુમલાથી ભારતમાં પાકને ભારે નુકસાન થશે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે બાબા વેંગાએ 2022માં ઓસ્ટ્રેલિયા સિવાય કેટલાક એશિયાઈ દેશોમાં ભયંકર પૂરની આશંકા વ્યક્ત કરી હતી, જે સાચી સાબિત થઈ છે. ભારત અને પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી દરેકે જોઈ છે. પોર્ટુગલ સહિત યુરોપના ઘણા દેશો જળ સંકટનો સામનો કરી રહ્યા છે.
 
સંત અચ્યુતાનંદની ભવિષ્યવાણી | sant achyutananda das predictions 2023: લગભગ 500 વર્ષ પહેલા ઓડિશાના સંત અચ્યુતાનંદે તેમના પુસ્તક ભવિષ્ય માલિકામાં લખ્યું હતું કે પૃથ્વીની ધુરી બદલાશે. મહાન પૂર પછી દુકાળ અને ધરતીકંપ આવશે. જ્યારે શનિ કુંભમાં ફરી પ્રવેશ કરશે ત્યારે યુદ્ધની સ્થિતિ સર્જાશે. સંત અચ્યુતાનંદે કહ્યું કે 2019 અને 2028 વચ્ચે યુગ પરિવર્તનની સ્થિતિ સર્જાઈ રહી છે. 17 જાન્યુઆરી, 2023 ના રોજ કુંભમાં શનિ ફરી આવશે, પછી પરસ્પર તણાવના કારણે ઘણા દેશોમાં યુદ્ધ શરૂ થશે. 2023 માં, ભૂખમરો ફેલાશે.
 
મહંત કરસનદાસ બાપૂ | mahant karsandas prediction 2023  : રાજકોટના જામકંડોરણામાં પરબ ધામના મહંત કરસનદાસ બાપુએ 2019માં મહામારીની આગાહી કરી હતી જે સાચી સાબિત થઈ હતી અને હવે તેમણે 2023માં ભારતમાં દુષ્કાળની આગાહી કરી છે. હાલમાં જ તેણે 2023-24માં 'ભૂખમરી'ની આગાહી કરી છે. જોકે, તેણે તેનાથી બચવાના ઉપાયો પણ આપ્યા છે. તેમણે કહ્યું કે તેનાથી બચવા માટે જુવાર અને બજારની વધુ માત્રામાં વાવેતર કરવું જોઈએ. તે કહે છે કે જો તમારી પાસે બાજરી હોય તો તમે પાણીથી જીવી શકો છો.

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Ank Jyotish 2025 - મૂળાંક 4 આ વર્ષે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે

29 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Numerology predictions 2024 અંક જ્યોતિષ પ્રમાણે કેવુ રહેશે આજનો દિવસ જાણો

Vrishabha Rashi Varshik rashifal 2025 in Gujarati : વૃષભ રાશિ 2025 : કેવુ રહેશે નવુ વર્ષ 2025 જાણો વાર્ષિક રાશિફળ

આગળનો લેખ
Show comments