Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajyog 2023 - સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ થતા બન્યો શક્તિશાળી રાજયોગ, આ રાશિઓનુ ચમકી જશે નસીબ

Rajyog 2023 - સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ થતા બન્યો શક્તિશાળી રાજયોગ  આ રાશિઓનુ ચમકી જશે નસીબ
Webdunia
બુધવાર, 21 જૂન 2023 (11:47 IST)
ભારતીય જ્યોતિષ ગણના મુજબ સૂર્ય દેવે મિથુન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. મિથુન રાશિનો સ્વામી બુધ દેવ છે. સૂર્ય અને બુધમાં મૈત્રીભાવ છે. આવી સ્થિતિમાં સૂર્ય દેવ બળવાન રહેશે. બીજી  બાજુ સૂર્ય દેવ પોતાની રાશિ સિંહથી 11માં ભાવમાં આવી જશે.  જ્યોતિષ શાસ્ત્રમાં 11માં ભાવને આવકનુ ઘર માનવામાં આવે છે. 15 જૂનથી 17 જુલાઈ વચ્ચે બુધ અને સૂર્યની યુતિ બની રહી છે. આવી સ્થિતિમાં 5  રાશિના જાતકોને અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે.  બીજી બાજુ માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. આવો જાણીએ આ રાશિઓ વિશે. 

મેષ - ઘણી રાશિઓને કેન્દ્ર ત્રિકોણ રાજયોગનો લાભ મળશે. મેષ રાશિના જાતકો માટે શનિની વક્રતા લાભદાયક રહેશે. મિલકતમાં વધારો થશે. આ સાથે આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. બાળકને પૈસા મળશે. આ સાથે સંતાનને પ્રગતિ અને પ્રતિષ્ઠાનો લાભ મળશે.
 
વૃષભ - વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થશે. ઈચ્છિત નોકરી મળશે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. આ સાથે સ્થળાંતરની શક્યતાઓ પણ સર્જાઈ રહી છે.
 
મિથુન -  આ રાશિની કુંડળીના ત્રીજા ભાવનો સ્વામી સૂર્ય દેવ છે. આવી સ્થિતિમાં શક્તિશાળી રાજયોગ મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. વિદેશથી ધન લાભ થવાની શક્યતા છે. ભાગ્યનો પુરો સાથ મળશે.  માન-સન્માનની પ્રાપ્તિ થશે. પદ પ્રતિષ્ઠામાં ઉન્નતિ થશે. તમારી લોકપ્રિયતા ઝડપથી વધશે. 
 
સિંહ - આ રાશિના જાતકો માટે શક્તિશાળી રાજયોગ લાભદાયક રહેશે. સૂર્ય દેવ તમારી રાશિની આવક ભાવમાં સંચરણ કરશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. તમને પદ પ્રતિષ્ઠા મળવાની શક્યતા છે. ભાઈ-બહેન સાથે સંબંધ સારા બનશે. વિદેશમાંથી ધનલાભ થશે. 
 
ધનુ - આ રાશિના જાતકો માટે શક્તિશાળી રાજયોગ અનુકૂળ રહેવાનો છે. સૂર્ય દેવ તમારા ભાગ્ય સ્થાનનો સ્વામી છે. સાતમા ઘરમાં ગોચર કરશે. અહીથી સપ્તમ દ્રષ્ટિથી ધનુ રાશિને દેખાશે. તમારી ઈચ્છા પૂર્તિ થશે. પરણેલા લોકોનુ જીવન સારુ રહેવાનુ છે.  જીવનસાથીના કામમાં સફળતા મળી શકે છે.  માન-સન્માનમાં વૃદ્ધિ થશે. અટકેલા કામ પૂરા થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

5 March- આજની રાશિ તમારા માટે શુભ છે

4 માર્ચનું રાશિફળ - આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખૂબ જ શુભ, બજરંગબલીની કૃપાથી તમામ કાર્ય થશે સફળ

3 માર્ચનુ રાશિફળ- આજનો દિવસ સારો રહેશે, સન્માન વધશે

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

2 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

આગળનો લેખ
Show comments