Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 December- આજે આ રાશિઓ પર પ્રસન્ન થશે લક્ષ્મીજી

Webdunia
રવિવાર, 25 ડિસેમ્બર 2022 (09:18 IST)
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
 
વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો દિવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન બળવું થાય.
 
મિથુન (ક,છ,ઘ) : કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્વરાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે.
 
કર્ક (ડ,હ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.
સિંહ (મ,ટ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગુચવાયેલ પ્રશ્ને ઉકેલે તેવી શક્યતા.
કન્યા (પ,ઠ,ણ) : તબિયત સાચવવી, માનસિક તાણ વધે. ટેન્શન મગજ ઉપર ચડવા દેવું નહીં. ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધરે તેવી શક્યતા. અટકેલા લાભ પરત મળે. સાંજ પછી આનંદના સમાચાર મળે. આવક વૈદ્ય પણ સામે ખર્ચ પણ થાય. કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય. કુટુંબના વિવાહના પ્રશ્ન હોય તો ઉકલે.
તુલા (ર,ત) : માનસિક સ્વસ્થતા જાળવવી. નાના માણસ તરફથી પણ ટેન્શન આવી ચડે. બીપીથી સાચવવું. પૂરું થવા આવેલું કામ અટકાવવાની શક્યતા. સાંજ પછી કોઈ આનંદજનક સમાચાર મળે.
વૃશ્ચિક (ન,ય) : કોઈ નવી તક ઊભી થાય. બગડેલાં કામ સુધરે. નોકરીમાં બઢતી મળે તેવી શક્યતા. હાલના બેજાર જીવનમાં કોઈ સુંદરીનો સાથ પ્રાપ્ત થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ, આવે. સ્ત્રી વર્ગને શાંતિ. વિદ્યાર્થીઓએ સાચવીને, શાંતિથી અભ્યાસ કરવો.
ધન (ભ,ધ,ફ) : ઉત્તમ દિવસ. ન ધારેલાં કામ પૂર્ણ થાય કોઈ નવી તક ઊભી થાય. દિવસ દરમિયાન સારા વિચાર આવે. સારાં કામ થાય. કોઈ શુભ પ્રસંગ બને. કોઈ સુંદર સ્ત્રી મિત્ર પ્રાપ્ત થાય. જીવનના દ્વારે નવી તક આવે તે વધાવી લેવી.
મકર (ખ,જ) : આજે સાત કેળાં ખાઈ ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે. નવી નોકરીની તક છે. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગતિ થાય. વિવાહનો પ્રસંગ ઉભો થાય. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા.
કુંભ (ગ,શ,સ) : એક પચી એક વિઘ્ન આવતાં દિવસ બેજાર લાગે. પૂરાં થવાં આવેલાં કામ બગડે. ઉઘરાણી અટકે. બપોરે પછી તબિયત, બગડવાની શક્યતા.
મીન (દ,ચ,ઝ,થ) : સાવધાન રહેવું. કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા. દિવસ બેકાર અને બોજલ લાગે. કોઈની રાહ જોતા હો તો તેના તરફથી દગો મળે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે.
 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Vastu Tips: ઘરમાં ભૂલથી પણ આ ૩ સ્થાન પર ન મુકશો પૈસા, જમા રકમ થઈ જશે સ્વાહા

વર્ષ 2025માં આ 3 રાશિઓ પર હનુમાનજી વરસાવશે વિશેષ આશીર્વાદ, મળશે ધન અને પારિવારિક સુખ

Aaj Nu Rashifal 13 December 2024: આજે શુક્ર પ્રદોષના દિવસે આ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય, ધનમાં થશે વૃદ્ધિ

Aaj Nu Rashifal 12 December 2024 - ગ્રહો અને નક્ષત્રોની ચાલ આજે આ 3 રાશિઓને કરાવશે આર્થિક લાભ, જાણો મેષથી મીન સુધીની તમામ રાશિઓનાં હાલ

VRISHCHIK Rashifal 2025: વૃશ્ચિક રાશિ માટે 2025 નુ રાશિફળ અને ઉપાય

આગળનો લેખ
Show comments