Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ રાશિફળ (17/06/2021) આજે આ 5 રાશિ માટે આનંદના સમાચાર લાવશે

Webdunia
ગુરુવાર, 17 જૂન 2021 (07:51 IST)
મેષ (અ,લ,ઈ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ કભી ખુશી કભી ગમ જેવો છે. દિવસ દરમિયાન આનંદના સમાચાર મળે તો સાંજ પછી ખૂબ દુઃખના સમાચાર પણ મળે. વિદ્યાર્થીઓ તથા સ્ત્રીઓ માટે ઉત્સાહજનક દિવસ.
 
વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ અતિ ઉત્તમ છે. કોઈ વિજાતીય વ્યક્તિ તરફથી, કોર્ટ-કચેરી તરફથી, તથા નોકરી-ધંધાના ક્ષેત્રમાંથી પણ આનંદના સમાચાર મળે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઠીકઠાક રહે. સ્ત્રીઓ માટે ઉત્સાહજનક  દિવસ છે.
 
મિથુન (ક,છ,ઘ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી છે. કોર્ટ-કચેરીના લફરામાં ફસાવવું નહીં. વાહન સાચવીને ચલાવવું. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ મળે. અવિવાહિતો માટે લગ્નનો પ્રસ્તાવ આવે. પત્ની સાથે મતભેદ થયો હોય તો ઉકલે.
 
કર્ક (ડ,હ) : આ રાશિના જાતકો તેમના સ્વભાવ મુજબ પકડેલી વસ્તુ છોડે નહીં તે મુજબ જે કાર્ય હાથમાં લેશે તેને પતાવીને ઊભા થશે. જેના કારણે તેમને ઓફિસમાંથી કે બોસ તરફથી શાબાશી પણ મળે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. સ્ત્રીઓને મિશ્ર ફળદાયી િદવસ.
 
સિંહ (મ,ટ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ કાંઈક અંશે વિચિત્ર રહે. જે કામ પૂરું થવાની આશા હોય તે બગડે અને જે કામ પૂરું થવાની આશા જ ના હોય તો તે ન ધારેલી રીતે સુધરી જાય.
 
કન્યા (પ,ઠ,ણ) : આ રાશિના જાતકો માટે  આજનો દિવસ સાંજ સુધી ટેન્શનયુક્ત રહે. સાંજ પછી આનંદના સમાચાર મળે પણ રાત્રે ઊંઘ તૂટક તૂટક આવે. સ્ત્રીઓ તથા વિદ્યાર્થીઓ માટે આવતીકાલનો દિવસ મિશ્ર ફળદાયી છે.
 
તુલા (ર,ત) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિચાર્યું ન હોય તેટલો સફળ રહે. પત્ની તથા વાગદત્તા તરફથી આનંદના સમાચાર મળે. પુત્રી તરફથી બેહદ આનંદના સમાચાર મળે.
 
વૃશ્ચિક (ન,ય) : સ્ત્રી તથા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. આ રાશિના જાતકો માટે દિવસ આનંદ તથા દુઃખના સમાચાર લઈને આવે. ન ધારેલા કામ પાર પડે. વાહન સાચવીને ચલાવવું. અકસ્માતનો યોગ પણ છે.
 
ધન (ભ,ધ,ફ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે. સાસરી પક્ષ તરફથી કોઈ આનંદજનક સમાચાર મળે. સારી નોકરીની ઓફર મળે. ધંધામાં ધાર્યાં કરતા બમણો નફો મળે.
 
મકર (ખ,જ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહે. જ્યાંથી તમને આશા પણ ન હોય તે જગ્યાએેથી આનંદના સમાચાર મળે. કોઈ વિજાતીય વ્યક્તિ તરફથી હકારાત્મક પ્રતિભાવ મળે.
 
કુંભ (ગ,શ,સ) : આ રાશિના જાતકો તેમના રાશિ સ્વભાવ મુજબ મનના ઉંડા હોવાથી તેમણે સાંભળેલી વાતો બહાર પાડતા નથી. તેથી તેઓ આનંદથી ફરતા જોવા મળે.
 
મીન (દ,ચ,ઝ,થ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ ઉત્તમ છે. બપોર પછી ખૂબ આનંદના સમાચાર મળે. વિદ્યાર્થી તથા સ્ત્રીઓ માટે આવતી કાલનો દિવસ ઉત્તમ રહે. સાંજ પછી ખૂબ આનંદ મળે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

17 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળે.

16 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે હનુંમાનજીની કૃપા

15 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓના જાતકો પર રહેશે મહાલક્ષ્મીની કૃપા

Shani Gochar 2025: વર્ષ 2025માં કષ્ટોથી મુક્ત થઈ જશે આ રાશિઓ, આ લોકો પર લાગશે સાઢે સાતી

આગળનો લેખ
Show comments