Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાર્ષિક રાશિફળ કુંભ

2020 rashifal 2020
Webdunia
બુધવાર, 1 જાન્યુઆરી 2020 (00:30 IST)
કુંભ રાશિનો સ્વામી શનિ છે. રાશિચક્રમાં તેને અગિયારમું સ્થાન પ્રાપ્ત છે. આ રાશિવાળાનો સૌથી મોટો ગુણ તેમની પ્રગતિશીલતા છે.  તો બીજી બાજુ તેમની સૌથી મોટી નબળાઈ વિચાર અને વ્યવ્હારમાં ડબલપણુ હોય છે. આ રાશિના જાતક પોતાન ઉદ્દેશ્ય પ્રત્યે પૂર્ણ ઈમાનદાર અને પ્રતિબદ્ધ હોય છે. તેઓ  પરિશ્રમ કરવા પોતાના જીવનયાપન કરે છે.  ક્યારેય ક્યારેક સ્વભાવમાં ઉગ્રતા પણ જોવા મળે છે. પણ આંતરિક રૂપથી શાંત અને નમ્ર હોય છે.  બીજાની મદદ કરે છે.  જવાબદારી હોય કે સંઘર્ષ જીવનમાં તેઓ આ વાતોથી ગભરાતા નથી.  પ્રયત્નશીલ બન્યા રહે છે. જીવનમાં કંઈક ને કંઈક કષ્ટ કાયમ રહે છે.  વાંચવાનો શોખ પણ રહે છે અને હંમેશા કંઈક શીખવ માટે પ્રયાસરત રહે છે.  કેટલાક મામલે ક્યારેક ક્યારેક બદલાવ પણ જોવા મળે છે. 
 
કુંભ રાશિનું  આર્થિક જીવન - કુંભ રાશિના જાતક માટે વર્ષ 2020 શુભ સંકેત આપી રહ્યુ છે. આ વર્ષે તમારી આવકમાં વૃદ્ધિ થશે. એકથી વધુ સ્ત્રોતોમાંથી ધન આવશે.  જૂનથી નવેમ્બર સુધી તમને આર્થિક નિર્ણય લેવામાં કોઈ પરેશાની નહી થાય.  આર્થિક રૂપથી તમને મનોવાંછિત ફળ પ્રાપ્ત થઈ શકે છે. તમને ધન સંબંધી લેણદેણ સોચી વિચારી ને કરવું રહશે. ગૂઢ વાતો જાણવા માં તમારી રુચિ જાગશે અને અધ્યાત્મ થી જોડાયેલા લોકો ને ઘણા સારા અનુભવ થશે. ધર્મ કર્મ થી સંકળાયેલા લોકો ને વિદેશો માં જયી ને ધર્મ પ્રચાર કરવા ની તક મળી શકે છે અને તેમના છાત્રો ની સંખ્યા વધારો થશે
 
કુંભ રાશિનું  કેરિયર વેપાર -  આ વર્ષે તમને તમારા કાર્યસ્થળ પર નિરાશા હાથ લાગી શકે છે. તમારા કાર્યને લઈને તમારા મનમાં હીન ભાવના આવી શકે છે.  આવી સ્થિતિમાં ખુદને સાચવો અને ધીરજ ન ગુમાવશો. જો તમે આ વર્ષે પાર્ટનરશિપમાં કોઈ વેપાર શરૂ કરો છો તો તેમા તમને સફળતા મળી શકે છે. આ માટે એપ્રિલ જૂનનો મહિનો સારો છે. આ વર્ષ તમારી કારકિર્દી માટે વધઘટ થી ભરેલું રહી શકે છે તેહિ કોઈપણ નિર્ણય લેતા પહેલા ઘણું સોચી વિચાર કરી લો. આ વર્ષ તમારી નોકરી માં સ્થાનાંતરણ ના મજબૂત યોગ બની રહ્યા છે અને કાર્યસ્થળ માં અમુક તણાવપૂર્ણ સ્થિતિઓ ઉત્પન્ન થયી શકે છે
 
કુંભ રાશિનું  પારિવારિક જીવન - વર્ષની શરૂઆતમાં મિત્રો સાથે મળવાનુ થશે.  તેમની સાથે ક્યાક ફરવા પણ જઈ શકો છો. સંબંધીઓ સાથે હળવા મળવાનુ થશે. વર્ષની શરૂઆતમાં પરિજનો સાથે કોઈ સંબધીના લગ્નમાં જવાનુ થઈ શકે છે. માર્ચમાં માતાજીની આરોગ્ય પર ધ્યાન આપો. પરિવાર સાથે મેલજોલ રાખો. વર્ષના મધ્યમાં સમાજના પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. જેનાથી તમારુ માન સન્માન પણ વધશે. માતા પિતાની સેવા કરવાથી મન પ્રસન્ન રહેશે. વર્ષના અંતમાં પરિવારમાં સંતુલન બનાવવાની જરૂર છે. તમારા પરિવાર ના લોકો ને તમારી જોડે ફરિયાદ રહેશે. જોકે વર્ષ ની શરૂઆત ઘણી શાનદાર રહેશે અને તમે પરિજનો ની સાથે મળી ને પોતાના લાભ ને શેર કરશો
 
કુંભ રાશિનું  પ્રેમ લગ્ન - લવ રાશિફળ 2020 તમારે માટે મિશ્રિત પરિણામ લઈને આવ્યુ છે.  આ વર્ષે પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ આવશે પણ સંબંધો અતૂટ કાયમ રહેશે.  પ્રિયતમને તમારી કોઈ ટેવ ખૂબ ખરાબ લાગી શકે છે.  શક્ય હોય તો ત મારી આ ટેવને બદલવાનો પ્રયાસ કરો.   રિલેશનશિપની શરૂઆતમાં તમારી ભાવનાઓ પર કાબૂ કરો.  સિંગલ લોકો ની લગ્ન ની શક્યતા વધી જશે. આના પછી માર્ચ થી જૂન સુધી નું સમય અમુક પ્રતિકૂળ રહેશે
 
કુંભ રાશિનું  સ્વાસ્થ્ય જીવન - આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આ વર્ષે તમારા આરોગ્ય સાથે જોડાયેલ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.  ખાસ કરીને ફેબ્રુઆરીથી મે વચ્ચે તમે બહારનુ ખાવાથી પરેજ કરો. દિનચર્યામાં સુધાર કરવાથી સ્વાસ્થ્ય લાભ મળશે. માનસિક તણાવ થી પણ તમારે રૂબરૂ થવું પડી શકે છે જોકે કોઈ મોટી સમસ્યા ની શક્યતા દેખાતી નથી તેથી તમે શાંતિ અનુભવી શકો છો. માત્ર પોતાના ખોરાક ઉપર ધ્યાન આપો અને પોતાની દિનચર્યા નિયમિત કરો 
 
કુંભ રાશિ માટે ઉપાય 
 
- દરરોજ સવારે આ મંત્રનો જાપ કરો - ૐ ત્રયમ્‍બકં યજામહે ।સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ । ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્  'રુદ્રાક્ષની માળાનો  જાપ કરો.
- બુધવારના દિવસે ગાયને લીલી શાકભાજી અથવા લીલો ચારો ખવડાવો.
- દર ગુરુવારે  એક મુઠ્ઠી ચણાની દાળ ડબ્બામાં નાખો . જ્યારે ભેગી થાય ત્યારે તે મંદિરના પૂજારીને આપો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર

14 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિઓને ગ્રહો અને નક્ષત્રનો મળશે સાથ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

12 એપ્રિલનું રાશિફળ - આજે હનુમાન જન્મોત્સવના દિવસે, આ રાશિઓ પર બજરંગબલીની રહેશે કૃપા, સંકટમોચન દરેક અવરોધ કરશે દૂર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને લક્ષ્મીનો મળશે આશિર્વાદ

આગળનો લેખ
Show comments