rashifal-2026

આજનુ રાશિફળ (02/12/2020) આજે આ 5 રાશિને થશે લાભ

Webdunia
બુધવાર, 2 ડિસેમ્બર 2020 (07:41 IST)
મેષ -  આજે તમે ખૂબ ઉત્સાહમાં રહેશો, તેનો ક્ષેત્રમાં લાભ મળશે, પરંતુ ધ્યાનમાં રાખો કે વધારે ઉત્સાહમાં કોઈ ભૂલ ના થાય. તમારુ એક પગલુ બધી યોજનાઓ પર પાણી ફેરવી શકે છે. માટે તમે સ્વ ચિંતન કરો તો સારુ રહેશે. કરિયર સંબંધી બાબતોમાં લેટ-લતીફ થવુ યોગ્ય નથી.
 
વૃષભ - અમુક જરૂરી કાર્યો પ્રત્યે ખૂબ સંઘર્ષ કરવો પડી શકે છે. તમારી નવી યોજનાઓની લોકો પ્રશંસા પણ કરશે. ઑફિસની જવાબદારીઓનો બોજ પણ વધી શકે છે.  આજનો મંત્ર છે કે ગુસ્સો ઓછો કરવો અને કામ પર વધુ ધ્યાન આપવું. 
 
મિથુન - સાહસ અને પરાક્રમ સાથે કરાયેલ દરેક કાર્યમાં તમને આશા અનુરૂપ સફળતા મળશે. મહિલાઓ જરૂરી વસ્તુઓની ખરીદી કરશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે, કંઇક નવું શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
 
કર્ક - પેન્ડીંગ કાર્યોનુ જલ્દી સમાધાન થશે જેના ફળ સ્વરીપે તમે નવા કાર્યોનો શુભારંભ કરી શકો છે. પારિવારિક ફરજો નિભાવવા માટે ઘણો ત્યાગ કરવાની જરૂર છે.  સાંજનો સમય આનંદમાં વિતાવશો. પરિવારમાં પિતા તરફથી સહયોગ અને લાભ મળી શકશે
 
સિંહ - નવા લોકોને રોજી તેમજ રોજગારના નવા અવસર મળશે. પ્રતીકાત્મક ત્યાગ જ પરિવારમાં તમારી પ્રતિષ્ઠા પાછી લાવી શકે છે. દરેક નવા સંબંધ પ્રત્યે ઉંડી તેમજ બાજ નજર રાખવાની જરૂર છે. જો કોઈ નવી નોકરી શરૂ કરવાનું વિચારી રહ્યો છે તો દિવસ અનુકૂળ છે
 
તુલા - તમને આજે પણ રાશિ સ્વામી શુક્રની શુભ સ્થિતિનો લાભ મળશે. શિક્ષણ અને સ્પર્ધાના ક્ષેત્રે કરેલા પ્રયત્નો સફળ થશે. આવકના નવા સ્રોત પ્રાપ્ત થઈ શકે છે, વાણીથી સન્માન મળશે. જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે અને મિત્રોનો સહયોગ મળશે. મુસાફરી અને ખરીદી પણ કરી શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 
 
વૃશ્ચિક - આર્થિક બાબતે આજનો દિવસ સારો રહેશે. તમને રોકાયેલા પૈસા આજે મળી શકે છે, ધંધામાં લાભ અને પ્રગતિ થશે. માન-સન્માન પ્રાપ્ત થશે. પ્રિયજનો સાથે મુલાકાત થઈ શકે છે.  આજે કળા અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કંઈક નવું અને સારું કરી શકે છે. 
 
ધન - આજે મન શાંતિની શોધમાં રહેશે. ઘરની વસ્તુઓની ખરીદીમાં ખર્ચા થશે. કાર્યક્ષેત્રમાં કોઈ સહકર્મીના કારણે તણાવ વધી શકે છે પૈસાના વ્યવહારમાં સાવચેત રહો, પૈસા ફસાઈ શકે છે. વિવાદની પરિસ્થિતિમાં સામેલ થવાનું ટાળો, આજે તમે વિજયી બનશો. તમારી વિરુદ્ધ કાવતરું નિષ્ફળ જશે. તમારું મન ધર્મમાં વ્યસ્ત રહેશે. 
 
મકર - આર્થિક બાબતે દિવસ સારો રહેશે, ધંધામાં લાભ મળવાની સારી તક છે. વાહન ચલાવતા સમયે તમારે વધુ કાળજી લેવી જોઈએ. આજે મન કોઈપણ મૂંઝવણમાં ફસાઈ શકે છે, યોગ કરવા અને ચિંતા છોડી દેવી અને સુખ શોધો. જીવનસાથી સાથે સારું રાખો તો સહયોગ મળશે. .
 
કુંભ - આજે  કેટલાક બિનજરૂરી ખર્ચા પણ થવાના છે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખો, મન ચિંતિત રહી શકે છે. આજે કામને લઈને સમસ્યાની સ્થિતિ રહેશે, કોઈની સાથે વિવાદ થઈ શકે છે, તમારે સંયમ રાખીને કામ કરવું પડશે. લેવડદેવડની બાબતમાં બેદરકારી ના રાખો. સંતાન તરફથી તમને ખુશી મળશે. 
 
મીન - વેપારમાં પ્રગતિ થશે, કોઈ સારી ડીલ થઈ શકે છે. વિદ્યાર્થીઓને નવા વિષયો વિશે વાંચવા, લખવા અને શીખવામાં રસ રહેશે. માતા-પિતા તરફથી સહયોગ અને આશીર્વાદ મળશે. દૂરના મિત્રો અને સંબંધીઓનો સંપર્ક કરી શકો છો. કોઈપણ મહત્વપૂર્ણ માહિતી સાંજે મળી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

MP Crime : ઉજ્જૈનમાં 9 વર્ષીય માસૂમ સાથે દુષ્કર્મની કોશિશ, બૂમો પાડી તો કોથળામાં ભરીને મારી.. થયુ મોત

પ્રેમમાં મુક્તિ નથી મૃત્યુ છે ... પ્રેમિકા SI ને સરપ્રાઈઝ આપવા પહોચ્યો પ્રેમી વકીલ, રૂમમાં અન્ય કોન્સ્ટેબલ સાથે બિભત્સ હાલતમાં જોતા કરી આત્મહત્યા, 30 તારીખે હતા લગ્ન

Gold Price Today- 4 દિવસમાં સોનાના ભાવ 6,000 વધ્યા, 1.50 લાખને વટાવી ગયા... જાણો ક્યારે રાહત મળશે

વિદ્યાર્થીની હત્યા બાદ ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરી: અમદાવાદની શાળાનું સંચાલન સંભાળ્યું, કેસ વિશે વધુ જાણો

VIDEO: વાવાઝોડામાં બ્રાઝિલની 24 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ધરાશાયી

આગળનો લેખ
Show comments