Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ રાશિ ભવિષ્ય (29/09/2020) - આજે આ 3 રાશિના જાતકોને ખુશીના સમાચાર મળશે

Webdunia
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (06:10 IST)
મેષ (અ,લ,ઈ) : આજનો દિવસ  આ રાશિ માટે ખૂબ ઉત્તમ છે. દિવસ દરમિયાન આનંદના સમાચારમાં સગાં-સ્નેહીઓ તરફથી કોઈ શુભ સમાચાર મળે. નોકરી-ધંધામાં બઢતી અને બદલીના બંનેના યોગ છે. બપોર પછી ખૂબ આનંદ.
 
વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહે. દિવસ દરમિયાન તેમને સુખ અને દુખ બંનેના સમાચાર મળે. પત્ની તથા બાળકો તરફથી સારા-માઠા સમાચાર મળે.
 
મિથુન (ક,છ,ઘ) : આ રાશિના જાતકો આજે હતાશામાં ગરકાવ ન થાય તે જોવું, કારણ કે દિવસ દરમિયાન ખૂબ દુઃખના સમાચાર મળે, જેના કારણે માનસિક હતાશા ઉપજે તેવા સમાચાર પ્રાપ્ત થાય.
 
કર્ક (ડ,હ) : આ રાશિના જાતકો આજનો  દિવસ ખૂબ આનંદ જનક રહે. દિવસ દરમિયાન તેમણે ઓફિસ તરફથી આનંદના સમાચાર મળે. પત્ની બાળકો તરફથી સુખદ સમાચાર મળે. નાના પ્રવાસનો યોગ છે. કોઈ વિજાતિય તરફથી પ્રેમ પ્રસ્તાવ પ્રાપ્ત થાય.
 
સિંહ (મ,ટ) : આજનો દિવસ સિંહ જાતકો માટે મિશ્ર ફળદાયી છે. શક્ય છે કે તમને થોડો આનંદ અને વધુ ખેદ મળે તેવા સંજોગો છે. પ્રવાસ દરમિયાન કોઈ આર્થિક નુકસાનનો યોગ થાય.
 
કન્યા (પ,ઠ,ણ) : આજનો દિવસ આપના માટે સાવધાની સૂચક છે. વાહન હંકારતી વખતે ખૂબ કાળજી રાખવી. અકસ્માતનો યોગ છે. પત્ની સાથે ચડભડ થાય, પરંતુ સાંજે સુખદ સમાધાન થાય.
 
તુલા (ર,ત) : આ રાશિના જાતકો માટે આજનો દિવસ ત્રાજવાના પલ્લા જેવો રહે. ઘડીકમાં આનંદ તો ઘડીકમાં હતાશા રહે. સાંજ પછી તેમના માટે કોઈ આકસ્મિક સુખદ સમાચાર પ્રાપ્ત થાય.
 
વૃશ્ચિક (ન,ય) : આજનો  દિવસ આપના માટે ખૂબ આનંદનો રહે. સાસરી પક્ષ તરફથી કોઈ આકસ્મિક લાભ થાય. બાળકો તથા વિદ્યાર્થીઓ દિવસ દરમિયાન કાળજી રાખવી. સ્ત્રીવર્ગને આનંદના સમાચાર મળે.
 
ધન (ભ,ધ,ફ) : આજના  દિવસ દરમિયાન આ રાશિના જાતકોએ શક્ય એટલી કાળજી રાખીને કોર્ટ-કચેરીના કામકાજમાં સાવધ રહેવું. વાહન સંભાળીને ચલાવવું. વિદ્યાર્થીમિત્રો માટે આનંદજનક દિવસ રહે.
 
મકર (ખ,જ) : કોર્ટ-કચેરીના ચક્કરમાં ફસાવવું નહીં. કોઈની ખોટી સોબત કે લેણદેણથી દૂર રહેવું. બપોર પછી મિશ્ર ફળદાયી િદવસ થાય. બહુ હરખપદુડા થવું નહીં, નહીંતર જોખમ ઉભું થાય.
 
કુંભ (ગ,શ,સ) : આજનો  દિવસ આ રાશિના જાતકો માટે આનંદજનક છે. તેમના ઓફિસમાંથી પણ કોઈ સુખદ સમાચાર મળે. ધંધામાં અણધાર્યો નફો થાય. વિદ્યાર્થી મિત્રો માટે આ દિવસ ખુબ આનંદનો રહે. સ્ત્રી વર્ગ માટે દિવસ દરમિયાન સુખદ સમાચાર પ્રાપ્ત થાય.
 
મીન (દ,ચ,ઝ,થ) : આ રાશિના જાતકો આજનો દિવસ ખુબ સંભાળપૂર્વક વિતે તેવી રીતે રહેવું. દિવસ દરમિયાન કોર્ટ કચેરીનું લફરું ઉભું થાય. ન ધારેલા બનાવ બને. વિદ્યાર્થીમિત્રો તથા સ્ત્રી વર્ગ માટે ખૂબ સાવધ રહેવું. નાનો-મોટો પ્રવાસ થાય. જોકે આ પ્રવાસ એકંદરે હિતકારક નથી. બપોર પછી કાંઈક અંશે રાહત મળે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ખૂબ જ ખાસ, આજે સંબંધોમાં રહેલી ગેરસમજ થશે દૂર, મળશે તમારો સાચો પ્રેમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

આગળનો લેખ
Show comments