Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાપ્તાહિક રાશિફળ- 1 ઓક્ટોબર થી 7 ઓક્ટોબર સુધી

Webdunia
રવિવાર, 30 સપ્ટેમ્બર 2018 (09:25 IST)
મેષ (અ,લ,ઈ) : નોકરિયાત વર્ગને કામનો બોજ વધે. જોકે ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહે. માનસિક શાંતિ, સ્વસ્થતા અને ઉત્સાહના અનુભવ માટે આ તબક્કે સકારાત્મક વિચારસરણી સાથે સતત કાર્યરત રહેવું જરૂરી બનશે. નાણાકીય રીતે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે નહીં તે જોવું. વેપાર-ધંધામાં ફાયદો કરાવે તેવી નવી તકોનું નિર્માણ થાય. પ્રેમ પ્રસંગ, મિલન મુલાકાતમાં અડચણો, વિઘ્નો આવે. આવેલી તકોને ઝડપી લેશો.
 
વૃષભ (બ,વ,ઉ) : આપે પરિપૂર્ણતાની ઝલક માણી છે, પરંતુ આપણે હજુ અભ્યાસની જરૂર છે. ખાસ કરીને આવડત અને આત્મસંયમ કેળવવો જરૂરી છે. જ્યાં આપ પાછળ પડો છો. આ સ્તંભો પર જ સંબંધો ટકી રહેતા હોય છે. આપની ભૌતિક પ્રગતિ આપની અપેક્ષા કરતાં ઓછી હોઇ શકે છે પણ પ્રમાણમાં તે સારી હશે. માતા-પિતા અને બાળક તથા કાર્યસ્થળે ઉપરી અધિકારી સાથેના સંબંધો સુધારવા આપની સત્તાનો ઉપયોગ કરી શકો છો.
 
મિથુન (ક,છ,ઘ) : આ સમયગાળો આપનાં સંતાનોને સફળતાપૂર્વક સાકાર કરવાનો છે. આપ આપના પરિવારજનો, પ્રિયજનો અને જીવનસાથી સાથ સમય વીતાવવાના સપનાં જોઇ શકો છો. આ અઠવાડિયે જીવનની તમામ ઇચ્છાઓ પરિપૂર્ણ થશે. પ્રિય પાત્ર કે જીવનસાથી સાથેષના સંધંધોમાં પ્રગાઢતા અનુભવાશે, પરંતુ પૈસાની બાબતમાં ખાસ કરીને પરિવાર માટે એકઠી કરેલી બચત કે ભંડોળની વ્યવસ્થા કરવામાં ખૂબ સાવધાની રાખજો.
 
કર્ક (ડ,હ) : પરિવાર અને સ્વાસ્થ્ય પર આ સપ્તાહે આપ સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરજો. જોકે આપે નાણાકીય પ્રશ્નોને આધુનિક ઓપ આપવાની જરૂર છે. આ માટે આપ નવી દિશાઓ, તકો અને માધ્યમો વિશે પણ વિચારશો. જોકે આની નીતિમતા આપને મેલી અને કપટી યુકિતઓ અજમાવવાની મંજૂરી નહીં આપે. આપના માટે પૈસા જરૂરી છે પણ તે જ સર્વસ્વ નથી. ઘર, સંપત્તિ, અસ્ક્યામત અને વસ્તુઓનું રિનોવેશન કરવાની જરૂર ઊભી થશે.
 
સિંહ (મ,ટ) : ઘર બાબતે તમે કોઇ નવો નિર્ણય લીધો હોય કે પછી એને વ્યવસ્થિત કરવાનો નિર્ણય લીધો હોય તો તમારી ઊર્જા મને ઘણી મદદરૂપ બનશે. સાધનો પણ તમે નવાં વસાવી શકો છો. પણ એ માટે તમારે ધન મેળવવાની આકરી મહેનત કરવી પડશે. જોકે તમારી ધૂન તમને એમાં પણ સફળતા અપાવી શકે છે. જીવન ઉત્સવની ઉજવણી સમાન છે અને આપનો ઉત્સાહ પરાકાષ્ઠા પર હશે. કામ તથા લાગણી વચ્ચે મેળ રાખી શકશો.
 
કન્યા (પ,ઠ,ણ) :  આર્થિક બાબતો ઉપર પ્રભુતવ મેળવી શકશો. લોકો સાથે હળીમળી શકશો. તમે પ્રબળ લાગણીઓની અનુભૂતિ કરશો. તમારો સૌમ્ય અને માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. વૈશ્વિક  સમસ્યાઓમાં રસપૂર્વક ભાગ લેશો. આ સમયે તમારો આંતરિક વિકાસ તમારા માટે ગૌણ બની રહેશે. મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક દલીલોમાં ઊતરવાનું ટાળજો. કારણ કે આવી દલીલો સંબંધોમાં સમસ્યાઓ પેદા કરી શકે છે.
 
તુલા (ર,ત) : આ સમય દરમિયાન આપ ઘર અને કુટુંબ પર વધારે ધ્યાન આપી શકશો અને પરિવારના પ્રત્યેક સભ્ય સાથે જાહેરમાં બેસીને તમે ચર્ચા કરવાનો પ્રયત્ન કરશો. માત્ર એટલું જ નહીં, પણ આપના કુટુંબ માટે તમે ચોક્કસ યોજના પણ તૈયાર કરશો. આ સમય દરમિયાન આપના ઘરમાં સુશોધન કે રિનોવેશન કરાવવાનો વિચાર પણ આપને સ્ફુરશે. સમગ્ર રીતે જોતાં આ સપ્તાહ આપનો દૃષ્ટિકોણ બદલનારું અને જ્ઞાનપ્રદ રહેશે.
 
વૃશ્ચિક (ન,ય) : આ સપ્તાહ દરમિયાન કોઈ આપનો ગેરલાભ ઉઠાવી રહ્યું છે એવી લાગણી અનુભવશો પરિણામે માનસિક રીતે વ્યથિત અને દુઃખી હશો. આ ઘટના આપને આપના અધિકારો અને હક વિશે વિચારવાની ફરજ પાડશો. આ સમયે આપને પરિવાર પરત્વે ઊંડી લાગણી અને ચિંતા હોવાથી પરિવાર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશો. અન્ય બાબતોમાં આપ થોડા બેદરકાર બનશો. ભરોસાપાત્ર મિત્રની સલાહ લેજો.
 
ધન (ભ,ધ,ફ) : આ સપ્તાહમાં આપ ઘર અને ઓફિસ બંને સ્થળે સભાન રીતે કામની બાબતમાં સંતોષની અનુભૂતિ કરશો. આપ પોતાની જાતને વધારે પ્રસિદ્ધિથી દૂર રાખવાનું અને નમ્ર રહેવાનું પસંદ કરશો. આપને તમામ પ્રવૃત્તિઓ પણ સંયમિત રહેશે. આપ મિત્રો, જીવનસાથી અથવા તો ઓફિસમાં કોઈ સહકાર્યકરની મદદ અને સહકાર મેળવશો. આર્થિક ક્ષેત્રે આપના લાંબાગાળાનાં રોકાણો પર લાભ મેળવવાની તૈયારીમાં છો.
 
મકર (ખ,જ) : તમે ફેરબદલીના તબક્કામાંથી પસાર થશો. ખર્ચાઓ અને કામને લગતી બાબતો તમારો બધો સમય અને ઊર્જાને રોકી રાખશે. સંબંધોમાં પણ તણાવ અને મતભેદો સપાટી ઉપર આવશે. કદાચ આ ફેરફારો તમારા જીવનની દિશા જ બદલી નાખે એવું પણ બને. તમારે સોદાઓમાં મોટી બાંધછોડ કરવી પડે. સ્વાસ્થ્ય સંબંધી વિશેષ તકેદારીની જરૂર છે. તમારી કસોટી થશે અને આખરે તમે વિજેતા બનીને બહાર આશે.
 
કુંભ (ગ,શ,સ) : આ સમય મૂંઝવણનો છે. તમને ખબર નથી કે તમે કઈ તરફ જઈ રહ્યા છો. મિત્રો અને પ્રિયજનોને શોધો. એકલા મનમાં ધોળાયા કરવાનો આ સમય નથી. આધ્યાત્મિક, કાયદાકીય અથવા ભૌતિક બાબતોમાં લોકો પાસેથી સાચી સલાહ મળી રહેશે. આધ્યાત્મિક પ્રવાસ થવાની શક્યતા છે. જાત્રા કે પવિત્ર સ્થળની મુલાકાત થઈ શકે છે. આપના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. આપ રહેઠાણ બદલો તેવી શક્યતા છે.
 
મીન (દ,ચ,ઝ,થ) : આ સપ્તાહે આપ વ્યસ્ત રહેશો. ટૂંકી મુસાફરી, જોડાણો અને પત્રવ્યવહાર થઈ શકે છે. આપના મનોવલણ પર અંકુશ રાખશો. આપે વધુ સચોટ બનવાની જરૂરી છે. હિમશિલા જેવા કઠોર બની રહેવાથી પ્રગતિ નહીં થાય. આગળ હવે માટે પીગળવું પડશે. બહાર નીકળી મનોરંજન, ખરીદી, આનંદ અને પાર્ટીમાં આપની જાતને પ્રવૃત્ત રાખજો. બધી બાબતો કામ સાથે જોડાયેલી ન હોવી જોઈએ. યાદ રાખો કે આપનું અંગત જીવન પણ છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

19 Decembe Daily Rashifal - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃષ્ણ ભાગવાનની કૃપા

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

આગળનો લેખ
Show comments