Webdunia - Bharat's app for daily news and videos

Install App

Virgo- જાણો કન્યા રાશિ માટે કેવુ રહેશે વર્ષ 2018

Webdunia
શનિવાર, 30 ડિસેમ્બર 2017 (16:35 IST)
રાશિફળ 2018 મુજબ કન્યા રાશિવાળા જાતકો માટે આ વર્ષ થોડુ ઓછુ અનુકૂળ સાબિત થઈ શકે છે.  આ વર્ષે તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામ મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. જો કે આર્થિક દ્રષ્ટિથી આ અઠવાડિયુ તમારે માટે અનુકૂળતાના સંકેત આપી રહ્યુ છે.  આવો જાણીએ કન્યા રાશિ માટે કેવુ રહેશે 2018 
 
રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય 
 આ વર્ષે તમારી અંદર ઉર્જાનુ અસંતુલન જોવા મળી શકે છે. આવામાં સલાહ એ છે કે સંપૂર્ણ તૈયારી સાથે સંયમિત થઈને આચર્ણ કરવુ જ યોગ્ય રહેશે.  આ વર્ષે શનિ તમારા ચતુર્થ ભાવમાં રહીને પ્રથમ ભાવ પર દ્રષ્ટિ નાખી રહ્યો છે. તેથી ફક્ત શારીરિક જ નહી પણ માનસિક સ્વાસ્થ્યમાં વચ્ચે વચ્ચે તમને પરેશાન કરી શકે છે. મતલબ આ વર્ષે તમારે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો જરૂરી રહેશે. જો કે ચતુર્થેશ ગુરૂ ખુદનેથી લાભ ભાવ મતલબ બીજા ભાવમાં સપ્ટેમ્બર સુધી ગોચર કરતો રહેશે એવામાં તમને વધુ માનસિક ત્રાસ નહી રહે અને તમે કોશિશ કરશો તો મન પ્રસન્ન રહેશે.  સાથે જ પ્રસન્ન મનની મદદથી શારીરિક સ્વાસ્થ્યને લઈને સજાગ રહીને સ્વસ્થ બની રહેવામા સફળ થઈ શકો છો. શનિ ચતુર્થ ભાવમાં રહેશે આવામાં હ્રદય સાથે સંબંધિત કેટલીક પરેશાનીઓના થવાથી ભય રહેશે. પણ ચતુર્થેશના બીજા ભાવમાં હોવાને કારણે કોઈ મોટી બીમારી કે પરેશાની થવાના યોગ નથી. જો કે ગુરૂના બીજા ભાવમાં પ્રભાવને જોતા ખાન પાન પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. 
 
રાશિફળ 2018 મુજબ શિક્ષણ 
કન્યા રાશિવાળાની શિક્ષા માટે આ વર્ષ થોડી વધુ મહેનત કરવા અને કરાવવાના સંકેત આપી રહ્યુ છે.  પંચમેશ શનિ તમારાથી દ્વાદસ મતલબ ચોથા ભાવમાં છે. જે શિક્ષણમાં અભ્યાસમાં પૂરૂ ધ્યાન ન લાગવા દેવામાં મતલબ ખૂબ વધુ કોશિશ કર્યા પછી જ તમે શિક્ષણમાં સંપૂર્ણ રીતે મનને કોનસ્ટ્રેટ કરી શકશો. જો કે શનિની આ સ્થિતિ એ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા પરિણામ આપી શકે છે જે ઘરેથી દૂર રહીને કે પછી વિદેશમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. આ સ્થિતિ એ વિદ્યાર્થીઓ માટે પણ સારા પરિણામ આપશે જે વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચતુર્થેશ ગુરૂ સપ્ટેમ્બર સુધી ખુદથી લાભ ભાવ મતલબ બીજા ભાવમાં છે. તેથી મહેનત કરતા સારુ પરિણામ મળી જશે.  સપ્ટેમ્બર પછી બુદ્ધિ વધુ પ્રખર થવાના સંકેત બની રહ્યા છે. ટૂંકમાં આ વર્ષ મહેનત તો વધુ દેખાય રહી છે પણ મહેનત પછી પણ સંતોષજનક પરિણામ પણ મળતા દેખાય રહ્યા છે. 
રાશિફળ 2018 મુજબ આર્થિક સ્થિતિ
કન્યા રાશિવાળાને આ વર્ષે આર્થિક મામલે તમને અનુકૂળતા મળતી રહેશે. સપ્ટેમ્બર 2018 સુધી ગુરૂનો સીધો સંબંધ ધન ભાવ સાથે બની રહ્યો છે મતલબ ગુરૂ તમારા ધન ભાવમાં સ્થિત છે જે આર્થિક સ્થિતિને સમૃદ્ધ બનાવવાના સંકેત આપી રહ્યુ છે.  અહી સ્થિતિ બૃહસ્પતિ તમારા કર્મ સ્થાન પર દ્રષ્ટિ નાખી રહ્યુ છે.  તેથી કામ ઘંઘો સારો ચાલશે. ફળ સ્વરૂપ લાભ થવો સ્વભાવિક છે.  કારણ કે સપ્ટેમ્બર સુધી ગુરૂ તમારા ધન સ્થાન પર છે જે સારી બચતના સંકેતક છે.  ગુરૂ તમારા ચતુર્થેશ પણ છે તેથી જો તમે કોઈ આર્થિક રોકાણ કરવ માંગો છો તો પણ તમને અનુકૂળતા મળશે એવો સંકેત આ ગોચર કરી રહ્યો છે. સ્પટેમ્બર પછી ગુરૂની દ્દ્રષ્ટિ લાભ ભાવ પર હશે એ પણ એક સારી સ્થિતિ છે.  મતલબ ટૂંકમાં આ વર્ષ આર્થિક મામલા માટે સારુ રહેવાનુ છે. 
 
રાશિફળ 2018 મુજબ પ્રેમ અને દાંમ્પત્ય 
પ્રેમ અને દાંમપ્ત્ય મામલે આ વર્ષે સરેરાશ અનુકૂળતા દેખાય રહી છે. પ્રેમના સ્થાનનો સ્વામી શનિ તમારાથી દ્વાદસ મતલબ ચતુર્થ ભાવમાં સ્થિત છે જે સારી સ્થિતિ નથી માનવામાં આવી. મતલબ પ્રેમના મામલે બેદરકારી રાખવાની સ્થિતિમાં સંબંધોમાં કમજોરી આવી શકે છે.  ક્યારેક ક્યારેક મનમાં નીરસતાનો ભાવ આવી શકે છે.  સપ્ટેમ્બર પછી ગુરૂના ગોચર તમારા ત્રીજા ભાવમાં હશે અને ત્રીજા ભાવથી તે તમારા સપ્તમ ભાવને જોશે જે દામ્પત્ય જીવનમાં મધુરતા લાવવાનુ કામ કરશે.  જો વય લગ્નની ચાલી રહી છે તો એ મામલે સપ્ટેમ્બર પછી કરવામાં આવેલી કોશિશ સફળ રહેશે.  વર્ષના અંતે પ્રેમ સગાઈ અને લગ્નના સુંદર યોગ નિર્મિત થઈ રહ્યા છે. 
 
રાશિફ્ળ 2018 મુજબ નોકરી વ્યવસાય 
કાર્ય વેપાર માટે વર્ષ 2018 થોડુ ધીમુ રહી શકે છે. જેનુ મુખ્ય કારણ છે કર્મ સ્થાન પર શનિની દ્રષ્ટિ. કર્મ સ્થાન પર શનિની દ્રષ્ટિને કારણે કોઈપણ કામ સંપન્ન થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. મતલબ દરેક એક કામ માટે તમને વધુ સમય લઈને ચાલવુ પડશે.  જો કે ગુરૂની કર્મ સ્થાન પર દ્રષ્ટિને કારણે તમારા કામ પૂરા પણ થશે અને સારા પરિણામ પણ આપશે પણ જેવુ કે અમે પહેલાથી જ કહ્યુ કે સમય થોડો વધુ લાગી શકે છે. કે વચ્ચે વચ્ચે મુશ્કેલીઓ રહી શકે છે શનિ અને ગુરૂ બંને જ કર્મ સ્થાન પર દ્રષ્ટિને કારણે તમે નવી યોજનાઓ પર કાર્ય કરશો અને સફળ પણ રહેશો. નોકરીમાં પણ પ્રમોશનની શક્યતા છે. 
 
રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર 
વર્ષ 2018ને પાંચમાંથી 2.5 સ્ટાર્સ આપી રહ્યા છે. 
 
રાશિફળ 2018 મુજબ ઉપાય 
ઉપાયના રૂપમાં સૂર્ય ભગવાને જળ ચઢાવો અને ગરીબોની મદદ કરો સાથે જ ભગવાન ગણેશની આરાધના કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

આગળનો લેખ