rashifal-2026

જાણો શું કહે છે તમારી રાશિ 30/10/2018

Webdunia
સોમવાર, 29 ઑક્ટોબર 2018 (17:55 IST)
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો  છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.
 
વૃષભ (બ,વ,ઉ) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતા મિત્રો સ્વજનો સાથે બહાર હરવા-ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો. કેટલાક લોકો આપનાં આનંદમાં વિઘ્નો ઊભા કરે, પણ ફાવે નહીં.
 
મિથુન (ક,છ,ઘ) : આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્‍ફૂર્તિ અનુભવાય. આ૫ના અટકી ૫ડેલાં કાર્યો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. નાનો-મોટો પ્રવાસ થાય.
 
કર્ક (ડ,હ) : ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. વધુ પડતું ખાવું નહીં. તબિયત બગડવાની શક્યતા છે.
 
સિંહ (મ,ટ) : શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. પાણીથી સંભાળવું. મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.
 
કન્યા (પ,ઠ,ણ) : કાલે આ૫ને રહસ્ય અને આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ મળે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. પત્ની સાથે મનમેળ રહે. ક્યાંક બહાર જવાના યોગ છે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું.
 
તુલા (ર,ત) : આવતી કાલે દિવસના ભાગમાં આ૫ની તંદુરસ્તી થોડી બગડશે અને મનમાં ગ્લાનિનો ભાવ રહેશે. ૫રિવારમાં સંભાળીને વર્તન કરવું. ધર્મકાર્ય અર્થે નાણાં ખર્ચાય. કોઈ પ્રસિદ્ધ મંદિરમાં જવાનું થાય.
 
વૃશ્ચિક (ન,ય) : વર્તમાન સમયમાં આ૫ની શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ક્રોધ ન કરવો. સ્નેહી અને મિત્રો સાથે મળવાના પ્રસંગો ઊભા થાય. સારું ભોજન મળશે.
 
ધન (ભ,ધ,ફ) : આ૫ને સામાજિક ક્ષેત્રે ખ્યાતિ મળે. કોર્ટ-કચેરીનાં કાર્યથી સાવધ રહેવું. દિવસ દરમિયાન નાના-મોટા પ્રવાસનો યોગ. આજનો દિવસ આ૫ના માટે વ્યાવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે.
 
મકર (ખ,જ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે.
 
કુંભ (ગ,શ,સ) : માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે. તેથી ધંધામાં બઢતીના યોગ છે.
 
મીન (દ,ચ,ઝ,થ) : નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય અનુકૂળ નથી. ઉ૫રી અધિકારીઓ કે હરીફો સાથે વાદવિવાદ ન કરવો. પ્રવાસની શક્યતા છે. અવિવાહિતો માટે આનંદ જેવા અથવા સગાઈના પ્રસંગ બને.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ગાંધીનગરમાં શંકાસ્પદ ટાઈફોઈડનાં અત્યાર સુધી 113 કેસ, ઈન્દોર જેવા ન થાય હાલ એ માટે ગૃહમંત્રી અમિત શાહે સાચવ્યો મોરચો

કોમનવેલ્થ 2030 પછી ભારત 2036 ઓલિમ્પિકની મેજબાની માટે તૈયાર, જય શાહે ભારતને 100 અને તેમાંથી 10 મેડલ ગુજરાતે લાવવાનું આપ્યું લક્ષ્ય

ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ નહિ રમે BAN', બાંગ્લાદેશનાં કાર્યકારી રમતગમત મંત્રીએ આપ્યું વાહિયાત નિવેદન

મસ્કે વેનેઝુએલા માટે કરી મોટી જાહેરાત, દેશભરમાં મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે સ્ટારલિંક

Weather Forecast - ગુજરાતમાં હજુ વધશે ઠંડી, મોસમ વિભાગનું એલર્ટ, ભારતનાં આ રાજ્યોમાં ધ્રુજાવી દેશે ઠંડી

આગળનો લેખ
Show comments