Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાલ મુબારક - જાણો વિક્રમ સંવત 2072નું વાર્ષિક રાશિફળ

Webdunia
શનિવાર, 14 નવેમ્બર 2015 (11:22 IST)
મેષ રાશિ
પારિવારિક જીવન- તમારા ગૃહસ્થ જીવનની વાત કરીએ તો વર્ષના કેટલાક દિવસોમાં મુશ્કેલીઓ આવી શકે છે. પણ તમે એનો સામનો  કરવામાં સફળ રહેશો. 
 
સ્વાસ્થય- આરોગ્ય મુજબ તમારી રાશિ માટે  નવા વર્ષમાં ખુશખબર છે. આ વર્ષે તમને ઓગસ્ટ સુધી કોઈ રોગનો સામનો નહી કરવો પડે.  કોઈ સામાન્ય રોગો થઈ શકે  છે પણ ઓગસ્ટ  સુધી તમારે વધારે સાવધાન રહેવાની જરૂર છે. 
 
આર્થિક સ્થિતિ- નવા વર્ષમાં તમારા માટે એક સલાહ  છે કે સ્ટોક બજારથી દૂર રહો.  અને સાથે કોઈ આર્થિક જોખમ ઉઠાવવાથી બચો. આ વર્ષે ઓછા  સમયમાં વધારે પૈસા કમાવવાનો  ખ્યાલ તમારા મગજથી કાઢી નાખો.  
 
નોકરી- તમારો  દશમેશ આઠમા ભાગમાં છે અને આ તમારા અગિયારમા ભાવના પણ સ્વામી છે . કેતૂ અગિયારમા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. એને એ કાર્યમાં થોડુ મોડુ થઈ શકે છે . જે તમારા માટે એક તનાવના કારણ બની શકે છે , પણ એવી સ્થિતિ વધારે દિવસ સુધી નહી રહે. 
 
વ્યાપાર - ધંધાદારીઓને આ વર્ષે જોઈતા પરિણામ મળશે. જે લોકો નવા ધંધા શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે , એને આ કાર્યમાં કઈક મોડું થઈ શકે છે. જે તમારા માટે એક તનાવનું કારણ બની શકે છે, પણ એવી સ્થિતિ વધારે દિવસો સુધી નહી રહે. 
 
પ્રેમ સંબંધ- પ્રેમ સંબંધો માટે  આ વર્ષ અનૂકૂળ નથી. કોઈ નવા સંબંધો બનશે પણ એ વધારે દિવસ સુધી નહી ચાલે. ઓગસ્ટ મહીનાના પહેલા સુધી સંબંધોમાં  કોઈ પ્રકારની ખટાશ ન આવવા દો. 
 
સેક્સ લાઈફ - વ્યસતતાના કારણે આ વર્ષે ભરપૂર યૌન સુખ મેળવવામાં સક્ષમ નહી રહો. વ્યસ્ત દિનચર્યાના કારણે પુરૂષ માનસિક થાકના અનુભવ કરી શકે  છે. જીવનસાથી  સાથે એમની યૌન ઈચ્છાઓની પૂર્તિ કરો તો યોગ્ય રહેશે. નહી તો નકામી સમસ્યાઓ ઉભીથઈ શકે છે. 
 
ઉપાય - તમારા લગમેશ મંગળ છે , આથી દિવસમાં બે વાર હનુમાન ચાલીસાના પાઠ કરો. આ તમારા માટે લાભકારી રહેશે. નિયમિત રૂપથી કનકધારા સ્ત્રોત અને શ્રી સૂક્તના પાઠ કરવા પણ તમારા માટે મદદગાર સિદ્ધ થઈ શકે છે. આ સિવાય ઘરના આસપાસની સાફસફાઈનું  પૂરુ  ધ્યાન રાખો.
વૃષભ રાશિ 
 
પારિવારિક જીવન- નવા વર્ષમાં ગ્રહોનું  કહેવું છે કે આ વર્ષ તમારી પારિવારિક સ્થિતિ  ખાસ નહી રહે. પણ ઘર પરિવાર સાથે સંબંધો ખરાબ નહી થાય. જો જીવનસાથીના સાથે સારો વ્યવહાર કરો છો તો સંબંધો સારા રહેશે , નહી તો મુશ્કેલીઓ આવી શકે છે. આમ તો ચિંતાની કોઈ વાત નથી. શનિ સાતમા ભાવમાં બેસ્યો છે , પણ આ તમારા માટે યોગકારક છે પરંતુ એનો પ્રભાવ તો આપશે. પણ કોઈ ખાસ નહી. 
 
સ્વાસ્થ્ય - આમ તો તમે સ્વાસ્થ્યના  ધની છો અને આ વર્ષ તમારા સ્વાસ્થ્ય ઉત્તમ પણ રહેશે. વજન થોડુ  વધી શકે છે. અગસ્ટ  પછી તમારો ખોરાક વધી શકે છે. નિયમિત રૂપથી વ્યાયામ કરવાની ટેવ નાખો. નહી તો પેટ , આંતરડા , ઘૂંટણ , આંખોમાં દર્દ અને માથાના  દુખાવો જેવી સમસ્યાઓના સામનો કરવું પડી શકે છે. 
 
આર્થિક સ્થિતિ - આ વર્ષ તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે , પણ અગસ્ટ  પછી સારા લાભની પ્રાપ્તિ થશે. કામ કરવાની ક્ષમતા અને આવકના સ્ત્રોતોમાં પણ વૃદ્ધિ થશે. શેયર બજારથી લાભ તો થશે. પણ અગસ્ટ પછી. આથી આ માસ પહેલા શેયર બજારથી દૂર રહો તો સારું  છે. ભાવનાઓમાં વહીને પૈસા ખર્ચ કરવાથી બચવું. 
 
નોકરી- સેવારત લોકોને સારા પરિણામ મળશે. કાર્યસ્થળ પર તમારા માટે ષડયંત્ર  પણ થઈરી શકે છે. તમારી છબિ ને ખરાબ  કરવાની કોશિશ પણ થઈ શકે છે , આથી સતર્ક રહો. નોકરી છોડવાની પણ વિચારી શકો છો. વરિષ્ઠ સહકર્મિઓ સાથે  ઝગડો કરવાથી બચવું. 
 
વ્યાપાર - કારોબાર માટે આ વર્ષ અનૂકૂળ રહેશે. એકાધિક સ્ત્રોતોથી ધનના આગમન થશે. જે લોકો એમની પત્ની સાથે મળીને કોઈ ધંધા કરી રહયા છે , એને વધારે લાભ થશે. ઉધાર પર પૈસા આપવા માતે સમય સારું નથી. 
 
પ્રેમ સંબંધ - પ્રેમ સંબંધો માટે આ વર્ષ સર્વોત્તમ છે. એક બીજાના સાથે સોનેરી સમય વિતાવશો  અને મૌજ મસ્તી કરશો. વર્ષની શરૂઆતમાં સંબંધોમાં કઈક ખાટા રહી શકે છે. પણ સમય સાથે બધુ ઠીક થઈ જશે. અગસ્ટ  પછી તમને ખૂબ ખુશીઓ મળશે. 
 
સેક્સ લાઈફ- કામુકતા તમારા પર ભારે થશે. યૌન સંબંધી ક્રિયા કલાપોમાં તમારી સક્રિયતા વધારે જોવા મળશે. પણ દાંપત્ય જીવનથી સંતુષ્ટિ નહી મળે . સંબંધોને સાર બનાવવા માટે જીવનસાથી સાથે વધારેથી વધારે સમય ગાળવાનો પ્રયત્ન કરો.  કરવાની કોશિશ કરો. 
 
ઉપાય - બધી પરિસ્થિતિઓમાં ખુદને  નિયંત્રિત રાખવા સૌથી મોટો ઉપાય છે. શનિની દશા અને મહાદશાની અવસ્થામાં દશરથ કૃત શનિ સ્ત્રોત અને હનુમાન ચાલીશાનો  નિયમિત રૂપથી પાઠ કરો. બૃહસ્પતિની દશા અને મહાદશાની સ્થિતિમાં બૃહસ્પતિ બીજ મંત્રના જપ કરો અને પીળા વસ્ત્ર ધારણ કરી ગુરૂવારના દિવસ ઉપવાસ કરો. રાહુ અને કેતુની દશા કે મહાદશાની સ્થિતિમાં દેવી કવચ અને દુર્ગા સપ્તશીના દિવસમાં ત્રણ વાર પાઠ કરો. 
મિથુન -જો તમે નવા વર્ષના દુર્ગમ રસ્તાઓથી બચવા ઈચ્છો છો તો આ ભવિષ્યફળ પૂરી રીતે તમારી મદદ કરે છે. 
 
પારિવારિક જીવન- ગ્રહોની ચાલ આ વાતની તરફ ઈશારા કરે છે કે આ વર્ષ તમારા પારિવારિક જીવનમાટે સારું છે. પરિવારજનોના ભરપૂર સહયોગ મળશે. જીવંસાથેના સાથે સાર તાલમેલ રહશે. કોઈ નાનો-મોટો વિવાદ થવાની શક્યતા છે , પણ ચિંતા કરવાની વાત નહી . જીવનસાથીના દરેક  ઉપાય આ સમયે તમારા માટે કારગર સિદ્ધ થશે. 
 
આરોગ્ય  - આ વર્ષે તમારા સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો  પડી શકે છે. પણ કોઈ સામાન્ય પરેજથી બચી પણ શકાય છે. જો શનિ તમારી કુંડળીમાં પ્રબળ અવ્સથામાં છે તો આ વધારે સાવધાની રાખવાની જરૂરત છે. 
 
આર્થિક સ્થિતિ - આર્થિક સ્થિતિ આ વર્ષે સામાન્ય રહેશે , પણ સારા પરિણામ માટે કઠોર પરિશ્રમ કરવું પડ્શે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર  નથી , કારણ કે કોઈ પ્રકારનું  નુકશાન થવાની શકયતા નથી. બધી  રીતે આર્થિક બાબતોમાં કોઈ સતર્કતા જરૂરી છે. આ સિવાય બેકારના પૈસા ખર્ચ  કરવાથી બચો. 
 
નોકરી-- નોકરીયાત લોકો માટે આ વર્ષ સામાન્ય અનૂકૂળ  રહેશે. પણ સારા પરિણામ મળતા અગસ્ટ સુધીનો  સમય લાગશે. અગસ્ટ પછી તમારા સારા દિવસોની શરૂઆત થશે. કાર્યસ્થળ પર લોકો તમારી વાકકલાની પ્રશંસા કરશે. જોશમાં આવીને કોઈ વિશે ખરાબ બોલવુ નહી.  મીડિયા અને એન્જિનિયર ક્ષેત્રના લોકો માટે સારો સમય છે. 
 
ધંધા- ધંધાદારીઓ માટે આ સમય સારો લાભ મળશે. આખુ  વર્ષ અનૂકૂળતા જળવાઈ રહેશે. ખોટી  રીતે પણ તમને સફળતા મળી શકે છે. આવકના  સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે.  ઉધાર  પૈસા આપવા માટે  સમય સારો  નથી. 
 
પ્રેમ સબંધ- મિથુન રાશિના લોકો રોમાંટિક સ્વભાવના હોય છે. આ વર્ષ તમારી આ ઈચ્છાને પૂરી કરશે. પણ તમને વાર વાર પાર્ટનર બદલવાની પ્રવૃતિ ત્યાગવાની જરૂર છે. પણ તમે જેને પ્રેમ કરો છો એનાથી તમને નિશ્ચિત સુખ મળશે. 
 
સેક્સ લાઈફ્ - આ સમયે કામેચ્છા તમારી અંદર પ્રબળ રૂપથી જાગૃત થશે. પણ શારીરિક રૂપ સિવાય એને માનસિક રૂપથી અનુભવ કરો તો વધારે સારું થશે. આ વર્ષ યૌન સુખમાં કમી રહેશે,  પણ આ વધારે દિવસ સુધી નહી રહે. આથી ચિંતાની જરૂર નથી.  
 
ઉપાય- તમારા લક્ષ્ય તરફ  ધ્યાન રાખવું સૌથી મોટો ઉપાય છે. જો શનિની મહાદશા ચાલી રહી હોય તો નિયમિત રૂપથી હનુમાન ચાલિસાના પાઠ કરો. ગુરૂની મહાદશાની અવસ્થામાં 500ગ્રામ ચણાની દાળ ગાયને ખવડાવો અને પીળી વસ્તુઓનું  દાન કરો. રાહુ અને કેતુની મહાદશાની સ્થિતિમાં દેવી કવચના પાઠ કરો. દાન પુણ્ય કરવા અને કાળ ભૈરવ મંદિર જવું પણ હિતકર રહેશે. આ સિવાય વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતના પણ પાઠ કરો. 
કર્ક રાશિ
 
પારિવારિક જીવન -  જ્યોતિષ એવુ કહે છે કે કર્ક રાશિના જાતકોની  પરિણીત સ્થિતિ સારી નહી રહે. કારણકે શનિને ચંદ્રમાનો  સૌથી મોટો દુશ્મન ગણ્યો છે અને આ તમારા વૈવાહિક જીવનને પ્રભાવિત પણ કરે છે. ગ્રહોની ચાલ જણાવે છે કે ગૃહસ્થ જીવનમાં તમને મુશ્કેલીઓના સામનો કરવો  પડી શકે છે . એવા સમયમાં સમજદારીથી કામ લેવું તમારા માટે હિતકર રહેશે. 
 
સ્વાસ્થ્ય - સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવું રહેવાની શકયતા છે. સારા સ્વાસ્થ્ય  માટે જરૂરી સાવધાની રાખવાની જરૂર છે. આંખ , પેટ પાચન અને નસોમાં મુશેક્લીઓ થઈ શકે છે. સારવાર માતે આયુર્વેદિક દવાનું સેવન કરવું લાભકારી થઈ શકે છે. 
 
આર્થિક સ્થિતિ- આ વર્ષે આર્થિક સ્થિતિ સારી રહેશે . પણ એનો  અર્થ એ નથી કે  વિશ્વાસ કરવાથી ખતરો છે. લેખિત રૂપમાં પૈસાની લેવડ્-દેવડ તો ઠીક થશે. 
 
નોકરી- નોકરીયાત લોકો માટે વર્ષ ઠીક રહેશે. નોકરી બદલવાના અવસર મળશે. મનપસંદ નોકરી અને પદોન્નતિ પણ થશે. આ અવસર લાભ ઉઠાવવામાં તમે પણ સફળ થશો. છઠ્ઠા ભાવના સ્વામી છઠ્ઠા ઘર સાથે દસમા ઘરમાં પણ જઈ શકે છે. 
 
વ્યાપાર- ધંધો યોગ્ય રસ્તા પર આવશે અને લાભ પણ થશે. દરેક ક્ષેત્રમાં સારું  પરિણામ આપવા માટે સમય તૈયાર છે જરૂર છે એક સારા પ્રયાસની. સમાજમાં તમારી માન મર્યાદા વધશે. ગુરૂની મહાદશામાંથી પસાર થઈ રહેલ લોકો માટે આ વર્ષ ખૂબ ખાસ રહેશે. 
 
સેક્સ લાઈફ- આ વર્ષ યૌન સુખના બાબતે મિક્સ પરિણામ આપશે. ક્યાંક કેટલીક  મુશ્કેલીઓના સામનો કરવો  પડી શકે છે. અને ક્યારે ભરપૂર યૌન સુખોની પ્રાપ્તિ પણ થશે. તમને સંપૂર્ણ  રીતે સંતુષ્ટિ નહી મળે.  કેતુના આઠમા ભાવમાં થતા  પુરૂષોના જનનાંગમાં કઈકે પરેશાની થઈ શકે છે. મહિલાઓની રજોધર્મ સંબંધી પરેશાનીઓ  થઈ શકે છે.  
 
ઉપાય- શનિની મહાદશામાંથી પસાર થઈ રહેલ લોકો માટે હનુમાન ચાલિસાના પાઠ કરવો  લાભકારી થઈ શકે છે. ગુરૂની મહાદશાની મુદત  ગુરૂવારના દિવસે ઉપવાસ કરો અને પીળા વસ્ત્ર અને મુદ્રા દાન કરો. રાહુ કે કેતુની મહાદશાની સ્થિતિમાં દિવસમાં ત્રણ વાર દેવી કવચના પાઠ કરો. 
 
સિંહ રાશિ 
પારિવારિક જીવન - નવા વર્ષમાં પરિવારમાં પરસ્પર  સદભાવનું  વાતાવરણ રહેશે. પારિવારિક સંબંધો સારા રહેશે અને સમય આનંદ સાથે વ્યતીત થશે . તમે બધી  પરિસ્થિઓના સામનો ધૈર્ય પૂર્વક અન સરળતા સાથે કરવામાં સક્ષમ રહેશો. પરિવારના સભ્ય તમારી બુદ્ધિમતાના  વખાણ કરશે. જીંદગીના દરેક મોડ પર જીવન સાથીનો   સહયોગ મળશે. આમ તો સિંહ સાથે રાહુની નારાજગી રહેશે , પણ આથી તમારા પારિવારિક જીવનમાં કોઈ સમસ્યા નહી રહે.  
 
સ્વાસ્થય- આ વર્ષે તમારુ  સ્વાસ્થય કોઈ ખાસ નહી , પણ ઠીક -ઠાક રહેશે. બદલતા વાતાવરણને કારણે કોઈ પરેશાની થઈ શકે છે , પણ એ જલ્દી  ઠીક થઈ જશે. 31 જાન્યુઆરી પછી તમારી માનસિક સ્થિતિ અસામાન્ય થશે. વજન વધવાની સંભાવના છે , આથી માખણ , ઘી અને મિઠાઈ ખાવાથી પરેજ કરો. 
 
આર્થિક સ્થિતિ- આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા રસ્તાની બધી મુશ્કેલીઓ દૂર થશે. તમે તમારા કાર્ય  પ્રત્યે જાગૃત રહેશો. પૈસાના આગમન સતત રૂપે થશે. પણ આથી તમારી દિનચર્યામાં કોઈ આધારભૂત ફેરફાર કરવો પડશે. 11 અગસ્ટ પછી તમારી આર્થિક સ્થિતિ સુદ્દઢ  થશે. જમાપુંજીમાં વૃદ્ધિ થશે. 
 
નોકરી- નૌકરીયાત લોકોને આ વર્ષ સારા પરિણામ મળશે. . વરિષ્ઠ તમારા વખાણ કરશે અને ઘણા દિવસોની ઈચ્છા પૂરી થઈ શકે છે. સમય પહેલા કાર્ય પૂરા કરતામાં સફળ રહેશો. ઉંચી સેલેરીવાળી નોકરી મળી શકે છે. 
 
વ્યાપાર- કારોબારના વિસ્તાર માટે સારું વર્ષ છે. સારો  લાભ મળશે અને ખુદને અનુભવ થશે કે વેપારમાં વૃદ્ધિ થઈ રહી છે. જો તમારી કુંડળીમાં જોશો  તો અગસ્ટ  પછી તમને એકાએક  લાભ થશે. પણ  સમય ઠીક નથી. 
 
પ્રેમ સંબંધ- નવા વર્ષમાં પ્રેમ સંબંધોથી તમને આનંદ મળશે. જો તમે પરિણીત છો કે કોઈનાથી પ્રેમ કરો છો તો પ્રેમના બંધન લગ્ન બંધનમાં બદલવાની શક્યતા છે. જીવનસાથી સાથે સારો  તાલ-મેલ બન્યો રહેશે. પાર્ટેનર સાથે તમારો  વ્યવહાર સારો  રહેશે. 
 
સેક્સ લાઈફ- એવું કહેવાય  છે કે સેક્સને લઈને તમે વધારે ઉત્સાહિત રહો છો. આ વર્ષે તમને સારું શારિરિક સુખ મળશે. માત્ર તમે ઉત્સાહિત નહી રહો પણ તમારા જીવનસાથી પણ એમાં તમારી પૂરી રીતે મદદ કરશે. 
 
ઉપાય- જો શનિની મહાદશા  ચાલી રહી છે તો પાંચ મંગળવાર હનુમાનજીને લાલ લંગોટ ચઢાવો. ભગવાનની પૂજા કરો અને પૂર્ણ શ્રદ્ધાના સાથે દાન પુણ્ય કરો. ગુરૂની મહાદશાની સ્થિતિમાં કોઈ ખાસ કરવાની આવશ્યકતા નથી. રાહુ કે કેતુની મહાદશાની અવધિમાં ઓછામાં ઓછા ત્રણ વાર દેવી કવચના પાઠ કરો . કોઈ બીજા ગ્રહની દશા કે મહાદશાની સ્થિતિમાં નિયમિત રૂપથી હનુમાન ચાલિસાના પાઠ કરવો  કારગર સિદ્ધ થશે. 
 

કન્યા રાશિ 
 
પારિવારિક જીવન- આ વર્ષ તમારા ગૃહસ્થ જીવનમાં ઉતાર-ચઢાવ થઈ શકે છે. થોડા સમય માટે કોઈ પારિવારિક કલેશ થઈ શકે છે. પણ સમય રહેતા બ્ધા ઠીક થઈ જશે. એના પાછળના કારણ અજ્ઞાનતા અને કામના દબાવ થઈ શકે છે. આથી આથી બચવાના પ્રયાસ કરો. વ્યક્તિગત અને પેશેવર જીવનને એક સાથ ન જોડો. અન્યથા વિવાદોના સામનો કરવું મુશ્કેલ થઈ શકે છે. એમના સ્તર પર એના સમાધાનના પૂરો પ્રયાસ કરો. 
 
સ્વાસ્થય- તમારા સ્વાસ્થયના હિસાબે આ વર્શ થોડું નબળું છે . સેહતના પ્રત્યે ધ્યાન આપવાની જરૂરત છે. ખાસ કરીને 11 અગસ્ત 2016 સુધી. શારીરિક મુશ્કેલીઓના સાથે-સાથે માનસિક પરેશાનીઓ પણ થઈ શકે  છે. , પાચન ચેહરા અને ગૈસની સમસ્યા થઈ શકે છે. એવા રોગોથી બચવા માટે નિયમિત રૂપથી વ્યાયામ કરો. અને ખાન-પાનના ખાસ ધ્યાન આપો. 
 
આર્થિક સ્થિતિ- આર્થિક બાબતો માટે આ વર્ષ થોડા ઠીક નહી . આર્થિક નુકશાન થવાની શકયતા છે. આમતો ગુરૂને ધનના સ્વામી ગણયા છે પણ તમારી કુંડળીના બારમા ઘરમાં જવાના કારણે તમારા માટે પરેશાની ઉભી કરી શકે છે. તમારા કોઈ નજીકી કે વિશ્વાસપાત્ર જ તમારા સાથે દગો કરી શકે છે. 
 
નૌકરી- તમારા દસમા ઘર પર કોઈ પન ગ્રહની દ્ર્ષ્ટિ નહી છે , જે તમારા માટે  મંગળકારી છે. મીડિયાથી સંકળાયેલા લોકોને લાભ મળશે કે સેલેરીમાં વૃદ્ધિ અને પદ્દોન્નતિ થશે. અગસ્ત સુધી તમારી સ્થિતિ સામાન્ય રહેશે પણ આ માસ પછીનો સમય વધારે લાભદાયક સિદ્ધ થશે. કાર્યસ્થળ પર નામના સાથે-સાથે શોહરત પણ મળશે. 
 
વ્યાપાર- નવા વર્ષમાં કારોબારમાં સફળતા તો મળશે , પણ 11 અગસ્ત પછી. ગુરૂ કે શનિની દશા ચાલી રહી છે તો અગસ્ત સુધી બધા પ્રકારના નિવેશોથી પરહેજ કરો અને ધૈર્ય . ધન સંચય કરવા માટે કોઈ બીજા રાસ્તાના ચૂંટ્ણી કરી શકો છો. આમ તો અગસ્ત પછી તમારા માર્ગ સરળ થશે , આથી અગસ્ત માહ સુધી વિત્તીય બાનતોમાં સાવધાની રાખો. 
 
પ્રેમ સંબંધ- આ વર્ષ તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા કાયમ રહેશે. નવા સંબંધ સ્થાપિત કરવામાં તમે સફળ થશો. જે લોકોના સાથે સંબંધો નિભાવી રહ્યા છો એને પણ સારા આત્મીય સુખ મળશે. આ જગજાહેર છે કે કોઈ પણ રિશ્તા શકના કારણે જ ખરાબ થાય છે. આથી શંકા થવા ના દો. 
 
સેક્સ લાઈફ- નવા વર્ષમાં તમે રોમાંસ પરિપૂર્ણ રહેશે. જીવનસાથીના સાથે તમારા વધારે સમય વ્યતીત થશે. આમતો જનનાંગોમાં મુશ્કેલી થઈ શકે છે અને શિથિલતાના આભાસ થઈ શકે છે. પણ આથી તમારા સુખોમાં કોઈ કમી નહી થશે. 
 
ઉપાય- જો કોઈ સૂર્યની દશા કે મહાદશા ચાલી રહી હોય તો આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ કરો. નિયમિત રૂપથી ભગવાન ભાસ્કરને અર્ધ્ય આપો. શુક્ર્ની મહાદશાની સ્થિતિમાં કનકધારા સ્ત્રોતના પાઠ કરો. ગુરૂની મહાદશાની સ્થિતિમાં ગુરૂવારના દિવસે ઉપવાસ કરો અને દાન કરો. 
 

તુલા રાશિ ફળ  
 
પારિવારિક જીવન - નવા વર્ષમાં તમારે માટે શનિ યોગકારક છે. પણ આ પોતાનો પ્રભાવ તો બતાવશે જ. આ વર્ષ  તમારે માટે કશુ વિશેષ નથી કરવાનો. પરિવારમાં વિવાદની સ્થિતિ ઉભી થઈ શકે છે. પરસ્પર સમન્વયની કમીને  કારણે સભ્યો વચ્ચે અંતર વધી શકે છે. આ સમય હતોત્સાહિત નહી હોય. જેવુ પણ હોય મામલાને શાંત કરવાનો  પ્રયત્ન કરો. વૈવાહિક જીવનમાં વૈજ્ઞારિક મતભેદ થઈ શકે છે. માતા-પિતાની સાથે સંબંધ સારા રહેશે. 
 
સ્વાસ્થ્ય-સ્વાસ્થ્યના લિહાજથી આ વર્ષ તમારે માટે સરેરાશ રહેનારો છે. કંઈક ખાસ તો નહી પણ કંઈક સામાન્ય જેવી  બીમારીઓ સાથે તમારો સામનો થઈ શકે છે. આંખ, ઘૂંટણોમાં દર્દ અને માથાનો દુ:ખાવો થવાની શક્યતા છે.   કેટલાક નવી આદતો જેવા નિયમિત રૂપે વ્યાયામ અને સ્વાસ્થ્ય આહારને અપનાવવાથી આ પરેશાનીઓથી બચી  શકે છે.  કેટલાક નવી આદતો જેવી નિયમિત રૂપે વ્યાયામ અને સ્વસ્થ્ય આહારને અપનાવવાથી આ પરેશાનીઓથી  બચી શકે છે. મસાજ પણ તમારે માટે લાભદાયક થઈ શકે છે.  
 
 
 
આર્થિક સ્થિતિ - શનિના બીજા ઘરમાં આવવુ અને ધનકારક ગુરૂનો રાહુ અને કેતુના અક્ષ પર જવુ કોઈ હાનિની તરફ  સંકેત કરી રહ્યો છે. ખોટુ રોકાણ નીતિને કારણે વધુ નુકશાન થવાની શક્યતા છે. તેથી પુર્ણ સાવધાની રાખો. કોઈપણ  અંજામ પર પહોંચતા પહેલા તથ્યોની પુરી રીતે તપાસ કરી લો.  

નોકરી - છઠ્ઠા ભાવનો સ્વામી ગુરૂ રાહુ અને કેતુ વચ્ચે છે અને તેના પર શનિની દ્રષ્ટિ પણ પડી રહી છે. પણ ગ્રહોની  આવી સ્થિતિ થયા પછી પણ તમને લાભની પ્રાપ્તિ થશે. ગુરૂ અને રાહુ વચ્ચેનુ અંતર ઘણુ છે. 
 
વેપાર - આવર્ષ તમને વ્યાપારિક દક્ષતાની પરિક્ષા લેવા અને ઘણા બધા નવા અનુભવ આપનારુ છે. વેપારમાં નફા  માટે એ જરૂરી છે કે તમે ઉંડુ ચિંતન કરવા અને લોકોને સલાહ કર્યા પછી જ કોઈ પગલુ ઉઠાવો. તમારી એક  નાનકડી ભૂલ તમને મોટુ નુકશાન આપી શકે છે. 
 
પ્રેમ સંબંધ - આ વર્ષ તમારા પ્રેમની પરિક્ષાનો છે. તમારા પાર્ટનરને દરેક રીતે ખુશ રાખવાનો પ્રયત્ન કરો.  એકબીજને સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે આ વર્ષ તમારા બંને વચ્ચે શંકા અને ગેરસમજ ઉભી થવાની શક્યતા  છે. આવા સમયમાં ધૈર્ય અને પ્રેમથી કામ લેવુ યોગ્ય રહેશે. 
 
સેક્સ લાઈફ - આ વર્ષ તમને ભરપૂર યૌન સુખોની પ્રાપ્તિ થવાની છે. પણ જેવી રીતે કહેવાયુ છે કે અતિ સર્વત્ર  વર્જયતે અર્થાત કોઈ પણ વસ્તુમાં અતિ ન થવી જોઈએ. તેથી આના હેબિટ્યુઅલ થતા બચો કારણ કે આ તમારા  આરોગ્ય માટે ઠીક નથી. 
 
ઉપાય - કહેવાય છે કે પત્થરમાં ખૂબ તાકત હોય છે. આ વાત સત્ય પણ છે. આ વર્ષે માણેક તમારી અનેક  પરેશાનીયો ને દૂર કરી શકે છે. તેથી જેટલુ બની શકે જલ્દી તેને ધારણ કરો.  જો સૂર્ય તમારી કુંડળીમાં 6, 8 અને 12  ભાવો સાથે જોડાયેલ કોઈ પણ મામલામાં યોગકારક ન હોય અને 1, 2 અને 11 ભાવોમાંથી યોગકાર હોય તો ગ્રહોના  દુષ્પ્રભાવોથી બચવા માટે માણેક ધારણ કરો. ચંદ્રમાથી જોડાયેલ આવી જ ગતિવિધિઓ માટે મોતી પહેરો. જો  શનિની દશા ચાલી રહી છે તો દરેક મંગળવારે હનુમાનજીના મંદિર જવાનુ ભૂલશો નહી. બધા પ્રકારની  પરેશાનીઓથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 

વૃશ્ચિક રાશિ 
 
પારિવારિક જીવન - વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2015નુ રાશિફળ નવા વર્ષમાં પરિવાર સાથે સંબંધ સારા  રહેવાના છે. ભાઈ-બહેન અને ચાહનારા તરફથી ખુશીઓ મળવાની છે. આ લોકો સાથે તમારો તાલમેલ પણ કાયમ  રહેશે. જોકે વર્ષના થોડા દિવસોમાં તમને સતત અનેક ઉતાર-ચઢાવનો સામનો પણ કરવો પડી શકે છે. 
 
સ્વાસ્થ્ય - આ વર્ષે તમને કોઈ શારીરિક પરેશાની તો નથી થવાની પણ આળસને કારણે તમારી દિનચર્યા પ્રભાવિત  થઈ શકે છે. કામને આગળ ટાળવા વિશે વિચારશો. સ્વભાવ ચિડચિડો હોઈ શકે છે.  આને જેટલો જલ્દી હોઈ શકે  ત્યજવાનો પ્રયાસ કરો. 
 
આર્થિક જીવન - ગુરૂ તમારા બીજા ભાવ મતલબ ધનભાવના સ્વામી છે. આ વર્ષે આ ઘણા દિવસો સુધી રાહુ સાથે  પણ રહેનારો છે. સામાન્ય રીતે રાહુ હાનિ આપવા હોય છે અને જેને કારણે બેકારના કામોમાં તમારી ભાગીદારી  વધશે. આ સમય તમારી જમાપૂંજીના પ્રત્યે પુર્ણ સાવધાની રાકો. 11 ઓગસ્ટ પછી ગુરૂ રાહુથી શ્રેષ્ઠ થઈ જશે.  ત્યારબાદ તમે કોઈપણ પ્રકારનું રોકાણ કરી શકો છો. 
 
નોકરિયાત - રાહુના દસમાં ભાવમાં હોવુ અને ગુરૂ સાથે તેની યુતિ તમારી મુશ્કેલીઓને કારણે બની શકે છે.  કાર્યસ્થળ પર બધા ખોટા કાર્યો માટે તમારો અહંકાર ભરેલ વ્યવ્હાર જવાબદાર રહેશે. ઓગસ્ટ સુધી તમે ગુસ્સા પર  કાબૂ રાખો નહી તો તેના ભયંકર પરિણામ ભોગવવા પડી શકે છે. 
 
વેપાર - વેપારથી આ વર્ષે તમને સારો નફો થવાની આશા છે. ખોટા સ્ત્રોતોથી પણ બમણો લાભ થવાનો છે. લઘુ  વ્યવસાયથી પણ તમને સારો નફો મળશે. 
 
તેથી તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ વર્ષે ભાગ્ય તમને  સંપૂર્ણ રીતે મદદ કરવાનો છે. દોસ્તો અને ચાહકોની મદદથી તમારા અનેક મહત્વપુર્ણ કાર્ય પૂરા થશે.  
 
પ્રેમ સંબંધ - પ્રેમ સંબંધોથી પ્રસન્નાતા મળશે. પણ ઓગસ્ટ પછી.  આ પહેલા તમારા સંબંધો કાયમ રાખવા માટે  એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો અને સમજદારીથી કામ લો. એક એવો પણ સમય આવશે જ્યારે તમે બંને વચ્ચે   વાત-ચિત પણ બંધ થઈ શકે છે. 
 
સેક્સ લાઈફ - સેક્સ લાઈફ સારો રહેવાનો છે. યોન સુખોના આનંદ તમારા પુર્ણ વર્ષ મળવાનો છે. સંબંધોમાં  પ્રગાઢતા અને આ તમને આત્મસંતુષ્ટિ પ્રદાન કરશે.  જીવનસાથી સાથે વૈવાહિક જીવનનો ભરપૂર આનંદ મળશે અને  શારીરિક સુખોની પણ પ્રાપ્તિ થશે.  
 
ઉપાય - તમારા માટે સારો ઉપાય એ રહેશે કે તમે હનુમાન ચાલીસાનો નિયમિત રૂપે પાઠ કરો. તમારી આસપાસના  વાતાવરણને સ્વચ્છ રાખો અને લોકોને ઈર્ષા કરવાથી પરેજ કરો. તેનાથી તમને સમયની બરબાદી ઉપરાંત કશુ પણ  મળવાનુ નથી. તેથી ઈર્ષાનો સંપૂર્ણ રીતે પરિત્યાગ કરો.
 
ધન 
પારિવારિક જીવન - આ વર્ષ તમારા પરિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ થવાની વધુ શક્યતા છે. સારા અને ખરાબ  બંને અનુભવ મળવાના છે. માતા સાથે સારા સંબંધો રહેશે અને તે દરેક વખતે તમારી મદદ કરશે. તેમના પ્રેમ  આગળ વધવામાં મદદ મળશે.   વૈવાહિક જીવનનો પણ આનંદ મળવાનો છે. બાળકો અને જીવનસાથી સાથે તમે  ખુશી પુર્વક જીવન વ્યતીત કરશો. ભાઈઓ સાથે કેટલાક સામાન્ય વિવાદ થઈ શકે છે. તેથી તમારા વ્યવ્હારમાં સંયમ  રાખો. એ બતાવવુ ખૂબ જ જરૂરી છે કે બધા લોકોના ભવિષ્યનુ પરિણામ જન્મ-કુંડળી મુજબ જ હોય એ જરૂરી નથી. 
 
સ્વાસ્થ્ય - આ વર્ષ તમને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નિયમિત રૂપે વ્યાયામ  કરવુ અને ખાન-પાન પર ધ્યાન આપવુ થોડી હદ સુધી પરેશાનીઓથી બચાવી શકે છે. માંસપેશીયો, રક્ત અને  લિવર  સાથે સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. આંખોનું વિશેષ ધ્યાન રાખો. 
 
આર્થિક સ્થિતિ - આ વર્ષે તમારી સ્થિતિ થોડી નબળી રહી શકે છે. આ માટે તમારે થોડી સાવધાની રાખવી પડશે.  ખાસ કરીને એ લોકોને જે શનિની દશામાંથી પસાર થઈ રહ્યા છે. તમારી જમાપૂંજીમાં કમી દેખાશે. તેથી સમજદારી  સાથે પૈસા ખર્ચ કરો અને નાણાકીય જોખમ ઉઠાવવાથી બચો. 
 
નોકરી - નોકરિયાત લોકો માટે આ વર્ષ શાનદાર સાબિત થશે. ઓગસ્ટ મહિના પછી તમને ખાસ નફો પ્રાપ્ત થવાનો  છે. આ નફો તમને સેલેરીમાં  વધારો અને નવી નોકરીની તકના રૂપમાં મળી શકે છે. વરિષ્ઠ અધિકારી તમારી ખૂબ  મદદ કરશે. તમારુ કાર્ય કાબિલે તારિફ રહેશે. 
 
વેપાર - વેપરીઓને આ વર્ષ સરેરાશ પરિણામ મળવાના છે. બધા મામલે નિર્ણય સમજી વિચારીન જ લો. જો કે તમે  વેપાર મામલે ખૂબ  હોશિયાર છો. છતા પણ તમારા સ્તર પર પુરી સાવધાની રાખો. કારણ કે વરસાદ પહેલા જ  છત્રી સુધારી લેવી યોગ્ય રહે છે. 
 
પ્રેમ સંબંધ - પ્રેમ સંબંધો માટે આ વર્ષ ખૂબ જ સામાન્ય રહેવાનુ છે. કોઈ મોટી સમસ્યા નથી થવાની છતા પણ  તમારી તરફથી પુર્ણ સાવધાની રાખો. સંબંધો વચ્ચે કોઈ પ્રકારનો શક અને ગેરસમજને ઉભી થવા ન દેશો. 
 
યૌન જીવન - આ વર્ષ તમારી સેક્સ લાઈફ સારી રહેવાની છે. ભરપૂર શારીરિક સુખોની પ્રાપ્તિ થશે. અનૈતિક સંબંધો  પણ ઉભા થવાની શક્યતા છે. વિધવા કે પોતાના સ્તરથી અલગ કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનવાની  શક્યતા છે. પણ આનાથી દૂર જ રહો તો સારુ રહેશે.  
 
ઉપાય - યોગ્ય દિશામાં વિચારો અને શક્ય હોય તો રામચરિત માનસનો પાઠ કરો. આ વર્ષ તમારે માટે આ સૌથી  મોટો ઉપાય સાબિત થશે. જો શક્ય હોય તો હંમેશા તમારી સાથે રામ-રક્ષા સ્ત્રોત રાખો અને ખરાબ સમયમાં તેને  વાંચો. 
 

મકર 
પારિવારિક જીવન - આ વર્ષે તમારુ પારિવારિક જીવન કંઈક ખાસ નહી રહે. ઘણા ઉતાર-ચઢાવ થવાની શક્યતા છે.  માતા-પિતા સાથે સંબંધો સારા રહેશે. પણ ભાઈ સાથે થોડો વિવાદ થઈ શકે છે. કેટલાક ફાલતૂના લડાઈ ઝગડા  થવાની શક્યતા છે. તેથી વિવાદોથી દૂર રહો. માનસિક ગૂંચવણોમાં ન પડો. તેનાથી તમારી વ્યવસાયિક અને  સામાજીક બંને જીંદગી પ્રભાવિત થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધો પર ધ્યાન આપવાની જરૂર છે. 
 
સ્વાસ્થ્ય - આવનારુ આ વર્ષ એ વાત તરફ ઈશારો કરી રહ્યુ છે કે આરોગ્યને લઈને વધુ સતર્ક રહેવાની જરૂર છે. પેટ,  માથાનો દુ:ખાવો, આંખ, લિવર અને માથા સંબંધી બીમારીઓથી પરેશાની થઈ શકે છે. તણાવ લેવાથી બચો અને  ખુશ રહેવાનો પ્રયત્ન કરો.  
 
આર્થિક સ્થિતિ - આર્થિક મામલા સાથે સંબંધિત કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પણ બધુ મળીને  આ વર્ષ તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. બીજા ભાવમાં રાહુ અને કેતુનુ જવુ કોઈ નુકશાનની તરફ ઈશારો  કરી રહ્યુ છે. જેની પાછળનું કારણ ફાલતૂં ખર્ચ મિત્રો સાથે હેર-ફેર અને અપરાધિક ઈરાદો પણ હોઈ શકે છે.  આવુ  બધા લોકો સાથે નહી થાય સૌને પોતાની જન્મકુંડળી મુજબ પરિણામ મળશે. 
 
નોકરી - સરકારી નોકરી કરનારાઓને આ વર્ષે કેટલાક સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા  વખાણ અને માન-સન્માન પણ વધશે.  નવી અને સારી નોકરી મળવાની શક્યતા છે.  નોકરી સંબંધી બધી ઈચ્છાઓ  પુરી થશે.  જો રાહુ અને કેતુની અંતરદશા ચાલી રહી છે તો કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.  
 
 
વેપાર - વેપારીઓ માટે સૌથી સારુ વર્ષ સાબિત થશે. સારો નફો મળવાની શક્યતા છે. દરેક હાલતમાં તમને લાભ  થવાનો છે. જો રાહુ, કેતુ કે ગુરૂની દશા ચાલી રહી છે અને તેમાથી કોઈપણ જો નીચ ભાવમાં બીરાજમાન છે તો  અધિક સતર્કતા રાખવાની જરૂર છે.  કેટલાક નવા વ્યાપારિક ભાગીદાર મળશે. વેપારનો વિસ્તાર થશે અને સરકારી  ઠેકા મળશે. 
 
પ્રેમ-સંબંધ -એવુ કહેવાય છે કે મકર રાશિના જાતક ખૂબ જ રોમાંટિક પ્રવૃત્તિના હોય છે. આ વર્ષે તમારી આ પ્રવૃત્તિમાં વધારો  થશે. જે લોકો કોઈની સાથે સંબંધો નિભાવી રહ્યા છે. તેમને ખૂબ જ આનંદની અનુભૂતિ થવાની છે અને જે લોકો કોઈ  પાર્ટનરની શોધમાં છે તેમને પણ સુખદ પરિણામ મળવાનું છે. 
 
સેક્સ લાઈફ - આ વર્ષે યૌન ક્રિયાઓ તરફ તમારી સક્રિયતા વધુ રહેશે. કેટલીક અપ્રાકૃતિક ક્રિયાઓમાં તમારી  સંલિપ્તતા જોવા મળશે. યૌન ક્રિયાઓ પ્રત્યે તમારી રુચિ વધશે.  લગ્નેત્તર સંબંધ પણ બનવાની શક્યતા છે. પણ  આનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. 
 
ઉપાય - હનુમાન ચાલીસા, શનિ સ્ત્રોતનો પાઠ કરવો અને મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં દાન કરવુ તમારે  માટે સચોટ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત અર્ગલા સ્ત્રોતનો પણ પાઠ કરી શકો છો.  

કુંભ રાશિ 
પારિવારિક જીવન- આ વર્ષે તમારી પારિવારિક સ્થિતિ સારી થશે. પરિવારજનો સાથે તમે આનંદિત રહેશો. એ લોકો શર્ત વગર  તમારી મદદ કરશે અને પ્યાર કરશે. દરેક દિવસ તમે પ્રફુલ્લિત અનુભવશો અને સમસ્યાઓના સમાધાન સુગમતાથી કરવામાં સફલ રહેશો. પરિવારમાં કોઈ પ્રકારના ઝગડો-કલેશ થવાની સંભાવના નજર નહી આવી રહી છે. આમ તો રાહુ તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરશે ,પણ ત્યાં પહેલા જ ગુરૂ હોવાના કારણે અગસ્ત સુધી દાંમપ્ત્ય જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે. 
 
સ્વાસ્થય- આ વર્ષે તમારી સેહત સારી રહેશે , કોઈ મોટી  સમસ્યા નહી થશે . અગસ્ત પછી કોઈ મુશ્કેલીઓના સામનો કરવું પડી શકે ચે જનનાંગ અને મસગજ કોઈ મુશ્કેલી આવી શકે છે. 
 
આર્થિક સ્થિતિ - આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે , પણ થોડી સાવધાને રાખવાની જરૂરત છે. અતિવ્યયી ના બનો. જ્યારે સુધી ખૂબ જરૂરી ના હોય કોઈને પૈસા ન આપતા. સાથે જબિનજરૂરી પૈસા ખર્ચ ના કરો. કારણકે મહેનત કરીને પૈસા હાથમાં આવે છે. અગસ્ત માસ સુધી વધારે સાવધાની રાખવાનની જરૂર છે. 
 
નૌકરી- નોકરીયાત લોકો માટે વર્ષ અનૂકૂળ  છે. ચારે બાજુથી લાભ મળવાની શકયતા છે. જે લોકો શનિની દશાથી ગુજરી રહ્યા છે એમનો આવતું વર્ષ 3-4 વર્શ આંનંદ સાથે ગુજરશે. જે લોકોની ગુરૂની દશા ચાલી રહી છે એમને થોડી મુશ્કેલીઓના સામનો કરવું પડી શકે છે. 
 
વેપાર- વેપારી વર્ગને આ વર્ષે કોઈ ખાસ લાભ મળી શકે છે. જે લોકો શનિની દશાથી ગુજરી રહ્યા છે એને વધારે લાભ મળવાની શક્યતા છે પણ જે લોકોની કેતૂની દશા ચાલી રહી છે ,  એને કોઈ ખાસ લાભ નહી થશે. 
 
પ્રેમ સંબંધ - આ વર્ષે તમારા પ્રેમ સંબંધ ખૂબ સામાન્ય રહેશે. કોઈ બીજા કાર્યોના કારણે ,પ્રેમ સંબંધોના આનંદ લેવામાં સક્ષમ નહી રહેશે. જે લોકો કોઈના સાઅથે સંબંધો નિભાવી રહ્યા છે , એને કેટલીક વિપરીત પરિસ્થિઓના સામનો કરવું પડી શકે છે. 
 
સેક્સ લાઈફ- આ વર્ષ તમને ખૂન આનંદની અનૂભૂતિ થશે. કામેચ્છામાં વૃદ્ધિ થશે. પણ લગ્નસિવાયના સંબંધ બનાવવાથી પરહેજ ના કરો. નહીતર અપમાન થવાની શક્યતા છે. આથી વ્યવહારમાં સંયમ બનાવીને રાખો અને યૌન સુખોના આનંદ લો. 
 
ઉપાય - હનુમાન ચાલીસાના પાઠ કરો તમારા માટે કારગર સિદ્ધ થશે. સાથે જ રામચરિત માનસના નિયમિત રૂપથી પાઠ કરવા પણ બધી મુશકેલીઓને દૂર કરી શકે છે. રોજ દુર્ગા દેવી કવચના પાઠ પણ કરી શકો છો. 
 
 
 
 
 
 

મીન રાશિ 
પારિવારિક જીવન - નવા વર્ષમાં તમારી લાઈફમાં કોઈ અપ એંડ ડાઉંસ થતા રહેશે. અગસ્ત માસ સુધી ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જીવનસાથીનાઅ સથે સંબંધ સારા કરવાની કોશિશ કરો અને ગુસ્સા અને અહંકારને પૂરી રીતે ત્યાગી દો. બિનજરૂરી રૂપથી ઝગડા થઈ શકે છે. પણ એને ટાળવાની કોશિશ કરો . અગ્સત પછી સ્થિતિ પોતે સુધરી જશે. દરેક સંબંધોમાં તમને સુધાર નજર આવશે. માતાના સાથે સંબંધ સારા રહેશે. પણ પિતા સાથે કોએ વૈચારિક મતભેદ થઈ શકે છે. 
 
સ્વાસ્થય- સેહત માટે આ વર્ષ ઔસત રહેશે. અગસ્ત પછી વધારે સાવધાની રાખવામી જરૂરત છે. કારણકે રોગ થવાની શક્યતા વધારે છે. જો ગુરૂની મહાદશા ચાલી રહી છે તો સ્વાસ્થય સંબંધી પરેશાની થવાની શક્યતા છે. 
 
આર્થિક સ્થિતિ- આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ધન સંચય કરવાની અને કમાવવામાં તમે સક્ષમ રહેશો. વધારે ખર્ચ થવાની શકયતા ઓછી છે. બધું સામાન્ય રહેશે અને ધનના આગમન પણ થશે. અગસ્ત સુધી સાવધાની રાખવાની જરૂરત છે. 
 
નૌકરી- શરૂઆતમાં થોડી મુશકેલીઓના સામનો કરવું પડી શકે છે , પણ સમય સમયના સાથે સ્થિતિઓમાં સુધાર થશે. સમય તમારા માટે અનૂકૂળ છે નવી નૌકરી મળવાની શકયતા છે  ,પણ નૌકરી મળતા પહેલા નૌકરી મૂકવાની ભૂલ ના કરો. 
 
વેપાર- વ્યાપારિઓ માટે આ વર્ષ સારા પરિણામ આપશે. અગસ્ત પછી કારોબારથી સારા લાભ થશે. અગસ્ત પહેલાના પણ સમય અનૂકૂળ છે પણ સાવધાની રાખવાની જરૂર છે. આ માસના પહેલા કોઈ ઉપર વિશ્વાસ ના કરો. કારણકે તમારી સાથે ધોખાધડી થઈ શકે છે. 
 
પ્રેમ -સબંધ - આ વર્ષ તમારા પ્રેમ સંબંધ સામાન્ય રહેશે. જો તમે કોઈને પ્રપોજ કરી રહ્યા છો તો અગસ્તના મધ્યે સુધી ઈંતજાર કરો. કારણકે આ સમય પછી સારા પરિણામ મળવાની શકયતા છે. 
 
સેક્સ લાઈફ્ - સેક્સ લાઈફમાં કોઈ ખાસ મજા નહી આવશે. તમે વધારે સમય નહી આપી રહ્યા  અને તમારી રૂચિ ખત્મ થઈ ગઈ છે. શારિરિક નબળાઈ થવાની શક્યતા છે. સારા સંબંધો માટે તમારા પાર્ટનર સાથે વધારે સમય ગાળવા જરૂરી છે. 
 
ઉપાય - ગુરૂવારના ઉપવાસ કરો . આ સિવાય ગાયને પીળા અન્ન ખવડાવો અને વૃદ્ધ બ્રાહ્મણને કે વિકલાંગને પીળા વસ્ત્ર દાન કરો. 
 
 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Shani Gochar 2025: વર્ષ 2025માં આ રાશિની શરૂ થશે શનિની ઢૈય્યા, જાણો શુ રહેશે પ્રભાવ

21 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને સારી તક મળશે

Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર દરમિયાન શનિ ધારણ કરશે ચાંદીના પાયા, આ રાશિઓ થશે માલામાલ

20 નવેમ્બરનુ રાશિફળ- આજે આ રાશિઓને મળશે શુભ સમાચાર

19 નવેમ્બરનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોએ બહારગામનો પ્રવાસ ટાળવો