Biodata Maker

વાર્ષિક રાશિફળ 2015 - જાણો સિંહ રાશિવાળા માટે કેવુ રહેશે નવુ વર્ષ 2015 ?

Webdunia
બુધવાર, 31 ડિસેમ્બર 2014 (11:50 IST)
પારિવારિક ભવિષ્યફળ - સિંહ ભવિષ્યફળ 2015 મુજબ પારિવારિક બાબતો માટે આ વર્ષ ઓછુ અનુકૂળ છે. ચતુર્થ ભાવમાં સ્થિત શનિ તમને ઘરેલુ જીવનમાં કેટલીક્ ચિંતાઓ આપી શકે ક હ્હે. બીજી બાજુ બીજા સ્થાન પર રાહુ પરિજનો સાથે સાંમજસ્ય બેસાડવામાં મુશ્કેલી ઉભી કરશે.  પરિવારના કેટલાક કોકોનો વ્યવ્હાર ઠીક નહી રહે. તેથી વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમને તમારી અંદર પ્રતિરોધાત્મક શક્તિ વિકસિત કરવી પડશે.  જો કે સિંહ 2015 રાશિફળના અનુરૂપ વર્ષના બીજા ભાગમાં ગુરૂની સ્થિતિ સારી હોવાને કારણે સ્થિતિ સારી રહેશે.  
સ્વાસ્થ્ય ભવિષ્યફળ - સિંહ રાશિફળ 2015 કહે છે કે સ્વાસ્થ્યના હિસાબે આ વર્ષ ઓછુ અનુકૂળ છે. આવામાં સંયમિત દિનચર્યા અને જીવનશૈલી અપનાવીને તમે ખુદને સારા બનાવવાનો પ્રયત્ન કરતા રહો. કોઈ આર્થિક મુદ્દાને લઈને કે કોઈ વિરોધીના કારણે મગજમાં તણાવ ન પાળશો. ખાન-પાન પર સંયમ રાખો. કોઈપણ મુદ્દામાં જરૂરરિયાતથી વધુ જીદ ન કરો. ચિડચિડા ન બનો નહિ તો આ સર્વનો તમારા આરોગ્ય પર નકારાત્મક પ્રભાવ પડશે. સિંહ 2015  રાશિફળ કહે છે કે આ વર્ષે વાહન સાવધાનીથી ચલાવો અને બિન જરૂરી મુસાફરીથી બચો. 
 
 પ્રેમ અને વૈવાહિક ભવિષ્યફળ - આ વર્ષે તમારો પંચમેશ ગુરૂ ઉચ્ચાવસ્થામાં રહેશે. તેથી સિંહ રાશિફળ 2015 ના મુજબ પ્રેમ સંબંધોમાં અનુકૂળતાનુ આવવુ સ્વાભાવિક છે. પણ વર્ષના પહેલા ભાગમાં દ્વાદશ ભાવમાં ગુરૂને ગોચરના કારણે તમારે તમારા પ્રિયજનથી દૂર જવુ પડી શકે છે. અથવા કોઈ દૂર રહેનારા વ્યક્તિ સાથે તમને પ્રેમ થઈ શકે છે.  યુવા વર્ગની સોશિયલ સાઈટ્સ વગેરેના માધ્યમથી કોઈને પ્રેમ થઈ શકે છે. વર્ષના બીજા ભાગમાં પણ પ્રેમ પ્રસંગ માટે અનુકૂળતા છે. આ સમય પ્રેમ. સગાઈ અને વિવાહ માટે અનુકૂળ રહેશે. 
કાર્યક્ષેત્ર ભવિષ્યફળ - સિંહ રાશિફળ 2015 કહે છે કે શનિની દ્રષ્ટિ સમગ્ર વર્ષ તમારા કર્મ સ્થાન પર રહેશે. બીજી બાજુ વર્ષનો પ્રથમ ભાવમાં ગુરૂવારનો ગોચર પણ અનુકૂળ નથી. તેથી આ સમય તમારી સૃજનાત્મક ક્ષમતા છુપી રહેશે.  તમે તમારા કામને અંજામ આપવામાં મુશ્કેલીનો અનુભવ કરશો. કાર્યક્ષેત્રના કેટલાક પ્રતિદ્વંદીયો દ્વારા પણ રૂકાવટ નાખી શકાય છે. આ સમય કોઈપણ વ્યવસાયિક યાત્રાને કરવાથી પહેલા સારી રીતે સમજી લો કે એ યાત્રા તમારે માટે લાભકારી છે કે નહી. જોકે સિંહ ભવિષ્યફળ 2015ના મુજબ વર્ષના બીજા ભાગમાં સ્થિતિયા સારી રહેશે અને તમારી પદોન્ન્નતિના યોગ મજબૂત થશે.  
આર્થિક ભવિષ્યફળ - બીજા ભાવમાં રાહુ અને શનિની ઢૈયાને જોતા એ કહેવુ યોગ્ય રહેશે કે આ વર્ષે તમારે આર્થિક બાબતોમાં વિશેષ સાવધાનીથી કામ લેવુ પડશે. કેટલાક અચાનક ખર્ચા આવી શકે છે અને તમારા આર્થિક બેલેંસને બગાડી શકે છે. તેથી પહેલા આ મામલાને જાણીને તમે અત્યારથી થોડી વધુ બચત કરી શકો છો. જો કે વર્ષના બીજા ભાગમાં સ્થિતિયો થોડી સારી રહેશે પણ સાવધાનીની જરૂર તો એ સમયે પણ રહેશે. સિંહ રાશિફળ 2015 કહે છે કે તમને ગુજરાન ચલાવવા પુરતુ ધન મળતુ રહેશે પણ ખર્ચા પર નિયંત્રણ કરવુ પણ જરૂરી રહેશે. 
 
શૈક્ષણિક ભવિષ્યફળ - સિંહ રાશિફળ 2015 મુજબ વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ મિશ્રિત પરિણામોવાળુ રહેશ્ જે લોકો વિદેશ કે દૂર જઈને અભ્યાસ કરવા માંગે છે તેમને માટે વર્ષનો પહેલો ભાગ વધુ અનુકૂળ રહેશે. સિંહ ભવિષ્યફ્ળ 2015 દર્શાવે છે કે ઉચ્ચ શિક્ષા માટે વર્ષનો પ્રથમ ભાગ વધુ અનુકૂળ છે પણ શનિની ચતુર્થમાં સ્થિતિને જોતા મહેનતથી પાછા ન પડવુ જોઈએ. જો તમે આવુ કરી શકશો તો સારા પરિણામો ચોક્કસ મળશે. બીજી બાજુ વર્ષનો બીજો ભાગ પ્રારંભિક શિક્ષા માટે વધુ અનુકૂળ રહેશે. તમારો આત્મવિશ્વાસ પણ મજબૂત થશે. 
 
 

સિંહ રાશિફળ 2015 ઉપાય 
- દર શનિવારે કુવામાં 100 ગ્રામ દૂધ નાખો અને રાત્રે દૂધ ન પીશો 
- માથા પર કેસરનુ તિલક લગાવો 
 
આશા છે કે તમે આ સિંહ રાશિફળ 2015 દ્વારા તમારા આવનારા વર્ષને સ્વાસ્થ્ય. કાર્યક્ષેત્ર વગેરેના હિસાબથી નિયોજીત કરશો અને આવનારી વિપત્તિઓનો ઉપાય પણ જાણી શકશો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

ભારત સરકારે સલાહકાર જારી કર્યો: "ભારતીયોએ તાત્કાલિક ઈરાન છોડી દેવું જોઈએ"

Maharashtra BMC Election Voting 2026- મુંબઈના 'મહારાજા'નો આજે નિર્ણય, મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ સંસ્થાઓમાં મતદાન

દિલ્હીમાં મોટી એન્કાઉન્ટર: બુરાડીમાં ગોળીબાર, 2 શાર્પશૂટરની ધરપકડ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

Show comments