Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ 2015 : હાથ મિલાવીને ઓળખો સ્વભાવ

Webdunia
ગુરુવાર, 21 મે 2015 (08:40 IST)
તમારી હસ્તરેખા તમારુ ભવિષ્ય કહે છે એવુ કહી શકાય, પણ ફક્ત હસ્તરેખા નહી પણ તમારો હાથ પણ તમારુ ભવિષ્ય નક્કી કરે છે. કારણ તમે જ્યારે બીજા સાથે 'શેકહેન્ડ'માટે હાથ મિલાવો ત્યારે તે વ્યક્તિને તમારો સ્વભાવ ખબર પડી શકે છે. કોઈપણ નવી વ્યક્તિ સાથે માત્ર હાથ મેળવીને આપણે પણ સામેની વ્યક્તિની ભાવના અને તેના વ્યવ્હારનો અંદાજ મેળવી શકીએ છીએ. 

જો કોઈ વ્યક્તિનો હાથનો પંજો પાતળો, કડક અને સંકાચાયેલો હોય તો તે વ્યક્તિ ઘણીવાર ચિંતાગ્રસ્ત કે પછી ગભરાયેલ હોઈ શકે. આવા લોકો અનેકવાર પોતાના કામ પૂર્ણ કરવામાં સફળતા નથી મેળવતા. 

જે લોકોના હાથનો પંજો જાડો, કડક અને કોમળ હોય છે તેવા લોકો વિલાસી અને કામૂક હોય છે. આવા લોકો પોતાનુ જીવન બધા સુખ સુવિદ્યા સાથે વ્યતિત કરે છે. 

જો કોઈ વ્યક્તિનો પંજો પાતળો, કોમળ હોય તો તે વ્યક્તિ આળસી હોય છે, આવા લોકો વધુ કામૂક સ્વભાવના હોય છે. આળસને કારણે તે ઘણીવાર પોતે જ પોતાના પગ પર કુહાડી મારી લે છે. 


- જે લોકોનો હાથનો પંજો કડક હોય છે તેવા લોકો વધુ મહેનતી હોય છે, પંજો અને આંગળીઓ સમાન હોય તો આવી વ્યક્તિઓ સ્થિર મન, મહેનતી અને કોઈપણ વાત ત્વરિત ધ્યાનમાં લેનારી હોય છે. બધા લોકો સાથે તેમનો વ્યવ્હાર એકસમાન હોય છે. 

પંજાના મધ્યભાગ ભરાવદાર હોય તો આવા લોકો બદનસીબ કહેવાય છે. આવા લોકોની સમસ્યા ઉકેલવાનું નામ જ નથી લેતી. 

જે લોકો ખૂબ સમજી વિચારીને કામ કરે છે તેવા લોકોના હાથ સાધારણરીતે મોટો હોય છે. કોઈપણ કામ આવા લોકો ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળે છે અને તેમને યશ જ મળે છે. 

જે વ્યક્તિનો પંજો સામાન્ય રીતે નાનો હોય એવી વ્યક્તિ નક્કી કરેલ યોજનાઓ યોગ્ય રીતે પાર પાડી શકતી નથી. આવા લોકોની હેંડરાઈટિંગ સાધારણ રીતે મોટા અક્ષરવાળી હોય છે. 

જો કોઈ વ્યક્તિનો હાથનો પંજો અને અંગૂઠો સ્રરળ( flexible)  હોય તો આવા લોકો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે પાછળ હટે છે. 

જે લોકોનો અંગૂઠો સુદ્દઢ અને કઠોર હોય આવા લોકો બીજાના વકતવ્ય પર જલ્દી સહમત થતા નથી. કાયમ સતર્ક રહેનારા હોય છે. અનેકવાર તેમને બીજા પર વિશ્વાસ થતો નથી.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

Show comments