Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાશિ મુજબ જાણો વેપાર-ધંધામાં સફળ થવાની ટિપ્સ

Webdunia
બુધવાર, 4 માર્ચ 2015 (16:33 IST)
ઘણા લોકોના મનમાં પોતાના વ્યવસાય-ધંધો કરવાની અને સફળ બનવાની ઈચ્છા હોય છે. પણ ઘણી વાર સારી શોધ અને બધી તૈયારીઓ છતા પણ માણસને સફળતા નથી મળતી . એ પાછળ જ્યોતિષીય  કારણ પણ હોઈ શકે છે. કારણ કે દરેક રાશિની પોતાની એક જુદી વિશેષતા હોય છે જે માણસને ધંધામાં સફળ બનાવી શકે છે.  
જાણો રાશિ  પ્રમાણે ધંધામાં સફળ થવાના ટિપ્સ 
 
મેષ Aries- મેષ રાશિના જાતકોમા જન્મથી લીડરશિપ ક્વાલિટી હોય છે અને તેમણે કોઈ પણ વસ્તુના માલિક  થવું ગમે  છે. તેમનામાં  કૂટનીતિ આચરણની અછત હોય છે.  સફળ વ્યવસાય કરવા મેષ રાશિના લોકોએ પરિસ્થિતિયોને ચતુરાઈથી હેંડલ કરતા શીખવુ. 
 
વૃષ  (Tauras)- વૃષ રાશિવાળા પોતાના લક્ષ્યને  મેળવવા માટે સખત મહેનત  કરે છે. પણ વધારે પડતો  સમય આ લોકો જૂની  અને રૂઢિવાદી રીતો પર જ વધારે ભરોસો કરે છે. પોતાના વ્યાપારને નવી ઉંચાઈયો સુધી લઈ જવા માટે જરૂરી છે કે વૃષ રાશિના લોકો નવી તકનીક અને નવા દ્રષ્ટિકોણનો ઉપયોગ કરો. 
 
મિથુન  (Gemini)- આ રાશિના લોકોની  વિશેષતા એ  છે કે તે કોઈને કોઈ પણ કાર્ય કરવા માટે સરળતાથી રાજી કરી લે છે. પણ ઘણી વાર જરૂર કરતા વધારે બોલવાના કારણે કોઈ રહસ્યની વાતને છિપાવી નથી શકતા.  ધંધામાં સફળ થવા માટે  મિથુન રાશિવાળાએ સહનશીલ બનવું અને સ્થિર રહેતા શીખવુ. 
 
કર્ક (Cancer)- વ્યાપાર ધંધામાં ગૃહ  રૂચિના કારણે કર્ક રાશિ વાળા એમના ગ્રાહકને ખુશ રાખવુ  જાણે છે. પણ ઘણી વાર સમય સાથે તેઓ બેદરકાર થઈ જાય છે. અને ધંધામાં રૂચિ ગુમાવી બેસે  છે. પોતાના વ્યવસાયને ઉંચાઈયો પર કાયમ  રાખવા માટે જરૂરી છે કે કર્ક રાશિવાળા વ્યવસાયમાં પોતાની લય અને રૂચિને જાળવી રાખે. 
 
સિંહ   (Leo)- સિંહ રાશિવાળા સારા નેતા, સંયોજક અને પ્રબંધક હોય છે. ઘણી વાર અનિશ્ચિતતા કે હાનિ થવાથી ગભરાઈ જાય છે અને પોતે પણ પરેશાનીમાં પડી જાય છે. ધંધામાં સફળ થવા માટે જરૂરી છે કે સમયના સાથે ચાલવું સીખવું. સાથે જ બીજા પર પોતાની વાતો લાદવા ઉપરંત બીજાના વિચાર અને ઉપાયો સાંભળવું જોઈએ. 
 
કન્યા (Virgo)- કન્યા રાશિવાળા પર્ફેક્ટનિસ્ટ હોય છે. અને ખરાબ કામ એને સહન થતું નથી. તે ઈચ્છે છે કે એમની નિપુણતા અને ઉત્કૃષ્ટતાની સરખામણી કરે. અવરોધ આવતા તે ખૂબ જલ્દી ઉદાસ થઈ જાય છે. વ્યવસાયમાં સફળ થવા માટે જરૂરી છે કે કન્યા રાશિવાળા પોતાની ભાવનાઓ અને સ્વભાવ પર કાબૂ રાખે. 
 
તુલા (Libra)- પોતાની કૂટનીતિ આચરણ અને સારા સંપર્કોના કારણે તુલા રાશિવાળા સમય ગુમવ્યા વગર  પોતાના ધંધા માટે ગ્રાહકો  અને રોકાણકારોને તૈયાર કરી લે છે. પણ એમની ઉતાવળપણું અને ગભરાહટ ઘણીવાર બીજાને હેરાન કરી દે છે. 
 
વૃશ્ચિક (Scorpio)- ધંધામાં સફળ થવા માટે વૃશ્ચિક રાશિવાળા ઘણીવાર લાંબા સમય સુધી વગર અટકે પ્રેશરમાં કામ કરી લો છો. તે પોતાના જૂનૂનને એવી રીતે અનુસરણ કરી લે છે કે બીજા લોકો ઘણી વાર એને ખોટું સમજવા લાગે છે. વ્યાપારમાં સફળ થવા માટે જરૂરી છે કે વૃશ્ચિક રાશિવાળા લોકો અને પરિસ્થિતિયોને ચતુરાઈથી હેંડલ કરતા સીખવું.
 
ધનુ (Sagittarius)- ધનુ રાશિવાળા કોઈ પ્રોજેક્ટને શરૂ તો પૂરા ઉત્સાહ સાથે કરે છે પણ જો તેનું પરિણામ આવવામાં થોડો  સમય લાગે છે તો તરત જ પહેલાવાળો મૂકી અને બીજા પ્રોજેક્ટમાં લાગી જાય છે. ઘણીવાર એમનો  વ્યવહાર અવિવેકી થઈ જાય છે. જો ધનુ રાશિવાળા વ્યાપારમાં સફળ થવા ઈચ્છે છે તો તેમને શીખવું પડશે કે કોઈ પણ રીતનુ કામ ખત્મ કર્યા પછી જ બીજા કામ તરફ જવું. 
 
મકર (Capricorn)- મકર રાશિવાળા વ્યવસાયમાં ચુપચાપ, વિચાર વિમર્શ અને દૃઢતા સાથે આગળ વધે છે.  તેઓ  એવું પદ કે દરજ્જો  મેળવવો પસંદ કરે છે જ્યાં તેમના સંચાલનને વધુથી વધુ  અધિકાર મળી શકે. તેમના  આ વ્યવહારથી ઘણા લોકો એમની અંગે ગેરસમજમાં આવી જાય છે . પોતાની ભાવનાઓ પર પૂર્ણ નિયંત્રણ જ મકર રાશિવાળાઓ  માટે ધંધામાં સફળ થવાનો મંત્ર છે. 
 
કુંભ (Aquarius)- આ રાશિના લોકો ઘણી મેહનત કરનારા અને ખૂબ ઉત્સાહી હોય છે.  જે પોતાના વ્યવસાયને સફળ બનાવવા માટે પૂર્ણ જોર લગાવી નાખે છે. ઘણીવાર દબાણ અને ચિંતામાં આ લોકો આક્રમક અને અસભ્ય વ્યવહાર કરી નાખે છે. કુંભ રાશિવાળા માટે ધંધામાં સફળ થવાના બે મૂળ મંત્ર છે. પોતાના  ગુસ્સા પર કાબૂ મેળવો અને તનાવથી બચવુ. 
 
મીન (Pisces)- મીન રાશિના જાતક હમેશા જોશ અને મોહ માયાથી પ્રભાવિત થઈ જાય છે. તેમનો  હમેશા વ્યાપાર કલ્પનાશક્તિ, રચનાત્મકતા અને લાભથી ભરેલો  હોય છે. પણ આ પ્રક્રિયામાં આ લોકો ઘણીવાર હકીકતથી દૂર થઈ જાય છે. સફળ ધંધા માટે જરૂરી છે કે મીન રાશિ વાળા સારી પ્લાનિંગ કરે અને હકીકતનો સામનો કરે. 

 
 

 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

અંક જ્યોતિષ 2025- મૂળાંક 5 માટે વાર્ષિક 2025

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Ank Jyotish 2025 - મૂળાંક 4 આ વર્ષે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે

29 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Numerology predictions 2024 અંક જ્યોતિષ પ્રમાણે કેવુ રહેશે આજનો દિવસ જાણો

Show comments