Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રીતે દિવસની શરૂઆત થશે તો ઘરમા અન્ન-વસ્ત્ર અને ધનની કમી નહી આવે .

Webdunia
બુધવાર, 24 જૂન 2015 (14:54 IST)
સોહામણી રાત પછી સુંદર સવારથી થાય છે. જો તમારી સવાર સારી હોય તો આખો દિવસ સારો પસાર થશે. જ્યોતિષ શાસ્ત્રમાં એ માટે સિદ્ધાંત નક્કી કર્યા છે. જેથી સવારની શરુઆત કેવી રીતે કરાય તેનુ જ્ઞાન રહે.  કેટલાક લોકો સવારે ઉઠતા ભગવાનનુ નામ લેવુ પસંદ કરે છે તો કેટલાક પોતાની હથેળીનો દર્શન કરે છે તો કેટલાક   કોઈ એવા માણસનો ચેહરા જોવો પસંદ કરે છે જેના વિશે એવુ માનવામાં આવે છે કે તેનો ચહેરો શુભ છે. 

1. આપણા વડીલો ઘરેથી  નીકળતા સમયે દહીં ખાય છે. કારણ કે દહીને પવિત્ર માનવામાં આવે છે. દહીંમાં એટલા ગુણો છે જેને ખાવાથી શરીરને બીમારી સામે લડવાની તાકાત મળે છે.  સાથે તન-મનમાં હકારાત્મકતાનો સંચાર થાય છે. અને નકારાત્મક શક્તિઓનો નાશ હોય છે.  કદાચ આ કારણોસર અનેક પૂજામાં પણ દહીંની હાજરી જોવા મળે છે.  

2. સવારમાં સ્નાન પછી ઘરના દેવઘરમાં કે મંદિરમાં તુલસીના પાન, ફૂલ, લાલ કપડાં સવારે અર્પિત કરો. ફળ અથવા મીઠાઈ નો ભોગ લગાવો. ધુપ-દીપ કરી પાસે બેસી તુલસીની માળાથી તુલસી ગાયત્રી મંત્રનું 108  વાર સ્મરણ કરો. અંતે તુલસીની પૂજા કરો પછી. તુલસીના પાદડાનું સેવન કરો અને કરાવો. આવુ કરવાથી ઘણા રોગોથી બચાવ મળે છે.

3.ઘરમાં અનાજ,વસ્ત્ર અને વૈભવનો સમાવેશ કાયમ રહે એ માટે સવારે શરીરે શુદ્ધ વસ્ત્રો ધારણ કરી બ્રહ્મચર્ય વ્રતનું  પાલન કરતા પવિત્ર ભાવનાથી 9 એંગલવાળો સાથિયો 90 ડિગ્રીના એંગલમાં બધા એંગલ સરખા આવે એ રીતે બનાવો. કેસરથી ,કુમકુમથી,સિન્દુરથી અને તેલના મિશ્રણ થી અનામિકા આંગળીથી બ્રહ્મ મુહુર્તમાં વિધિપૂર્વક બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા નો આગમન થાય છે. સ્વાસ્તિક્માં લગભગ 1 લાખ સકારાત્મક ઉર્જાઓનો અસ્તિત્વ હોય છે.  

4. સવારે ઘરથી નીકળતા પહેલા માતા-પિતાનો આશીર્વાદ મેળવો.   સંસારમાં સૌથી અણમોલ છે. માતા-પિતાના આશીર્વાદ.  . માતા-પિતાના ચરણોમાં છે ચારધામ તીર્થ કરવાનુ ફળ. જે આશિષ તેઓ દિલથી આપે તેને ભગવાન પણ ટાળી શકતા નથી. તેમના આશીર્વાદથી આપણે સફળતા પર પહુંચી શકીએ છીએ. સનાતન ધર્મમાં માતા-પિતાની સેવાને સૌથી વધુ મહત્વ અપાયુ  છે.  પિતા પ્રસન્ન થતા બધા દેવતા પ્રસન્ન થઈ જાય છે. અને માતામાં બધા તીર્થ વિદ્યમાન છે. 

5. દેવઘર આસ્થાનું કેંન્દ્ર છે. શ્રદ્ધાળુ લોકો પોતાના ઘરમાં કોઈ એક નાનકડો ખૂણો પૂજા માટે નક્કી કરી લે. શ્રી રૂપોને રાખવા જગ્યાની કમી હોય તો એક દીવાલ પર કેલેંડર લટકાવી એને  મંદિર તરીકે કામમાં લઈ શકો છો. ઘરેથી નીકળતા પહેલા ઘરના દેવઘરમાં વિરાજિત ભગવાનના દર્શન કરો આવુ કરવાથી ભગવાનની કૃપા રહેશે અને દિવસ સારો જશે.   

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

Show comments