Festival Posters

ઓક્ટોબર 2014 - શુ તમે ઓક્ટોબરમાં જન્મ્યા છો તો જાણો કેવા છો તમે ?

Webdunia
મંગળવાર, 30 સપ્ટેમ્બર 2014 (11:52 IST)
મારો જન્મ કોઈપણ વર્ષના ઓક્ટોબર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ શાંત પ્રકૃતિના છો. દેખાવમાં એટલા સ્માર્ટ છો કે લોકોને તમારા પ્રત્યે ઈર્ષા થઈ શકે છે. શરૂઆતની અવસ્થામાં તમારુ આકર્ષણ થોડુ ઓછુ રહી શકે છે. પરંતુ જેમ-જેમ તમારી વય વધતી જાય છે, તમારા સૌદર્ય અને તંદુરસ્તીમાં સુધારો થતો જશે. વિશ્વાસ કરો કે આ સુધાર એટલો આવે છે કે તમને ચાહનારાઓની લાઈન વધતી જાય છે. 
 
તમે તમારી આસપાસ એક રહસ્યમયી ઘેરો બનાવીને મુકો છો. આ ઘેરાને દરેક તોડી નથી શકતા. દરેક સાથે તમારી મૈત્રી થઈ પણ નથી શકતી. તમારુ વ્યક્તિત્વ રાજસી હોય છે. દરેક વસ્તુને સાચવવી એ તમારી ખૂબી છે. તમને અસ્ત વ્યસ્ત રહેવુ પસંદ નથી. જો ઓક્ટોબરમાં જન્મવા છતા તમે હાલ-બેહાલ રહો છો તો તમારે તમારું ઈટ્રોસ્પેક્શન(આત્મઅવલોકન)કરવુ જોઈએ. ક્યાક એવુ તો નથી કે તમે હજુ સુધી તમારી જાતને ઓળખી જ નથી શક્યા. 
 
સુંદર રહેવુ અને સુંદર દેખાવવુ આ બંનેમાં અંતર છે. તમે સુંદર રહેનારાઓમાંથી છો. ભલે તમારો દેખાવ સામાન્ય હોય પરંતુ તમારી અંદર કંઈક વિશેષ આકર્ષણ શક્તિ છે જેને કારણે તમે ખુદને અનોખા અંદાજમાં રજૂ કરી સૌનુ દિલ જીતી લો છો. 
 
તમારામાં મુસીબતો સામે લડવાની તાકત પણ લાજવાબ હોય છે. ઘોર નિરાશાના સમયથી પણ તમે વાંરવાર નીકળી આવો છો. કોઈપણ મુદ્દા પર તરત પ્રતિક્રિયા આપવાથી આપ બચો છો. તમારી વાતને સમયમુજબ માપી તોલીને કહેવુ તમારી ઓળખ છે. શબ્દોને બરબાદ નથી કરતા પણ શબ્દોને યોગ્ય સમય પર યોગ્ય રીતે મૂકવામાં તમારો જવાબ નથી. 
 
ઓક્ટોબરમાં જન્મેલા કેટલાક યુવા સંબંધોની રાજનીતિમાં નિપુણ હોય છે. તમારામાં કોઈ વાતને ઉંડાઈથી સમજી લેવાની વિશેષ યોગ્યતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારી શાર્પનેસ પણ લોકોને માટે અદેખાઈ થવાનો વિષય હોય છે. 
 
પ્રેમની બાબતે તમારો કોઈ જવાબ નથી. પોતાના સાથીને ગહેરાઈથી અને મનમૂકીને પ્રેમ કરવો એ કોઈ તમારી પાસેથી શીખે. મોટાભાગે તમારો પ્રેમ સફળ નથી થતો પરંતુ તમારા તૂટેલા દિલનો અવાજ તમારા ઘરના લોકો પણ નથી સાંભળી શકતા. પ્રેમમાં રડવુ, ચીસો પાડવી એ તમને પસંદ નથી. જો તમારો બ્રેકઅપ થાય છે તો તમે સામેવાળા પર આરોપ લગાવવાને બદલે ખૂબ જ શાલીનતાથી ચૂપી સાધી લો છો. આખી દુનિયા તમારા પ્રેમને ઓળખી લે તો પણ તમારા મોઢા પર સાત તાળા જ લાગેલા રહે છે. તમને સામેવાળાના સન્માનનો એટલો ખ્યાલ હોય છે કે તમે સ્વપ્નમાં પણ તેનુ વિચારી શકતા નથી. 
 
તમારે માટે ટેકનોલોજી, રાજનીતિ, કલા, અભિનય, બિઝનેસ કે મેડિકલ જેવા ક્ષેત્ર યોગ્ય હોય છે. આ વાત પણ માનવી પડશે કે તમે તમારા ક્ષેત્રમાં શિખર સુધી પહોંચીને જ દમ લો છો. સતત શ્રેષ્ઠતાના સપના જુઓ છો અને તેને પૂરા પણ કરો છો. 
 
ઓક્ટોબરમાં જન્મેલી કન્યાઓ ગરિમામયી સૌદર્યની મલ્લિકા હોય છે. તેમની આંખો એટલી ઉંડી અને સુંદર હોય છે કે કોઈ પણ તેમા ડૂબીને ખોવાય જાય તો નવાઈની વાત નથી. મનની થોડી ડિપ્લોમેટીક હોય છે, પરંતુ બીજાને નુકશાન નથી પહોંચાડતી. પ્રેમ બાબતે જેટલી ઉંડી હોય છે તેટલી જ નાદાન પણ. ઉંડી એ બાબતે કે જેને પ્રેમ કરે છે, તેને સાચા દિલથી ચાહે છે. સામેવાળાની ઉણપોને નજર અંદાજ કરીને ચાહે છે. પરંતુ જો બ્રેકઅપ થઈ જાય તો ઉતાવળમાં કોઈની પણ સાથે જોડાઈ જવાની નાદાની કરી બેસે છે અને જીંદગીભર દુ:ખ વેઠે છે. આ લોકોની અંદર ગજબનો આત્મવિશ્વાસ હોય છે, પરંતુ મનથી કોઈને કોઈના પર નિર્ભર રહેવા માંગે છે. 
 
આમને સલાહ છે કે તેઓ થોડી વાતચીત વધારે. સાચા-ખોટા મિત્રોને ઓળખે પોતાની પ્રતિભાનુ શોષણ ન થવા દે. ખુદને સુંદર બનાવી રાખે આ તમારી સૌથી મોટી તાકત છે. 
 
લકી નંબર : 2.6. 7, 8.
લકી કલર : ચટક, મરૂણ, પિકોક ગ્રીન, રોયલ બ્લેક 
લકી ડે : ટ્યુસડે, થર્સડે, ફ્રાઈડે. 
લકી સ્ટોન : ડાયમંડ. 
 
સલાહ : કોઈ ગરીબ બાળકના શિક્ષણની જવાબદારી ઉઠાવો અથવા સ્ટેશનરીનો સામાન ગરીબ બાળકોને દાન કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

SIR ને લઈને ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, જાણો શુ છે કારણ

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

District Court Bomb Threat - ગુજરાતમાં હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી

જેએનયૂમાં અડધી રાત્રે મોદી-શાહ વિરુદ્ધ કબર ખુદેગી જેવા ભડકાઉ નારા

Show comments