Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટૅકનોવાણીની.....ભવિષ્યવાણીઓ.....

Webdunia
P.R
પાછલા વર્ષમાં ટૅકનોલૉજી ક્ષેત્રે થતી નાની-મોટી ઘટનાઓ પછી એવી ઘણી ટૅકનોક્રેટ કંપનીઓ પોતાની રીતે ‘જોશ’માં ભવિષ્યવાણીઓ ઠપકારતી રહે છે. મારું એવું માનવું છે કે તે સૌ કોઈકને કોઈ રીતે એમના પ્રોજેક્ટસને આમ કહી ધક્કો મારવા માંગતા પણ હોય…

ખૈર, પીટર ડ્રકર નામના ટૅકનો-મૅનેજમૅન્ટ ગુરુએ સરળ વાક્યમાં કીધું છે. “ભવિષ્ય અત્યારે જ છે. હા, ‘કાલ કોણે દીઠી છે?’ એવું માની ઘણીયે કંપનીઓ ભવિષ્યને વર્તમાનમાં ફેરવતી રહી છે. લ્યો ત્યારે, એમના કેટલાંક કથનનું થોડું પઠન આજે કરીએ અને તેની ‘અન્ડર’ રહેલી બાબતને વધારે પકડીએ.

જરૂરી એટલા માટે છે કે…તન, મન અને ધનનો વહીવટ વિકસાવવા માટે ‘સમય કે સાથ ચલો’ સૂત્ર અપનાવતાં રહેવાની જરૂર છે જ. આ પ્રકારની બાબતો વેપાર કે કેરિયરમાં મોટીવેશનલ ફેક્ટર તો પૂરું પાડે જ છે. સાથે એવી તકો ખોલી આપે છે જેની રોજિંદા જીવનમાં ખૂબ જરૂર છે.

જેમ કે, એવા દિવસો આવી રહ્યા છે જ્યારે….

મોબાઇલનું વર્ચસ્વ નહિ રહે. (કેમ કે મોટા ભાગની દરેક વસ્તુ ખુદ મોબાઇલ બની જશે). હાલમાં આપણે મોબાઇલનું ધ્યાન રાખીએ છીએ, હવે પછીથી એ આપણું ધ્યાન રાખશે. (પછી પોતાની નમકહલાલી (વફાદારી) બતાવશે.)

સાયકલને સૌથી મજાની અને ઇજ્જતદાર રમત તરીકે જોવામાં આવશે. (શાંતમ્! હાલમાં એનું રીસાયક્લિંગ થઈ રહ્યું છે.)

દરેક ધંધા-વેપાર દરરોજ એક નવીજ દિશા (અને દશા) સાથે રી-લોન્ચ થતા રહેશે. (ગઈકાલનો ‘ગ્રાહક’ પણ એક નવા ‘ક્લાયન્ટ’ તરીકે જ ગણાશે.)

વેપાર અને રોજગારમાં એક નવું ડિજીટલ નાણું (કરન્સી) દાખલ થશે. જે માત્ર નંબરને આધારે જોવા મળશે

પોતાનો કિંમતી (અને પવિત્ર?!?!) મત આપવા માટે પૈસાનો ઉપયોગ થશે.

નેટ પર વર્ચ્યુઅલ અને એક્ચ્યુઅલ ઓળખ એકસાથે સ્થાપિત થશે. (ચકાભાઈ હવે ગલીના છેડે આવેલા પાનના ગલ્લેથી નીકળી લંડનની કે તાસ્માનિયાની ગલીઓમાં પણ ફેમસ થશે)

ઘણી એવી વસ્તુઓ ખૂબ ઓછાં રિસોર્સિસથી તૈયાર થતી જશે. (એક નવા ઓપ અને રંગરૂપ સાથે) વળી ઘરબેઠે ખુદના ગેજેટ્સ તૈયાર કરી શકાશે.

કૉફીમશીન, વોશિંગમશીન, રેફ્રિજરેટર જેવાં ઉપકરણો માણસું સાથે (ને આળસુઓ સાથે પણ) ડિજીટલ વાતો કરશે.

આપણો નાનકડો નેશનલ ધંધો પણ…ઇન્ટરનેશનલ કહેવાશે. (દેશી અને વિદેશીનું સંલગ્ન)

હાલમાં બાળકો જે પ્રકારનું સ્વપ્ન જોઈ રહ્યાં છે તે એમને જન્મતાંની સાથે જ મળેલું હશે. (ઓલરેડી સાકાર થયેલું સ્વપ્ન)

દરેક કંપની એક વ્યક્તિ/ બ્રાન્ડની જેમ ઓળખાશે. અને કોર્પોરેટ ક્ષેત્રે કામ કરતી વ્યક્તિ તેને જે ગમશે એ કરશે….(નહિ કે તેના બોસે જે ધાર્યું છે તે.)

ઇંટરનેટની દુનિયામાં ડિજીટલ માલિકી દૂર થઈ જશે. (વહીવટ કોણ અને ક્યાંથી કરતું હશે તેની ચિંતા બહુ નહિ રહે.)

અને…..આવી જ રીતે અવનવાં બીજાં કથનો પણ ઉમેરાતાં જશે અને આપણને એનું અપડેટ થયા પહેલાં જ મળી જશે.

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments