અંક 1 - એક અંકનુ ન્યૂમરોલોજીમાં ઘણુ મહત્વ છે. આ ચમકતા તેજસ્વી, સાહસ અને પ્રસિદ્ધિના સૂચક છે. આ અંક દ્રઢ ઈચ્છાશક્તિનું પ્રતીક છે. જે લોકોનો અંક જ્યોતિષના મુજબ મૂલાંક એક નીકળે છે તેઓ જન્મજાત નેતા હોય છે.
જીવનમાં ગૌરવ અને મહાનતા પ્રાપ્ત કરે છે. તેમની સામે ઉચ્ચ આદર્શ હોય છે અને આ લોકો જીવનની નાની નાની મુશ્કેલીઓથી બચતા રહે છે.
આ લોકોમાં એકસાથે ઘણુ બધુ મેળવી લેવાની આકાંક્ષા હોય છે. જેનાથી તેમણે બચવુ જોઈએ. આ આકાંક્ષા વ્યક્તિને ખોટા ચક્કરોમાં ફસાવી દે છે. તેનાથી તેમની પ્રગતિનો માર્ગ મુશ્કેલ બની જાય છે.
એક અંકના વ્યક્તિને પોતાની યોગ્યતાને ખતમ થવાથી બચવા માટે પોતાની શક્તિ અને વિચારોને યોગ્ય દિશા આપવી જોઈએ. આવા વ્યક્તિને જીવનના ઉચ્ચ આદર્શો માટે નાની મહત્વાકાંક્ષાઓનો ત્યાગ કરવો જોઈએ. તેણે યોજનાઓ બનાવીને તેના પર ચતુરાઈથી ચાલવુ જોઈએ.
આવા વ્યક્તિઓની પાસે ઉપલબ્ધિઓના ઘણા સારા અવસર હોય છે, પણ તેમને અહંકારથી બચવુ જોઈએ. જેટલી ઊંચી મહત્વાકાંક્ષાઓ હશે, તેટલી જ વધુ સફળતા તે મેળવશે. આવી વ્યક્તિ શક્તિશાળી હોય છે, પણ તેના બુલંદ સિતારાને જોઈને ઘણા દુશ્મન બની જાય છે.
એક અંકવાળા વ્યક્તિની પાસે કાર્ય કરવાની અદ્દભૂત ક્ષમતા હોય છે. આવા વ્યક્તિએ પોતાની ઉર્જા યોગ્ય દિશામાં લગાવવી જોઈએ.
એક અંકનો વ્યક્તિ યોગ્ય દિશા ન પકડે તો તેની શક્તિનો દુરુપયોગ થશે. આવા વ્યક્તિએ જુગાર અને સટ્ટાથી બચવુ જોઈએ. બીજાની ભૂલો અને નિષ્ફળતાઓને પોતાના માથે લેવાની આદતથી બચો.