Festival Posters

અગ્નિવીર બનવા માંગતા યુવાનો માટે સુવર્ણતક, લેખિત પરીક્ષામાં ભાગ લેવાં ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ

Webdunia
ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (11:20 IST)
અગ્નિવીર તરીકે ભારતીય ભૂમિદળ (ઈન્ડીયન આર્મી)માં ઊજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા દેશદાઝ ધરાવતા, અવિવાહિત, શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઇચ્છુક હોય તેઓએ www.joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Educational Details તેમજ જાતિનો દાખલો, ડોમીસાઈલ સર્ટીફિકેટ અને NCC સર્ટીફિકેટ ધરાવતા હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે. તદુપરાંત ઉમેદવારે અચૂકપણે પોતાનું રહેઠાણનું સરનામું, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર જેવી વિગતો ઓનલાઇન અરજીમાં ભરવાની રહેશે. 
 
ઓનલાઇન અરજી  કરવાની છેલ્લી તા.૧૫/૦૩/૨૦૨૩ છે. જ્યારે ઓનલાઇન પરીક્ષા (CEE) તારીખ ૧૭/૦૪/૨૦૨૩ થી શરૂ થનાર છે. આ ભરતીમાં જિલ્લાના ઓછામાં ઓછું ધો.૮ પાસ લાયકાત ધરાવતા તેમજ તા.૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧-૦૪-૨૦૦૬ (બંને તારીખો સહિત) ની વચ્ચે જન્મેલા પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. 
તેમજ રૂ.૨૫૦ પરીક્ષા ફી ભરવાની રહેશે. 
 
જિલ્લાના મહત્તમ ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી પોતાનુ ઉજ્જ્વળ  ભાવિ નિર્ધારિત કરે તે હેતુસર જિલ્લા રોજગાર કચેરી નડિયાદ ખાતે કામકાજના કલાકો દરમ્યાન નિ:શુલ્ક ધોરણે ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા અંગે વધુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું છે.
 
  વધુ માહિતી મેળવવા માટે રૂબરૂમાં સ્વખર્ચે જિલ્લા રોજગાર કચેરી, નડિયાદનો તેમજ રોજગાર સેતુ કોલ સેન્ટર (૬૩૫૭૩ ૯૦૩૯૦) પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments