rashifal-2026

Janmashtami પર કરો આ 10 સરળ ઉપાય, મળશે દરેક કષ્ટથી મુક્તિ

Webdunia
શનિવાર, 24 ઑગસ્ટ 2024 (01:19 IST)
Janmashtami 2024 : પ્રતિવર્ષ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે.  આ વર્ષે 2024માં 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે. આ વખતે જયંતી યોગ, રોહિણી નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત અનેક દુર્લભ યોગ સંયોગમાં આ તહેવાર ઉજવવા જઈ રહ્યો છે. આવામાં અહી બતાવેલા 10 ઉપાય કરીને તમે બધા પ્રકારના સંકટથી મુક્તિ મેળવી શકો છો. 
 
1. માખણ મિશ્રી : જન્માષ્ટમીના દિવસે કાનુડાને માખણ મિશ્રીનો પ્રસાદચઢાવો અને 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમારી આંગળી વડે ચટાડો.   
 
2.  હિંચકો -  આ દિવસે સુંદર રીતે શણગારેલો  હિંચકો લાવો અને તેમાં કાન્હાજીને બિરાજમાન કરો. 
 
3. ચાંદીની વાંસળીઃ આ દિવસે ચાંદીની વાંસળી લાવીને કૃષ્ણને અર્પણ કરો.  પૂજા પૂર્ણ થયા પછી, તેને તમારા પર્સમાં સાચવી રાખો. 
 
4. રાખડી : રક્ષાબંધનની જેમ આ દિવસે ભગવાન કૃષ્ણ અને બલરામજીને રાખડી બાંધો.
 
5. તુલસી - ભગવાન શ્રી કૃષ્ણની પૂજન અને ભોગ પ્રસાદીમાં તુલસીનો પ્રયોગ જરૂર કરો. 
 
6. ફૂલ - હરસિંગાર, પારિજાત કે શૈફાલીના ફૂલ શ્રીકૃષ્ણને ખૂબ જ પસંદ છે. તેથી શ્રી કૃષ્ણ પૂજનમાં તેનો પ્રયોગ જરૂર કરો. 
 
7. ફળ અને અનાજ - કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ધાર્મિક સ્થળ પર જઈને ફળ અને અનાજનુ દાન કરો. 
 
 
8. ગાય-વાછરડુ - આ દિવસે ગાય વાછરડાની નાની મૂર્તિ લાવવાથી પણ ધન અને સંતાન સંબંધી ચિંતાઓ દૂર થાય છે. 
 
9. મોરનુ પીંછુ - મોરનુ પીંછુ શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. તેથી જન્માષ્ટમી પૂજનમાં તેને જરૂર ચઢાવો. પણ ધ્યાન રાખો કે એ મોરનુ પીછુ એ જ મોરનુ પીંછુ અર્પિત કરો જે મોરે સ્વંય જ ત્યાગી દીધુ હોય. 
 
10. શંખ - જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના નંદલાલ સ્વરૂપના શંખમાં દૂધ નાખીને અભિષેક કરો. તેનાથી તે પ્રસન્ન થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments