Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાવીર જયંતિ - ભગવાન મહાવીરના 5 સિદ્ધાંત જેનુ પાલન દરેક વ્યક્તિએ કરવુ જોઈએ

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (11:35 IST)
આજે ભગવાન મહાવીરની જન્મજયંતિ દેશભરમાં ઉજવાય રહી છે. દર વર્ષે, ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ પર મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવે છે, ગુરૂવાર 14  મહાવીર ભગવાનની જયંતિ તરીકે ઉજવાશે.  ભગવાન મહાવીરને વીર, વર્ધમાન, આત્વીર અને સનમતીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે પોતાના જીવનમાં તપ અને ધ્યાન દ્વારા નવા ઉદાહરણ સ્થાપિત કર્યા. તેમણે જૈન સમુદાયના અનુયાયીઓ માટે પાંચ સિદ્ધાંત બતાવ્યા છે જેનુ અનકરણ દરેકે કરવુ જોઈએ. . આજે મહાવીર જયંતિ નિમિત્તે આવો જાણીએ ભગવાન મહાવીરના જન્મ, જીવન અને ઉપદેશો વિશે.
 
ભગવાન મહાવીર જૈન ધર્મના 24 મા અને છેલ્લા તીર્થંકર હતા. તેનો જન્મ 599 ઈસા પૂર્વ બિહારમાં લિચ્છવી રાજવંશના વૈશાલીના કીચલપુરમાં થયો હતો. તેમના પિતા મહારાજ સિદ્ધાર્થ અને માતા મહારાણી ત્રિશલા હતા. તેમના બાળપણનું નામ વર્ધમાન હતું. એમ કહેવામાં આવે છે કે તેમના જન્મ પછી રાજ્યનો ઝડપથી વિકાસ થયો, જેના કારણે તેનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. જૈન ધર્મના અનુયાયીઓ માને છે કે ભગવાન મહાવીરે 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને તેમણે ઇન્દ્રિયોને વશમાં કરી હતી, જેના કારણે તેમને જિન નામ પણ આપવામાં આવ્યું હતું.
 
ભગવાન મહાવીરના 5 સિદ્ધાંતો
 
ભગવાન મહાવીરે જૈન ધર્મના અનુયાયીઓને 5 સિદ્ધાંતો આપ્યા હતા. તે પાંચ વ્રતોનું પાલન કરવું જોઈએ. આ વ્યક્તિને આંતરિક શાંતિ આપે છે. ભગવાન મહાવીરના પાંચ સિદ્ધાંતો આ પ્રમણે છે -
 
અહિંસા: બધા જીવના જીવનું રક્ષણ કરો. કોઈએ હિંસા ન કરવી જોઈએ. જો તમને કોઈ પ્રત્યે હિંસાની લાગણી હોય અથવા એવું લાગે છે, તે પણ એક પ્રકારની હિંસા છે. હિંસાને કારણે તમે હંમેશાં ટેંશનમાં રહેશો. અહિંસાની ભાવના તમને આંતરિક શાંતિ આપશે.
સત્ય: પરિસ્થિતિ ગમે તે હોઈ શકે તે હંમેશાં સાચું બોલો.
 
અસ્તેયા: ચોરી ન કરો. અને આવા કર્મોથી બચો.
 
બ્રહ્મચર્ય: વ્યભિચાર ન કરો, એટલે કે તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખો. બ્રહ્મચર્યનુ પાલન કરવાથી વ્યક્તિને દર્શન, જ્ઞાન, તપસ્યા, ઉત્તમ ચરિત્ર, સંયમ અને વિનય જેવા ગુણો ગુણો પ્રાપ્ત થાય છે. જેઓ મહિલાઓ સાથે સંબંધ નથી રાખતા તેઓ મોક્ષ તરફ જાય છે.
 
અપરિગ્રહ: પરિગ્રહ એટલે આસક્તિ. જરૂરિયાતથી વધુ વસ્તુઓ એકત્રિત કરશો નહીં. વધુ વસ્તુઓનો સંગ્રહ કરવાથી તનાવ થાય છે. અપરિગ્રહથી તમે તનાવથી મુક્ત રહેશો. વસ્તુઓ ખોવાય ત્યારે તેના પ્રત્યેનો મોહ તમારા દુખનુ કારણ બને છે, તેથી અપરિગ્રહના સિદ્ધાંતનુ પાલન કરો.

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments