Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૈન સિદ્ધ ક્ષેત્ર : ગોપાચલ

Webdunia
W.D
ઐતિહાસિક ગ્વાલિયર કિલ્લાના અંચલમાં ગોપાચલ પર્વત, પ્રાચીન કલાત્મક જૈન મૂર્તિ સમુહનું અદ્વીતીય સ્થળ છે. અહીંયા હજારો દિ. જૈન મૂર્તિઓ સં. 1398થી સં. 1536ના મધ્ય પર્વતને તોડીને બનાવવામાં આવી છે.

આ વિશાળ મૂર્તિઓનું નિર્માણ તોમરવંશી રાજા વીરમદેવ, ડુંગરસિંહ અને કિર્તિસિંહના કાળમાં થયું હતું. અપભ્રંશના મહાકવિ પં. રઈઘુના સાનિધ્યમાં આની પ્રતિષ્ઠા થઈ હતી.

કાળ પરિવર્તનની સાથે જ્યારે મુઘલ સમ્રાટ બાબરે ગોપાચલ પર અધિકાર કર્યો, ત્યારે તેણે આ વિશાળ મૂર્તિઓને જોઈને ગુસ્સે થઈને તેને 1557માં ખંડિત કરવાનો આદેશ આપ્યો. પરંતુ જેવો તેણે ભગવાન પાર્શ્વનાથની વિશાળ પદમાસનવાળી મૂર્તિ પર વાર કર્યો ત્યારે દેવીય ચમત્કાર થયો અને વિધ્વંસક ભાગ ઉભા થઈ ગયાં અને આ વિશાળ મૂર્તિ ખંડિત થતાં બચી ગઈ. આજે પણ આ વિશ્વની સૌથી વિશાળ 42 ફુટ ઉંચી પદમાસન પારસનાથની મૂર્તિ પોતાના અતિશયથી પુર્ણ છે તેમજ જૈન સમાજમાં પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે.

ભગવાન પાર્શ્વનાથની દેશનાસ્થળી, ભગવાન સુપ્રતિષ્ઠિત કેવલીના નિર્વાણસ્થળની સાથે 26 જૈન મંદિર તેમજ ત્રિકાળ ચૌવીસી પર વધારે બે જૈન મંદિર તળેટીમાં છે. આવા ગોપાચલ પર્વતના દર્શન અદ્વીતીય છે.

આ મૂર્તિઓ આખા વિશ્વમાં અનોખી છે છતાં પણ આ ધરોહર પર હજી સુધી જૈન સમાજનું ધ્યાન નથી ગયું અને સરકારે પણ આની કિંમત નથી સમજી. જ્યારે કે આ એવું સ્થાન છે જેને આપણે ગર્વથી વિશ્વને દેખાડી શકીએ છીએ.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments