Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 28 March 2025
webdunia

IPL 2025: કોણ છે આશુતોષ શર્મા ? જેમણે ફરી બતાવ્યો દમ, ઈમ્પેક્ટ પ્લેયરના રૂપમાં ઉતરીને લખનૌ પાસેથી જીત છીનવી

IPL 2025: કોણ છે આશુતોષ શર્મા ?  જેમણે ફરી બતાવ્યો દમ, ઈમ્પેક્ટ પ્લેયરના રૂપમાં ઉતરીને લખનૌ પાસેથી જીત છીનવી
, મંગળવાર, 25 માર્ચ 2025 (11:15 IST)
લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરનારા દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન આશુતોષ શર્માએ એકવાર ફરી આઈપીએલમાં પોતાનો દમ બતાવ્યો. આશુતોષે ગયા વર્ષે પણ આવી જ રમત રમી હતી અને હવે લખનૌ વિરુદ્ધ પણ તેણે આવુ જ કર્યુ. આશુતોષે 31 બોલ પર પાંચ ચોક્કા અને પાંચ છક્કાની મદદથી 66 રનની અણનમ રમત રમી અને લખનૌના મોઢામાંથી જીત જીનવી લીધી. 
 
આશુતોષના દમ પર જીતી દિલ્હી 
આશુતોષ શર્માની હાફ સેંચુરી રમતને કારણે દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત જીતથી કરી. સોમવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલ આ મુકાબલામાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી લખનૌએ નિલોલસ પૂરન અને મિચેલ માર્શની ધમાકેદાર હાફ સેંચુરીને કારણે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા. જવાબમાં દિલ્હીએ 19.3 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા અને મુકાબલો પોતાને નામે કર્યો. 
 
 લક્ષ્યનો પીછો કરતી વખતે, દિલ્હીની સ્થિતિ સારી નહોતી અને તેણે 65 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા આશુતોષે પોતાની તાકાત બતાવી અને એકલા હાથે લખનૌના નબળા બોલિંગ આક્રમણને હરાવ્યું. તેણે વિપરાજ નિગમ સાથે સાતમી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી. જોકે, બીજા છેડેથી વિકેટો પડતી રહી, પરંતુ આશુતોષ અંત સુધી ટકી રહ્યો અને સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો.
 
અગાઉની સીઝનમાં પંજાબ તરફથી રમ્યા હતા આશુતોષ
આશુતોષ આ પહેલા પંજાબ કિંગ્સ માટે રમતા હતા અને તેમણે અગાઉની સીજન ગુજરાત ટાઈટન્સ વિરુધ પણ આવુ જ પ્રદર્શન કર્યુ હતુ. તેમણે પંજાબને જીતના દરવાજા સુધી પહોચાડવામાં આશુતોષે મહત્વની ભૂમિકા ભજવી હતી.  આ મેચમાં પણ આશુતોષ ઈમ્પેક્ટ પ્લેયરના રૂપમાં ઉતર્યા હતા અને તેમણે શશાંક સિંહ સાથે મળીને ટીમને જીત અપાવી હતી. પંજાબે જોકે આ સીજન માટે આશુતોષને રિટેન કર્યો નહોતો અને દિલ્હીએ ખરીદી લીધો હતો. 
 
ચંદ્રકાંત પંડિત બન્યા હતા વિલન  
15 સપ્ટેમ્બર 1998ના રોજ મધ્યપ્રદેશના રતલામમાં જન્મેલા આશુતોષને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. તે નમન ઓઝાનો મોટો ફેન છે જે મધ્યપ્રદેશનો પણ છે. રતલામમાં જન્મ્યા પછી, તેમણે ઇન્દોરમાં અભ્યાસ કર્યો. તેણે મધ્યપ્રદેશ માટે ડેબ્યૂ કર્યું. જોકે, 2020 માં ચંદ્રકાંત પંડિત કોચ બન્યા બાદ તેમને ટીમ છોડવી પડી હતી. તેમનો એકમાત્ર સહારો તેમના બાળપણના કોચ ભૂપેન ચૌહાણ હતા, જેમના સહારે તેમને મુશ્કેલ સમયમાં પ્રેરણા મળી. આશુતોષે 2023 માં પોતાનો કોચ ગુમાવ્યો. આ પછી તેણે રેલવે તરફથી રમવાનું નક્કી કર્યું. ભારત માટે રમી ચૂકેલા વિકેટકીપર બેટ્સમેન નમને આશુતોષને આ સ્થાન સુધી પહોંચવામાં ઘણી મદદ કરી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હી-NCRમાં ગરમી વધી, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, વાંચો IMDનું હવામાન અપડેટ