Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 March 2025
webdunia

IPL 2025 માં આજે થશે ડબલ ધમાકો, જાણો શું છે બંને મેચનો સમય?

IPL 2025 માં આજે થશે ડબલ ધમાકો, જાણો શું છે બંને મેચનો સમય?
, રવિવાર, 23 માર્ચ 2025 (11:01 IST)
IPL 2025માં આજે 2 મેચો યોજાવા જઈ રહી છે. પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે જ્યારે અવે મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે.

પ્રથમ મેચ હૈદરાબાદમાં અને બીજી મેચ ચેન્નાઈમાં રમાશે. આજે ચાહકોનું સંપૂર્ણ મનોરંજન કરવામાં આવશે. ફેન્સનો ફેવરિટ એમએસ ધોની પણ આજે એક્શનમાં જોવા મળશે. બંને મેચ અલગ-અલગ સમયે શરૂ થશે. સીઝન-18ની પ્રથમ મેચ KKR અને RCB વચ્ચે રમાઈ હતી, જે નિર્ધારિત કરતાં થોડી મોડી શરૂ થઈ હતી. આવી સ્થિતિમાં આજે યોજાનારી બંને મેચ સમયસર શરૂ થશે કે કેમ તે પ્રશ્ન છે.
 
SRH vs RR મેચનો સમય
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે પ્રથમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે થશે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ સંજુ સેમસન નહીં પરંતુ રિયાન પરાગ કરશે.

CSK vs MI મેચનો સમય
આજે બીજી મેચ ચેન્નાઈના ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1લીથી 30મી એપ્રિલ દરમિયાન બેંકો ક્યારે બંધ રહેશે? સંપૂર્ણ બેંક રજાઓની સૂચિ જુઓ