Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 March 2025
webdunia

KKR vs RCB: આરસીબીએ જીત સાથે કરી સિઝનની શરૂઆત, KKR ને 7 વિકેટથી હરાવ્યું

KKRvsRCB
, શનિવાર, 22 માર્ચ 2025 (23:06 IST)
KKR vs RCB IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી, જેમાં આરસીબી ટીમે 7 વિકેટથી એકતરફી વિજય મેળવ્યો હતો. આ મેચમાં, ટોસ જીતીને, આરસીબી ટીમના કેપ્ટન રજત પાટીદારે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારબાદ KKR એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા. KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ 56 રન બનાવ્યા, જ્યારે સુનીલ નારાયણે 44 રન બનાવ્યા. આરસીબી તરફથી કૃણાલ પંડ્યાએ ત્રણ વિકેટ લીધી જ્યારે જોશ હેઝલવુડે બે વિકેટ લીધી.

આરસીબી ટીમને  વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે 95 રનની ઝડપી ભાગીદારી કરી, જેના કારણે મેચ સંપૂર્ણપણે એકતરફી બની ગઈ. સોલ્ટ 56 રનની ઇનિંગ રમીને પેવેલિયન ભેગા થયા, જ્યારે વિરાટ કોહલી 59 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત તરફ દોરી ગયો. કેકેઆર તરફથી વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ લીધી.
 
આરસીબી  એ 7 વિકેટે મેચ જીતી
આરસીબી  ટીમે કેકેઆર સામેના 175 રનના લક્ષ્યાંકનો પીછો કરીને માત્ર 16.2. ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સિઝનની શાનદાર એકતરફી જીત સાથે શરૂઆત કરી. આરસીબીના લક્ષ્યનો પીછો કરતી વખતે, ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીના બેટમાંથી અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી, જેમાં સોલ્ટે 56 રન બનાવ્યા, જ્યારે કોહલી 59 રનની અણનમ ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચારેયને માથામાં ગોળી મારી : ભાજપ નેતાએ પોતાની પત્ની અને બાળકોને કેમ મારી ગોળી ? આ બીમારી કે નેહા બની કારણ