IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જેની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. જે 23 માર્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ફેંસ આ મેચની ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.
પરંતુ ચેન્નાઈ સામેની મેચ પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ ચેન્નાઈ સામેની મેચમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં ટીમની કેપ્ટનશીપ કોણ સંભાળશે? ચાલો જાણીએ કે મુંબઈ ઈન્ડિયન્સ પહેલી મેચમાં કેવું રમશે.
કોણ કરશે ચેન્નઈ સુપર કિંગ્સ સામે કપ્તાની ?
હાર્દિક પંડ્યા તેમની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ નહિ કરી શકે. કારણ કે ગયા સિઝનની છેલ્લી મેચ બાદ તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે સિઝનની પહેલી મેચમાં લાગુ પડશે. તેથી, તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ કરી શકે છે. કારણ કે તે ટીમનો ઉપ-કપ્તાન છે.
મેગા ઓક્શન પહેલા મુંબઈએ પોતાનો ભારતીય કોરને રિટેઈન કરી લેવામાં આવી હતી. જેમાં રોહિત શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને સૂર્યાનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણ ખેલાડીઓ ચેન્નાઈ સામેની મેચનો ભાગ બનશે. બુમરાહ ઈજાના કારણે IPLની શરૂઆતની મેચમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ આ છતાં, મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન ઘણી મજબૂત છે.
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રાયન રિકેલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રોબિન મિંજ, નમન ધીર, મિશેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, દીપક ચહર અને ટ્રેન્ટ બોલ્ટ
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ
સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, તિલક વર્મા, બેવોન જેક, રાયન રિકેલ્ટન, રોબિન મિંજ, કૃષ્ણા શ્રીજીત, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, રાજ બાવા, વિગ્નેશ પુથુર, વિલ જેક્સ, મિશેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, અર્જુન તેંડુલકર, અશ્વિની કુમાર, રીસ ટોપલી, લિઝાદ વિલિયમ્સ, કર્ણ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, સત્યનારાયણ રાજુ, મુજીબ ઉર રહેમાન