Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

SRH vs RR - સનરાઇઝર્સ હૈદરાબાદે જીત સાથે કરી સિઝનની શરૂઆત, રાજસ્થાનને 44 રને હરાવ્યું.

IPL 2025
, રવિવાર, 23 માર્ચ 2025 (19:40 IST)
SRH vs RR IPL Cricket Match Score: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની શરૂઆત શાનદાર રહી, પહેલી જ મેચમાં KKRનો RCB સામે 7 વિકેટથી પરાજય થયો. આજે એટલે કે 23 માર્ચે, બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવીને સિઝનની મોટી જીત સાથે શરૂઆત કરી. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા, જેમાં ઇશાન કિશને 106 રનની અણનમ સદી ફટકારી જ્યારે ટ્રેવિસ હેડે 67 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી તુષાર દેશપાંડેએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી.
 
 
રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 242 રન બનાવ્યા, જેમાં સંજુ સેમસને 66 રન બનાવ્યા જ્યારે ધ્રુવ જુરેલે 70 રન બનાવ્યા. ઇનિંગ્સની અંતિમ ઓવરોમાં, શિમરોન હેટમાયરે ચોક્કસપણે 42 રનની ઝડપી ઇનિંગ્સ રમીને હારનો ગાળો ઘટાડવાનો પ્રયાસ કર્યો. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ તરફથી સિમરજીત સિંહ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી.
 
રાજસ્થાનને 287 રનનો ટાર્ગેટ મળ્યો હતો
20 ઓવરની બેટિંગ કર્યા બાદ હૈદરાબાદે આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ટીમે 6 ઓવરમાં 286 રન બનાવી લીધા છે. હૈદરાબાદ તરફથી ઈશાન કિશને શાનદાર સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 106 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈશાને પોતાની ઈનિંગ દરમિયાન 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તેના સિવાય ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાનને જીતવા માટે 20 ઓવરમાં 287 રન બનાવવા પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છત્તીસગઢમાં સ્પીડનો કહેર, બલરામપુરમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત