Dharma Sangrah

દિગ્વેશ રાઠી અને અભિષેક શર્માને મેદાન પર લડવાની મળી મોટી સજા, દંડ સાથે લાગ્યો બેન

Webdunia
મંગળવાર, 20 મે 2025 (11:50 IST)
લખનૌ સુપર જાયન્ટ્સના બોલર દિગ્વેશ રાઠી પોતાની હરકતો પર કાબુ નથી મેળવી રહ્યા. IPL 2025 માં દિગ્વેશ સિંહ પોતાના સેલિબ્રેશનને કારણે અનેકવાર મોટુ નુકશાન ઉઠાવી ચુક્યા છે. પણ સુધરવાનુ નામ નથી લઈ રહ્યા. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ19 મે ના રોજ રમાયેલ મેચમાં પણ દિબેશે કંઈક આવુ કર્યુ. જેનાથી મેદાન પર લડાઈ થઈ ગઈ.  ઉલ્લેખનીય છે કે દિગ્વેશે સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માને આઉટ કર્યા બાદ આક્રમક અંદાજમા ક્રિકેટનો ઉત્સવ મનાવ્યો જે SRH ના બેટ્સમેનને બિલકુલ ગમ્યો નહી. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલ થઈ. મામલો ગરમાતો જોતા અંપાયર્સને વચ્ચે પડવુ પડ્યુ. હવે આ હરકત માટે બંને ખેલાડીઓને મોટી સજા મળી છે.   
 
એક મેચ માટે લાગ્યો બેન 
 
LSG ના બોલર દિગ્વેશ રાઠીને આ સીઝન પોતાની હરકતોને કારણે અનેકવાર દંડનો સામનો કરવો પડ્યો છે. હવે એકવાર ફરી તેમના પર ભારે દંડ લગાવવામાં આવ્યો છે.   સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં દિગ્વેશ સિંહ રાઠીને અભિષેક શર્મા સાથે ઝગડવાની સજા મળી છે.  દિગ્વેશ પર  IPL કોડ ઓફ કંડક્ટનુ ઉલ્લંઘન કરવા માટે મેચ ફી ના50 ટકા દંડ લગાવવામાં આવ્યો છે. સાથે જ એક મેચ નો બેન પણ લગાવ્યો છે. દિગ્વેશ સિંહ પર IPL 2025 માં વારંવાર એક જ ભૂલ કરવા બદલ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કારણે, દિગ્વેશ 22 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી શકશે નહીં.
 
દિગ્વેશ સિંહ રાઠી આ સિઝનમાં પોતાની હરકતો અને કાર્યોને કારણે સમાચારમાં રહ્યા છે. રાઠીને IPL 2025 માં તેના 'નોટબુક સેલિબ્રેશન' માટે ઘણી વખત દંડ ફટકારવામાં આવ્યો છે. પહેલી વાર, 1 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ સામેની મેચમાં આ ઉજવણી બદલ તેને દંડ ફટકારવામાં આવ્યો. આ ઉપરાંત, એક ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યો હતો. બાદમાં, ૪ એપ્રિલના રોજ, મુંબઈ ઈન્ડિયન્સ સામે નમન ધીરને આઉટ કર્યા પછી આવી જ ઉજવણી કરવા બદલ તેને તેની મેચ ફીના ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો અને બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા. આ પછી પણ, દિગ્વેશે પોતાની હરકતો બંધ ન કરી અને હવે તેને SRH સામેની મેચમાં અભિષેક શર્મા સાથે ગડબડ કરવા બદલ વધુ 2 ડિમેરિટ પોઈન્ટ મળ્યા. આ રીતે, તેના ખાતામાં કુલ 5 ડિમેરિટ પોઈન્ટ ઉમેરાયા છે. IPLના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી 36 મહિનાના સમયગાળામાં ચાર ડિમેરિટ પોઈન્ટ મેળવે છે, તો તેને એક મેચનો પ્રતિબંધ લાગુ પડે છે.
 
અભિષેક શર્માએ પણ માપ્યું
બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્માને પણ IPL આચારસંહિતાના ઉલ્લંઘન બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં કલમ 2.6 હેઠળ આ તેનો પહેલો લેવલ 1 ગુનો હતો અને તેથી, તેને એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો છે. આચારસંહિતાના લેવલ 1 ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

Health Tips: જો તમને પણ છે લો બીપી તો થઈ જાવ સાવધાન, નહી તો આ 5 કારણ બગાડી શકે છે તમારુ આરોગ્ય

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

સનીની સાવકી માતા હેમા માલિની સાથે 1 કલાકની મુલાકાતમાં શુ થઈ વાત ? પિતા ધર્મેન્દ્રના નિધન પછી ઘરે પહોચ્યા

જેસલમેર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

આગળનો લેખ
Show comments