rashifal-2026

IPL 2022: મુંબઈ ઈંડિયંસે તોડ્યુ દિલ્હી કેપિટલ્સનુ સપનુ, રોયલ ચેલેજર્સ બેંગલોર પ્લેઓફમાં

Webdunia
રવિવાર, 22 મે 2022 (00:26 IST)
રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે IPL (IPL-2022)ની વર્તમાન સિઝનની તેમની છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીતથી દિલ્હીને મોટું નુકસાન થયું કારણ કે તેનુ પ્લેઓફમાં રમવાનુ સપનુ ચકનાચૂર થઈ ગયુ. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ફાયદો મળ્યો હતો. બેંગ્લોરે હવે પ્લેઓફની ટિકિટ કાપી લીધી છે. જેના કારણે પ્લેઓફમાં પહોંચનારી 4 ટીમો પણ નક્કી થઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે આ મેચમાં બેંગ્લોરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરી રહી હતી. રોહિત શર્માની સુકાની ટીમે આવી જીત સાથે સિઝનને વિદાય આપી.
 ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફ માટે ક્વોલિફાય થયું  છે. બેંગ્લોરની ટીમ ટેબલમાં ચોથા સ્થાને છે. તેણે 14માંથી 8 મેચ જીતી અને 16 પોઈન્ટ મેળવ્યા. લખનૌ અને રાજસ્થાને 9-9 મેચ જીતી હતી જ્યારે ગુજરાતે 14માંથી 10 મેચ જીતી હતી.  ખાસ વાત એ છે કે ગુજરાત અને લખનૌ પ્રથમ વખત આ લીગમાં પ્રવેશ્યા છે અને તેમની પ્રથમ સિઝનમાં જ પ્લેઓફમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. હવે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ 24મી મેના રોજ સામસામે ટકરાશે જ્યારે 25મી મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે.
 
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સિઝનની આ 69મી મેચમાં દિલ્હી કેપિટલ્સે 7 વિકેટે 159 રન બનાવ્યા હતા, જે બાદ મુંબઈએ 5 બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. દિલ્હીને 14 મેચમાં 7મી હારનો સામનો કરવો પડ્યો અને સિઝનમાંથી તેની વિદાય પણ હારી ગઈ. મુંબઈએ 14 મેચમાં ચોથી જીત નોંધાવી છે. જોકે મુંબઈની ટીમ 10 ટીમોના ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી.
 
160 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 35 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 48 રનનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય ડેવાલ્ડ બ્રેવિસે 33 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 37 રન બનાવ્યા હતા. ઈશાન અને બ્રેવિસે બીજી વિકેટ માટે 51 રન જોડ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

આગળનો લેખ
Show comments