Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2020, MI vs CSK: ભારતમાં ક્યારે-ક્યા અને કેવી રીતે જોઈ શકાશે મુંબઈ-ચેન્નઈ મેચની લાઈવ સ્ટ્રીમિંગ અને લાઈવ ટેલિકાસ્ટ

Webdunia
શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (18:45 IST)
છેલ્લા કેટલાક સમયતથી ક્રિકેટના ચાહકો જે ક્ષણની રાહ જોઇ રહ્યા હતા તે હવે ખૂબ નજીક આવી ગઈ છે. આજથી એટલે કે શનિવાર 19 સપ્ટેમ્બરના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની શરૂઆતની મેચમાં આજે ટૂર્નામેન્ટની બે સૌથી મોટી ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો સામસામે રહેશે. આ દર્શકો માટે ખુશીનો ક્ષણ હશે. આ સાથે, કોરોના વાયરસને કારણે ભારતની બહાર યુએઈમાં થઈ રહેલા આઇપીએલની શરૂઆત થશે. આ વર્ષની આઈપીએલની તમામ મેચ યુએઈનાં ત્રણ શહેરો દુબઇ, અબુ ધાબી અને શારજાહમાં રમાશે. મોટાભાગની મેચ (24) દુબઇમાં, અબુધાબી(20)માં અને (12 મેચ)  શારજાહમાં થશે
 
ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે અને તેણે ચાર વખત આ ખિતાબ જીત્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે 2013, 2015, 2017 અને 2019 માં ખિતાબ જીત્યા છે. બીજી તરફ, ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સને 3 વખત આઈપીએલનો ખિતાબ અપાવ્યો  છે. ટીમે 2010, 2011 અને 2018 માં ખિતાબ જીત્યો છે. ચાલો જોઈએ કે તમે આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે.
 
ક્યારે અને ક્યા રમાશે મેચ  ? 
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2020 ની પહેલી મેચ શનિવારે 19 સપ્ટેમ્બરના રોજ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાશે.
 
મેચ કેટલા વાગે શરૂ થશે  ? 
 
મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ મેચની શરૂઆતના અડધો કલાક પહેલા એટલે કે 7.00 વાગ્યે હશે.
 
લાઈવ ટેલિકાસ્ટ ક્યા જોઈ શકાય છે  ? 
 
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનો લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.
 
લાઈવ સ્ટ્રીમિંગ ક્યા જોઈ શકાય છે  ? 
 
તમે ડિઝની + હોટસ્ટાર એપ્લિકેશન પર આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશો. આ સિવાય રિલાયન્સ જિયો આઈપીએલ 2020 નું લાઇવ સ્ટ્રીમિંગ પણ કરશે.
 
બંને ટીમો આ પ્રકારની છે  
 
CSK Squad 2020:  મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), અંબાતી રાયડુ, કેએમ આસિફ, દિપક ચહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુ પ્લેસી, ઇમરાન તાહિર, નારાયણ જગદીશન, કર્ણ શર્મા, કેદાર જાધવ, લુંગી એન્ગિડી, મિશેલ સંતનર, મોનુ કુમાર, મુરલી વિજય , રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શેન વોટસન, શાર્દુલ ઠાકુર, સામ કરણ, પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ, આર સાઇ કિશોર.
 
Mumbai Indians Squad 2020: રોહિત શર્મા (કેપ્ટન), દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટન ડિકોર્ક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, નાથન કલ્પર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા, કેરોન પોલાર્ડ, રાહુલ ચહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, શેરફેન રુધરફોર્ડ, અનમોલપ્રીત સિંઘ, મોહસીન ખાન, મિશેલ મેક્લિનીગન, પ્રિન્સ બલવંત રાય સિંઘ, સુચિત રોય, ઇશાન કિશન.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

IND vs AUS 1st Test Day- ભારતની પહેલી ઇનિંગ 150માં આટોપાઈ

Live Gujarati News - હેવાન બાપ - સગી દિકરી પર દુષ્કર્મ આચરનાર બાપને 20 વર્ષની જેલની સજા

WhatsApp લાવ્યો નવુ ફીચર હવે વાઈસ નોટને બદલી શકશો ટેક્સટમાં જાણો કેવી રીતે કામ કરશે.

આગળનો લેખ
Show comments