Webdunia - Bharat's app for daily news and videos

Install App

DD vs KKR Highlights: શ્રેયસ ઐય્યરની કપ્તાની ફળી, દિલ્હીએ કેકેઆરને 55 રનથી હરાવ્યુ

Webdunia
શનિવાર, 28 એપ્રિલ 2018 (10:49 IST)
શ્રેયસ ઐય્યરની કપ્તાનીમાં પ્રથમ જ મેચમાં દિલ્હી ડેયરડેવિલ્સે ખેલાડીઓના ઓલરાઉંડ પ્રદર્શનને કારણે કલકતા નાઈટ રાઈડર્સ પર જોરદાર જીત મેળવતા ઈંડિયન પ્રીમિયર લીગના 11માં સીઝનમાં જોરદાર કમબેક કર્યુ છે. 
 
દિલ્હે ડેયરડેવિલ્સે પહેલા બેટિંગ કરતા 4 વિકેટ પર 219 રન બનાવ્યા. જવાબમાં કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ 9 વિકેટ પર 164 રન જ બનાવી શકી. દિલ્હીના નવા નિમાયેલા કપ્તાન શ્રેયસ ઐયરના વખાણ કરવા પડશે. તેમણે પહેલા ફક્ત 40 બોલમાં અણનમ 93 રનનો દાવ રમ્યો. પછી ચતુરાઈ ભરી કપ્તાની કરતા સ્ટાર બેટ્સમેનોથી ભરેલી કેકેઆરને 55 રનોની હાર માટે મજબૂર કરી દીધુ. 
દિલ્હી તરફથી સૌથી વધારે રન શ્રેયશ અય્યર અને પૃથ્વી શોએ કર્યા હતાં. કપ્તાન શ્રેયસ અય્યરે તો મેદાન પર રીતસરનો રનનો વરસાદ વરસાવી દીધો હતો. અય્યરે માત્ર 40 બોલમાં 93 રન ઝીંકી દીધા હતાં. આ સાથે જ દિલ્હીએ ઓવરઓલ બીજો અને વર્તમાન ટૂર્નામેંટનો પહેલો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો.
 
આમ 220 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ કંઈ ખાસ ઉકાળી શકી ન હતી. કોલકાતા તરફથી સૌથી વધારે રન રસેલ આંદ્રેએ નોંધાવ્યા હતાં. આંદ્રેએ 44 રન બનાવ્યા હતાં. કોલકાતાના ઓપનર ક્રિસ લેન 5, સુનીલ નારાયણ 26 રોબિન ઉથપ્પા 1, નિતિશ રાણા 8,, કપ્તાન દિનેશ કાર્તિક 18, શુભમ ગેલ્લ 37, શિવમ માવી 0, પિયુષ ચાવલા 2, મિશેલ જોનસન અણનમ 12 અને કુલદીપ યાદવ 7 રન બનાવીને અણનમ રહ્યાં હતાં.
દિલ્હી તરફથી ટ્રેંટ બોલ્ટ, મેક્સવેલ, અવેશ ખાન અને અમિત મિશ્રાએ 2-2 વિકેટ ઝડપી હતી.
 
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલા દિલ્હીએ આજે બધાની આશાથી વિપરીત ધીમી પણ મક્કમ શરૂઆત કરી હતી. કોલીન મુનરો અને પૃથ્વી શોએ પહેલી વિકેટ માટે 59 રન જોડ્યાં હતાં. મુનરો આજે શરૂઆતથી જ આક્રમક ફોર્મમાં હતો. તેણે કોલકાતાના સ્ટાર સ્પિનર સુનિલ નારાયણને પણ બખ્સ્યો ન હતો. જોકે આ જોડીને શિવમ વામીએ તોડી હતી. તેણે મુનરોને બોલ્ડ કર્યો હતો. મુનરોએ 18 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 33 રન ફટકાર્યા હતાં.

કોલકાતા નાઈટ રાઈડર્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા દિલ્હી ડેરડેવિલ્સની ટીમેને આમંત્રણ આપ્યું હતું. દિલ્હીએ 20 ઓવરમાં  4 વિકેટ ગુમાવી 219 રન બનાવી કોલકાતાને જીત માટે 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Shehnaaz Gill: ‘હુ શુ કરુ મરી જઉ ?' થી લઈને 'મે તેરી હીરોઈન હુ ...' સુધી આ છે શહેનાઝ ગિલના 7 ફેમસ ડાયલોગ

ગુજરાતી જોક્સ - રાજકારણ શું છે

ગુજરાતી જોક્સ -બાળપણ

ગુજરાતી જોક્સ - ગામમાં રિવાજ

માત્ર એક રૂપિયામાં અહી મળે છે VIP રૂમ, સુવિદ્યા એવી કે ફેલ થઈ જશે મોટા-મોટા હોટલ

વધુ જુઓ..

નવીનતમ

Vasant Panchmi Recipe- બંગાળી ખીર bengali kheer recipe

Guillain-Barre syndrome : પુનામાં ફેલાય રહેલી ભયાનક બીમારી ગુઈલેન-બૈરે સિંડ્રોમ શુ છે ? જાણો તેના લક્ષણ અને બચાવના ઉપાયો

શાકભાજીની તીખાશ આ 5 વસ્તુઓથી ઘટાડી શકાય છે, અજમાવી જુઓ.

જો તમને પીઠનો દુખાવો હોય તો તમારે આ કસરત ન કરવી જોઈએ.

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

આગળનો લેખ
Show comments