Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે રાજકોટમાં IPL-10ની ઓપનિંગ સેરેમની યોજાશે , ટાઇગર શ્રોફ સહિતના સેલેબ્સ પરફોર્મ કરશે

Webdunia
શુક્રવાર, 7 એપ્રિલ 2017 (15:08 IST)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 10મી સિઝનનો ધમાકેદાર પ્રારંભ થઇ ગયો છે. હૈદરાબાદ અને પૂણે પછી આજે રાજકોટમાં IPL-10ની ઓપનિંગ સેરેમની યોજાશે. જેમાં ટાઇગર શ્રોફ સહિતના સેલેબ્સ પરફોર્મ કરશે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સાંજે 6:15 કલાકથી ઓપનિંગ સેરેમનીનો પ્રારંભ થશે. ગુજરાત લાયન્સ પોતાની પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમશે. આઈપીએલની 10મી સિઝન અનેક નવા રંગ તરંગ લઈને આવી છે. જે પૈકીનું ખાસ આકર્ષણ ઓપનિંગ સેરેમની છે.  શુક્રવારે આઈપીએલ-૧૦નો પ્રથમ મેચ રાજકોટમાં રમાનાર છે અને નવા રીતભાત સાથે ઓપનીંગ સેરેમની પણ પ્રથમ વખત ખંઢેરીમાં યોજાશે. આજે ટાઈગર શ્રાોફ, ભુમિ ત્રીવેદી, સચિન-જીગર જેવી સેલિબ્રિટી રાજકોટ પહોંચી ગયા હતા. 

તમામ સીધા ખંઢેરી જઈ પોતાના સ્ટેજ પરફોર્મન્સની રીહર્ષલમાં લાગી ગયા હતા. ખંઢેરીમાં તેમના પહોંચ્યા બાદ દરેક પ્રકારની સેલિબ્રિટીનો જમાવડો થઈ ગયો હતો. ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક ખાસ સ્ટેજ બનાવવામાં આવ્યું છે જેમાં કાલે સેલિબ્રિટીઝ પરફોર્મન્સ આપશે. આજે ક્રિકેટર્સ નેટમાં પ્રેકટિશ કરી રહ્યા હતા જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક તરફ ટાઈગર અને સચિન-જીગર પોત પોતાની પરફોર્મન્સ જ્યારે કેટલાક સપોર્ટ ડાન્સર્સ ગરબે ઘૂમી રહ્યા હતા. ભૂમિ ત્રિવેદીએ નગાડા સંગ ઢોલ સહીતના ગીતો ઉપરાંત ગુજરાતી ગરબાની રમઝટ બોલાવી હતી જેના તાલે ડાન્સ ગ્રુપ જુમ્યા હતા. આ ઉપરાંત ભૂમિએ પતંગ ઉડ ઉડ જાય જેવા સોંગની પણ પ્રેકટીશ કરી હતી. ગરબાની ધૂને સૂરેન્દ્રનગરના એક ગ્રુપ સહિત કુલ પાંચ ગ્રુપે રીહર્સલ કરી હતી. આ રીતે જોતા આવતીકાલની ઓપનિંગ સેરેમનીમાં ગુજરાતી અને બોલિવુડ બંનેનો ટચ જોવા મળશે.

ટાઈગર સાથે  ખાસ વાતચીતમાં તેણે પોતાની બે મૂવી મુન્ના માઈકલ અને બાગી-ર ટૂંક સમયમાં દર્શકોને મનોરંજન પુરૃ પાડશે. ગુજરાત વિશે રોચક બાબત કહી હતી કે તેને ‘કેમ છો?’ કહેવાની ખૂબ મજા આવે છે અને તે અવારનવાર આ શબ્દોનો ઉપયોગ કરતો હોય છે. ગુરૃવારે સ્ટેજ રિહર્સલમાં ટાઈગર શ્રોફ પોતાની મૂવી હિરોપંતીના ટાઈટલ ટ્રેકમાં વપરાતી ખાસ ફ્લુટ ટયુન અને માઈકલ જેક્શનના સોંગના ફ્યુઝનમાં ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત આ રાતભર જાયેના ઘર સોંગમાં પણ પગ થિરકાવી રહ્યો હતો. રીહર્સલ ઉપરથી એ વાત નક્કી છે કે ટાઈગર રાજકોટવાસીઓ બોલિવુડ-જેક્શન ફ્યુઝનનો જલવો લાઈવ જોવા મળશે.

 લાઈવ મેચમાં સૌથી મહત્વનું પરિબળ હવામાન હોય છે. વરસાદ તો મેચ બગાડી નાખે છે. ઉંચા તાપમાનમાં ખેલાડીઓને રમવામાં તકલીફ પડે કે ન પડે પણ સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકો જરૃર અકળાય જાય છે. રાજકોટના આવતીકાલના મેચ માટે આ વિધ્નો નડવાની કોઈ શક્યતા રહેલી નથી. રાજકોટના મેચની વાત કરીએ તો મેચ પહેલાના ત્રણ દિવસથી તાપમાન સતત નીંચુ જઈ રહ્યું છે. આજે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સુધી માંડ પહોંચી શક્યુ હતું તેમજ ધૂળીયુ વાતાવરણ રહેતા સાંજના સમયે વધુ ઠંડક રહી હતી. સાંજના સમયની વાત કરીએ તો આજે સાંજે તાપમાન ૩૦ ડિગ્રી સે.ની આસપાસ હતું. આવતીકાલે મેચ દરમિયાન પણ આ તાપમાન રહેશે. બીજી તરફ સાંજે પ કલાક પછી દરીયાઈ પવનો શરૃ થઈ જતા માહોલ ઠંડો થઈ જાય છે. ખંઢેરી સ્ટેડિયમ શહેરથી દૂર હોવાથી પ્રેક્ષકોને ઠંડો કુદરતી પવન અનુભવાશે અને ખુશનુમા અને ઠંડા વાતાવરણમાં મેચની મજા માણી શકાશે
વધુ જુઓ..

જરૂર વાંચો

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

ગુજરાતી જોક્સ - ભાગી જઈશું

વધુ જુઓ..

નવીનતમ

Year 2025 ના નવા નામ - ગ પરથી નામ છોકરા

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Gen-Beta નો જમાનો આવી ગયો છે, 2025થી જનરેશન બદલાશે, જાણો તમે કઈ પેઢીના છો.

Beauty Tips for Party- પાર્ટીમાં જતા પહેલા અજમાવો આ સરળ ટિપ્સ મેળવો ગ્લોઈંગ સ્કિન

આગળનો લેખ
Show comments