Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહત ઈન્દોરી, ઉર્દૂના પ્રખ્યાત શાયર

વેબ દુનિયા
બુધવાર, 24 ડિસેમ્બર 2008 (23:53 IST)
રૂબર ૂમાં આ વખતે મળો, ઉર્દૂના જાણીતા શાયર રાહત ઈન્દોરીન ે, જેમની શાયરીએ હિન્દુસ્તાન જ નહી પરંતુ દુનિયાના 45 દેશોમાં ધૂમ મચાવી છે. રાહત સાહેબે પોતાની શાયરીનો જે જાદૂ ફિલ્મી દુનિયામાં વિખેર્યો છે તે ખરેખરે વખાણવા લાયક છે. વેબદુનિયાના ભીકા શર્માએ તેમની સાથે એક ખાસ મુલાકાત કરી છે, એ મુલાકાતના કેટલાક અંશ...

તમે દસ વર્ષની વયમાં જ ચિત્રકારી કરવી શરૂ કરી દીધી હતી ?

ચિત્રકારી ક્યારેય પણ મારો શોખ નથી રહ્યો પરંતુ મારુ પ્રોફેશન છે. પ્રોફેશનલ આર્ટિસ્ટની હેસિયતથી મને નવ વર્ષમાં જ પોતાના હાથમાં બ્રશ લઈ લીધો હતો. અને વર્ષો સુધી આ જ કામ કરતા રહ્યા. આ દરમિયાન મેં ફિલ્મોના બેનર્સ પણ બનાવ્યા.

તમે તમારી પ્રથમ શાયરી ક્યાં અને ક્યારે વાંચી ? શુ ત્યારે તમે વિચાર્યુ હતુ કે આને જ તમારું લક્ષ્ય બનાવવું છે ?

મારુ એજ્યુકેશનનો મિડિયમ ઉર્દૂ જ રહ્યુ. અને ત્યાં આલમ એ હતુ એક જ્યારે હુ ઉર્દૂની શાયરીનું કોઈ પુસ્તક વાંચતો હતો તો એક વારમાંજ મને આખી ચોપડી યાદ થઈ જતી હતી. અને અચાનક બીજાના શેર વાંચતા વાંચતા મેં મારો પોતાનો જ શેર વાંચી લીધો અને ક્યારે શાયર બની ગયો એની જાણ જ ન થઈ. હું તો આમ જ કાંઈને કાંઈ લખ્યા કરતો હતો, પરંતુ પછી જાણ થઈ કે આ શાયરી ચ હે અને પછી તો દુનિયાએ તેના પર મોહર લગાડી દીધી. પછી હું પેંટરમાંથી શાયર બની ગયો.

કોલેજના જમાનામાં પોતાની શાયરી વિશે કંઈક બતાવો ?

1972-73 માં કોલેજ દરમિયાન જ મેં મંચ પર શાયરી વાંચવાનું શરૂ કરી દીધુ હતુ. પહેલીવાર દેવાસમાં કોઈ મુશાયરામાં શાયરી વાંચી હતી. અને એ પછી જ મને શ્રોતાઓ તરફથી બ્રેક મળ્યો. મારા કદી પણ કોઈ ગોડ ફાધર નથી રહ્યા. બે વર્ષની અંદર હું આખા દેશમાં જાણીતો થયો.

તમારી પ્રથમ પાકિસ્તાન યાત્રાના થોડા અનુભવો બતાવશો ?

આ લગભગ 1986ના સમય હતો. તેમા પહેલા યુધ્ધને કારણે લગભગ 10 વર્ષો સુધી ભારત-પાક સંબંધોમાં એક દરાર આવી ગઈ હતી. એક લાંબા અંતર પછી શાયરોનું એક દળ પાકિસ્તાન ગયુ જેમા ઘણા મહાન શાયર જેવા સરદાર કૌર, મહેન્દ્ર સિંહ બેદે, ફજા નિજામી, પ્રોફેસર જગન્નાથ આઝાદ વગેરે હતા અને હું આ બધાની સામે એકદમ જ નવો નિશાળીયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આઝાદી પછી હિન્દુસ્તાનમાં જન્મેલા મુશાયરા પાકિસ્તાનમાં જઈને પૂરો થઈ ગયો હતો. અને જ્યારે અમે ત્યાં પહેલીવાર ગયા તો કરાંચીમાં એક ક્લબમાં લગભગ વીસ હજાર લોકો હાજર હતા. આ જાદૂ તો હિન્દુસ્તાની પરફોર્મંસનો હતો. હિન્દુસ્તાની રાઈટર્સંનો હતો. એટલેકે કહી શકો છો કે મુશાયરો પાકિસ્તાની જમીનમાં હિન્દુસ્તાને વાવ્યો હતો. આ મારો અનુભવ છે.

દુનિયાના કયા કયા દેશોમાં તમે શાયરી કરી અને બધા સ્થળોના શ્રોતાઓમાં તમને શુ અંતર જોવા મળ્યુ ?

દુનિયાના કોઈ પણ દેશમાં જાવ, શાયરીને સાંભળનારા તો એક જેવા જ હોય છે. ભલે તે આજમગઢમાં સાંભળવામાં આવે કે લખનૌ, હૈદરાબાદ, ન્યૂયોર્ક, ન્યૂજર્સીમાં કે પછી નોર્વેમાં. કારણ કે તે હિન્દુસ્તાની કે પાકિસ્તાની હોય છે. તેથી તેઓ ભલે ક્યાય પણ જઈને વસે, તેમના વિચારો, તેમનુ વાતાવરણ, રહેવાની રીત, અને તેમના સંસ્કારો તેમના હૃદયમાં વસેલા હોય છે. બસ એક જ ફરક હોય છે કે બહારના દેશમાં શ્રોતાઓની સંખ્યા ઓછી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં અમે સામસામે એક લાખ શ્રોતાઓને કલાકો શાયરી સાંભળતા જોયા છે. તેઓ શાયરીના ઘેલા હોય છે. કોઈ પણ મોટી વ્યક્તિને માતે જેવા અમિતાભ બચ્ચન, લતા મંગેશકર હોય કે સચિન તેંડુલકર હોય તેમને ચાહનારાનો એક અલગ વર્ગ હોય છે, પરંતુ થોડા સમય પછી તે જતો રહેશે. હું લગભગ 40-45 દેશોમાં જઈ ચૂક્યો છુ.

તમે ફિલ્મો તરફ કંઈ રીતે વળ્યા ?

મને ફિલ્મો સાથે કોઈ વિશેષ પ્રેમ નહોતો. ગુલશન કુમાર એક ફિલ્મ બનાવી રહ્યા હતા 'શબનમ', અને મારી એક શાયરીની બે પંક્તિઓ તેમની ફિલ્મની થીમ પર એકદમ ફીટ બેસી રહી હતી. તેમણે ઘણીવાર સંદેશ મોકલ્યા પછી હું મુંબઈ ગયો. તેમણે એક અઠવાડિયામાં મારા 14 ગીતો અનુરાધાના અવાજમાં રેકોર્ડ કરી ને 'આશિયાના' નામનો એક આલ્બમ શરૂ કર્યો હતો. એ જ મારી મુલાકાત અનુ મલિક સાથે પણ થઈ. અને આજે પણ તેમની સાથે જોડાયેલો છુ. હું આજે પણ તેમની સાથે જોડાયેલો છું, પરંતુ આજે પણ હુ મારી શર્તો અનુસાર કામ કરૂ છું. સાચું કહુ તો મે ક્યારેય ફિલ્મોમાં કામ કરવા સ્ટ્રગલ નથી કરી. મહેશ ભટ્ટ સાથે મે ઘણી ફીલ્મો કરી છે. તેમની સાથે મે પહેલી 'સર' થી કામ ચાલુ કર્યુ હતું.

આપે કઈ-કઈ ફિલ્મો માટે ગીતો લખ્યા છે?

મારી લગભગ 33 ફિલ્મ રિલિઝ થઈ છે. જેમાંથી 10 ફિલ્મો એવી છે જે ગોલ્ડન જુબલી રહી છે. 'ઈશ્ક', 'મે ખેલાડી તુ અનાડી', 'મિશન કશ્મિર', અને 'મર્ડર' આ બધી જ ફિલ્મો લોકોને પસંદ આવી છે. મુન્નાભાઈના તો તમામ ગીતો હીટ રહ્યા હતાં.

આપે શાયરીમાં ખુબ નામના મેળવી છે. શું આપ આ વિરાસત આપના બાળકોને સોપશો ?

જુઓ આ રાજનીતિ નથી કે જ્યાં હુ સીએમ છુ અને મારી સીટ હું મારા પુત્રને આપી દઉ. આ કળા ખુદાની બક્ષીસ છે. જેમજેમ વિજ્ઞાનજગતનો વિકાસ થતો જાય છે તેમ તેમ સાહિત્ય જગત લુપ્ત થતુ જાય છે. હું આ પૂરેપૂરી જવાબદારી સાથે કહુ છું કે સાહિત્યજગતની આ છેલ્લી બહાર છે. કારણ કે સામાન્ય રીતે જોઈ શકાય છે કે જે છોકરાઓ સાહિત્ય સાથે એમએ કરે છે, તેમને માટે નોકરી મેળવવી ઘણી મૂશ્કેલ હોય છે. શાયરી દ્વારા પૈસા કમાવવાનો જમાનો હવે ગયો. ફિલ્મોમાં પણ શાયરીઓનું કોઈ મહત્વ નથી રહ્યુ. માટે હું-અમે એવુ નથી ઈચ્છતા કે આવનાર પેઢીને એવી મંજીલ તરફ મોકલીયે જેના રસ્તાની શરૂઆત અંધકારમય હોય.

તે છતાં આપ નવા જમાના શાયરોને શું સંદેશ આપવા માંગશો.

મે કહ્યુ કે આ છેલ્લી બહાર છે. અને તેને સંભાળનાર જે લોકો છે તેઓ તેમની ફરજ સમજી તેને સંભાળી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે શાયરીની જે અંતિમ પંક્તિ તેમના કલમમાંથી છૂટે તે દમદાર હોય, સમાજ માટે પ્રેરણાત્મક હોય.

આપના મનપસંદન શાયરમાં આપ કોનું નામ મૂકશો?

વાંચ્યા તો બધાને છે, પણ બે-ચાર જંકશન એવા આવે કે જ્યા થોભવું પડે. પહેલુ સ્ટેશન છે ગાલિબ. જ્યાં ઘણુ બધુ રોકાયા પછી, લગભગ સો વર્ષ બાદ એક બીજુ સ્ટેશન આવે છે ફિરાક ગોરખપૂરીના નામે. શાયર જગતમાં બે મોટા ખ્યાતનામ શાયર વચ્ચે સો વર્ષનો અંતરાલ આવે છે. અને ત્યારબાદ સમય આવ્યો. જેમાં ઘણાબધા મહાન શાયર થઈ ગયા. અહી હું થોડો શ્વાસ લઈ રહ્યો છું. મોટી શાયરી માટે એક સદીનું અંતર હોવું જોઈએ ત્યારે આપણે કહી શકીએ કે કાલિદાસથી લઈને મહાદેવી વર્મા સુધી કે નિરાલા સુધી કઈ કેટલાઈ જંકશનો આવે છે.

નવા જમાના શાયરોમાંથી કોઈ એવા શાયર કે જેમની આપ સરાહના કરવા ઈચ્છતા હોવ?

આ પ્રવાહમાં ઘણા લોકો છે જે સારા શાયર છે. જેમકે કરાંચીના અહમદ મુસ્તાક, લાહોરના ઝફરે ઈકબાલ, જુબે રિજ્મી વગરે શાયરો વગર આ સમયના શાયરજગતની વાત ન થઈ શકે.

વેબદુનિયાના દર્શકો માટે કોઈ સંદેશ આપવા ઈચ્છશો?

આ ઝડપી દુનિયાની સાથે સાથે આપ પણ ઝડપી વિકાસ કરી રહ્યા છો. હુ જ્યારે દેશની બહાર જાઉ છુ ત્યારે મને જાણવા મળે છે કે આપણા દેશની દરેક જાણકારી ઈંટરનેટ દ્વારા દેશદુનિયાના ખૂણે ખૂણે પહોચે છે. મારી હ્રદયથી પ્રાર્થના છે કે આપની વેબદુનિયા સમાજની સારી સેવા કર ે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments