Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચિત્રકાર અમરજીત સાથે મુલાકાત

હરકિશન શર્મા

Webdunia
કલ ા દિલથી ઉપજે છે. બસ જરૂર હોય છે તેને નિખારવાની. આ મનુષ્યને આરામના પળની શાંતિ અને માનસિક શાંતિ આપે છે. એવુ માનવુ છે પંજાબના ભંટિડા જિલ્લાના પ્રખ્યાત ચિત્રકાર અમરજીત સિંહનુ, જેમણે પોતાની કલ્પનાઓને સંસારના કેનવાસ પર ઉતારી છે. અમરજીત સિંહે શિખોના ગુરૂજીના જે ચિત્ર બનાવ્યા છે એ મનમોહક અને અતુલનીય છે. તેમણે પંજાબના પ્રસિદ્ધ સાહિત્યકારો અને કવિઓને પણ પોતાની કલાના માધ્યમથ ી ચિત્રિત કરી પોતાનો પંજાબ પ્રેમ દર્શાવ્યો છે. આજકાલ તેઓ શ્રી ગુરૂ ગ્રંથ સાહેબના સંદર્ભો પર આધારિત ચિત્રોની શ્રેણી બનાવી રહ્યા છે. જ્યારે વેબદુનિયાના પ્રતિનિધિ હરકિશન શર્માએ તેમની મુલાકાત કરી તો તેમણે પોતાના વિશે કાંઈક આવી રીતે બતાવ્યુ.

તમે આ ક્ષેત્ર તરફ કેવી રીતે આકર્ષાયા ?
દરેક વ્યક્તિમાં કોમળ ભાવના હોય છે અને ચિત્રકારી એક એવી કલા છે. જેને મનુષ્ય બાળપણમાં જ શીખવાનુ શરૂ કરી દે છે. આ કલા અંદરથી ઉપજે છે. પરંતુ તેને નિખારવા ગુરૂની આવશ્યકતા હોય છે. વયની સાથે સાથે પરિપક્વતા આવતી જાય છે. મને પણ બાળપણથી જ ચિત્રોનો શોખ હતો. મારા મામા રવિન્દ્રસિંહ માને (જે એક સારા ચિત્રકાર હતા) મારા અંદરના ચિત્રકારને ઓળખીને મને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યુ. ત્યારે હું આઠમા ધોરણમાં ભણતો હતો. મે તેમના માર્ગદર્શન હેઠળ કામ કરવાનુ શર ૂ કર્યુ અને ચાર પાંચ વર્ષ સુધી પ્રશિક્ષણ લીધુ. આ સાથે જ મેં મારી આજીવિકા માટે વ્યવસાયિક કાર્ય શરૂ કર્યુ અને શોખ ખાતર ચિત્રકારી કરી.

કલાનુ શુ મહત્વ છે એ વિશે કંઈક બતાવશો ?
કલાનુ મહત્વ સંસારમાં ઘણુ છે. વાસ્તવમાં જ્યારે વ્યક્તિને જીંદગીમાં શાંતિની અને ખુશીના ક્ષણની જરૂર હોય છે ત્યારે તે કલાની મદદ લે છે. કલા તેને આરામ અને ખુશી આપે છે અને સાથે સાથે તેનો શોખ પણ પૂરો થાય છે. સભ્યતા, કાવ્યની કલા, મૂર્તિકલા સહિત દુનિયાની સાત કલાઓમાં માણસ જ્યા સુધી રસ નથી લેતો ત્યાં સુધી તેને માનસિક સંતુષ્ટિ નથી મળતી અને એ ભટકતો રહે છે. કલ ા આપણને માનસિક શાંતિ પ્રદાન કરે છે.

પ્રશ્ન - અત્યાર સુધી તમે કયા કયા ચિત્ર બનાવી ચૂક્યા છો ?
ઉત્તર - હુ ઘણા ચિત્રો બનાવી ચૂક્યો છુ, જેવા કે ભગત પૂર્ણ સિંહ,દરબાર સાહેબ અને તે સિવાય ગુરૂ ગ્રંથ સાહેબની શ્રેણી પર મેં કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. ગુરૂ સાહેબ પર તો ઘણા કાર્યો થયા છે પરંતુ ગુરૂવાણી દર્શન પર હજુ કોઈ વિશેષ કાર્ય નથી થયુ અને ભવિષ્યમાં ગુરૂવાણી દર્શન પર કાર્ય કરવાની કોશિશ કરી રહ્યો છુ. મેં બાબા ફરીદ સિંહની શ્રેણીની શરૂઆત કરી છે અને ગુરૂ સાહિબાનો સિવાય ભક્તિ રસના કવિ, સૂફી કવિ જેમા બુલ્લે શાહ, શાહ હુસૈન, ફઝલ શાહથી લઈને આધુનિક સમયના અમૃતા પ્રીતમ, પ્રોફેસર મોહનસિંહ, ગુરબખ્શ સિંહ પ્રીતલડી, શિવ કુમાર બટાલવી, અવતારસિંહ પાશ, ઈશ્વર ચદ્ર નંદા ઉપરાંત અન્ય ચિત્રો પણ ઉકેરવાના પ્રયાસોમાં લાગ્યો છુ.


પંજાબના કવિ, સાહિત્યકારો અને સૂફી સંતોના ચિત્રો બનાવવાનો વિચાર કેમ આવ્યો ?
મને બાળપણથી જ સાહિત્ય વાંચવાનો શોખ હતો. મેં ઉચ્ચ શિક્ષા મેળવી ન શક્યો છતા પણ મને વાંચવાનો શોખ હતો. હું માંન ુ છ ુ ક ે સાહિત્યકાર સમાજના નિર્માતા હોય છે, જો સંસદમાં કાયદો બનતો તો કોઈને કોઈના રૂપે આ સૌ પહેલા સાહિત્યકારોનો વિચાર હોય છે. હું તેમનાથી જ પ્રેરિત થઉં છુ અને મને તેમના ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો. ભવિષ્યમાં દેશના મોટા સાહિત્યકારોનુ ચિત્ર બનાવવાનુ વિચારી રહ્યો છુ.

ચિત્રકલાનું ભવિષ્ય કેવું છે ? આમાં સરકાર શુ કરી શકે ?
19 મી સદીમાં જ્યારે કેમેરા આવ્યો તો કેમેરાએ પેંટિગને ખૂબ જ નુકશાન પહોચાડ્યુ. જેના કારણે પ્રસિધ્ધ પેંટરોએ આ વિકલ્પ શોધવો પડ્યો કારણ કે પેંટિગ અને કેમેરામાં વધુ અંતર નથી રહ્યુ. પિકાસો એબસટ્રેક્ટ આર્ટ પેંટિગની તરફ આગળ વધ્યુ અને એબસટ્રેક્ટ આર્ટનુ ભવિષ્ય ઉજ્જવળ છે. મોટા શહેરોમાં પેટિંગો નીલામી દ્વારા વેચાય છે જેનાથી સારી આવક થાય છે. નાના ચિત્રકારના ભવિષ્યનુ કોઈ ઠેકાણુ નથી. સરકારનુ ધ્યાન રાજનીતિ તરફ હોય છે. કલાની તરફ સરકારે ખૂબ જ ઓછુ ધ્યાન આપ્યુ છે. સરકારે કલા તરફ પણ ધ્યાન આપવુ જોઈએ. પંજાબ સરકાર તો આ વિષય પર કામ જ નથી કરી રહી. તેમણે જિલ્લામાં એક કલા મ્યુઝીયમ અને એક આર્ટ ગેલેરી બનાવવી જોઈએ.

ભવિષ્યમાં તમારી કયા કયા ચિત્રો બનાવવાની યોજના છે ?
મારી યોજના શ્રી ગુરૂ ગ્રંથ સાહેબના માર્ગદર્શન પર ચિત્ર બનાવવાની છે અને આના પર મેં કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ સિવાય મેં આવનારા સમયમાં સાહિત્યકારો, પંજાબ સાથે જોડાયેલા સભ્યાચાર કે પંજાબમાં જે દેશભક્તિ આંદોલન થયા છે જેવા કે કામાગાટા મારુ, બબ્બર અકાલી લહર કે જલિયાવાલા બાગના અજાણ શહીદોના વિશે ચિત્ર બનાવવાની યોજના બનાવી રહ્યો છુ.

કલા સાથે જોડાયેલા લોકોને શુ સંદેશ આપશો
ઉત્તર : મનુષ્યને રોજી-રોટીને માટે કંઈક તો કરવુ જ પડે છે, જ્યારે કે કલા તો નિસ્વાર્થ થઈને જ કરવી પડે છે. ત્યારે જ તેમા ઉન્નતિ કરી શકાય છે. હુ કલાકારોને એટલુ જ કહીશ કે તમારા સમયમાંથી થોડો સમય કાઢીને યોગ્ય કલામાં તમારુ યોગદાન આપો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments