Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રધાનમંત્રી સશક્ત અને ઈમાનદાર હોય-કિરણ બેદી

ભીકા શર્મા-ગાયત્રી શર્મા

Webdunia
બુદ્ધિ, કૌશલ દરેકમાં કિરણ છોકરાઓ કરતાં પાછળ નથી. ‘લોકો શું કહેશ ે ’ આ વાતની કિરણે ક્યારેય પણ ચિંતા નથી કરી અને પોતાની જીંદગીના નિયમો જાતે જ નક્કી કર્યા છે. પોતાના જીવન અને રોજગારના દરેક પડકારનો હસીને સામનો કરનારી કિરણ બેદી સાહસ તેમજ કુશાગ્રતાની એક મિશાલ છે, જેનું સનુસરણ આ સમાજને એક સકારાત્મક બદલાવના રસ્તા પર લઈ જશે. ‘ક્રેન બેદ ી ’ના નામથી ઓળખાતી આ મહિલાએ જે બહાદુરીના લેખો લખ્યા છે તેને વર્ષો સુધી વાંચવામાં આવશે.

અમે કરી એક ખાસ મુલાકાત કિરણ બેદીની સાથે.

જ્યારે તમારી આઈપીએસ તરીકેની પસંદગી થઈ ત્યારે સમાજમાં મહિલાઓનું પોલીસ સેવામાં જવું સારૂ માનવામાં આવતું નહોતું. શું તમારે પરિવાર તરફથી આવી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે?
જવાબ: પરિવારે જો વિરોધ કર્યો હોત તો હું કદાચ આ પોઝીશન સુધી ન પહોચી શકી હોત. કિરણ બેદી તેના પરિવારની જ પ્રોડક્ટ હતી પરંતુ આ સાચુ છે કે તે વખતે મહિલાઓ પોલીસ સેવામાં જાય તે સમાજની દ્રષ્ટિએ યોગ્ય માનવામાં આવતું ન હતું.


તમારી સફળતા પાછળ તમારા પતિનો કેટલો હાથ છે?
જવાબ : મારા પતિનું મારી દરેક સફળતા પાછળ ખુબ જ યોગદાન છે. મારી દરેક સફળતાને તેઓ પોતાની સફળતા માનતા હતાં.


તમારી કચેરીના માધ્યમ વડે જનતા સાથે સીધી વાતચીત કરવાનો અનુભવ કેવો રહ્યો?
જવાબ: આ કાર્યક્રમના માધ્યમ વડે અમને એક સામાજીક જરૂરતની જાણ થઈ કે આજે દેશને આવા જ ફોરમની જરૂરત છે. તેઓ ઈચ્છે છે કે કોઈ તુરંત જ ન્યાયવાળા માધ્યમથી તેમની મદદ મળે. એવું કોઈ ફોરમ હોય જેની આગેવાની હેઠળ લોકોને તુરંત જ ન્યાય મળે. આજે આ કાર્યક્રમ લોકોને ન્યાય અપાવવાનું એક માધ્યમ બની રહ્યો છે.


શું તમને એવું લાગે છે કે ભારતીય ન્યાય પ્રણાલીની સુસતિલ વ્યવસ્થાને કારણે કેટલાયે વર્ષો સુધી ન્યાયાલયમાં જ પ્રકરણૉ લંબિત પડી રહે છે અને લોકો ન્યાય માટે બુમો પાડતાં પાડતાં પોતાના જીવનનો અડધો સમય પસાર કરી દે છે?
જવાબ : આ વાત સાચી છે કે ન્યાય મુદ્દા લંબિત છે અને ન્યાયાલયમાં કેસની સુનવણીમાં વર્ષો લાગી જાય છે. સીનિયર જ્યુડીશરીએ પણ આનો સ્વીકાર કર્યો છે કે અમારે ત્યાં અદાલતોમાં ખુબ જ એરિયર્સ છે. લોકોને વિશ્વાસ નથી કે તેમને ન્યાય મળી જ જશે. એટલા માટે તેઓ બીજા રસ્તાઓ શોધે છે અને તેમને મળતું કંઈ જ નથી. કોર્ટમાં કેસ ઘણાં બધા છે અને તેની સુનવની કરનારા જજોની સંખ્યા ઘણી ઓછી માત્રામાં છે એટલા માટે તો વર્તમાનમાં લોક અદાલતની સંખ્યા વધી રહી છે પરંતુ આજે પણ ઘણી બધી આવી વિજળી અદાલતો અને લોક અદાલતોની જરૂરત છે.

જેવી રીતે તમારા પ્રયત્નોથી તિહાડ જેલ ‘તિહાડ આશ્ર મ ’ માં બદલાઈ ગઈ. શું તમે માનો છો કે આજે દેશની દરેક જેલને આશ્રમ બનાવવો જોઈએ?
જવાબ : જે અમે તિહાડ જેલમાં કર્યું તે દેશની દરેક જેલમાં થઈ શકે છે. તેને માટે જરૂરી છે સ્વયંસેવી સંસ્થાઓને આ કાર્યમાં જોડવામાં આવે. જેટલી વધારે સ્વયંસેવી સંસ્થાઓ આ ઉમદા કાર્યમાં જોડાશે તેટલો વધારે સુધારો થશે તેમજ કેદીઓને શિક્ષાની સાથે સાથે સ્વાવલંબનના અન્ય કાર્યોનું પણ પ્રશિક્ષણ મળશે. આનાથી તેમની અપરાધિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાગી જશે.

આજે પણ ભારતીય મહિલાઓ પાછળ છે અને તેમની પર અત્યાચાર થઈ રહ્યાં છે તેની પાછળનું શું કારણ છે?
જવાબ : તેમનો ઉછેર યોગ્ય નથી. ક્યાંક સ્કુલ દૂર છે તો ક્યાંક તેમને રોજગારમુખી પ્રશિક્ષણ નથી મળી રહ્યું. તેઓ જે ભણવા માંગે છે તે ભણી નથી શકતાં. તેઓ જે કામ કરવા માંગે છે તે કરી નથી શકતી. આ રીતે તેઓ મજબુર થઈને ઘરના કામકાજમાં જ પોતાનું જીવન પસાર કરી દે છે. આજે લગ્ન જ માત્ર ભારતીય મહિલાઓનો આધાર છે. જો લગ્નજીવન સફળ રહ્યું તો તેમનું જીવન પણ સફળ રહ્યું સમજો નહિતર બર્બાદ સમજો.

પ્રશ્ન : તમારા અનુસાર દેશનો પ્રધાનમંત્રી કોણ હોવો જોઈએ?
જવાબ : દેશનો પ્રધાનમંત્રી ઈમાનદાર અને મજબુત હોવો જોઈએ પરંતુ તેની પાછળ મેજોરીટી પણ હોવી જોઈએ. જો મેજોરીટી નથી અને એવા ગઠજોડ છે જે ક્યારેક હા અને ક્યારેક ના કરે તો એવી સરકાર ક્યાં ચાલવાની? તો આ ગણિત નથી. જો તેઓ જાતે અસુરક્ષિત હોય અને તેમની પાસે નંબર જ ન હોય, ગણિત જ ન હોય તો તેઓ શું કરશે? પ્રધાનમંત્રીની પાછળ આઈડીયોલોજી અને સશક્ત પાર્ટી હોવી જોઈએ.


તમે રાજનીતિમાં રસ કેમ ન દાખવ્યો?
જવાબ : કેમકે મારો આમાં રસ જ નથી. લોકોની જીંદગી પ્રત્યે મારી રૂચિ 100 ટકા છે પરંતુ પોલીટિકલ લાઈફમાં જરા પણ નહિ.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments