Festival Posters

Union Budget 2024 Expectations: ટેક્સથી લઈને રોજગાર સુધી, સામાન્ય માણસને બજેટમાં નિર્મલા સીતારમણ પાસેથી આ અપેક્ષાઓ

Webdunia
બુધવાર, 31 જાન્યુઆરી 2024 (08:53 IST)
- નિર્મલા સીતારમણ સતત છઠ્ઠી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે 
- બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સંરક્ષણ ક્ષેત્ર માટે મોટી જાહેરાતોની અપેક્ષા 
- બજેટમાં મધ્યમ વર્ગ અને કામ કરતા લોકો માટે પણ કેટલીક ખાસ જાહેરાતો કરવામાં આવી શકે છે 
 
 
Union Budget 2024 - નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)  સતત છઠ્ઠી વખત કેન્દ્રીય બજેટ (Union Budget 2024) રજૂ કરવા જઈ રહ્યા છે .નાણામંત્રી 1 ફેબ્રુઆરી, 2024ના રોજ આ મુકામ હાંસલ કરશે. આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ડિફેન્સ સેક્ટર સુધી તમામ બાબતો માટે મોટી જાહેરાતો થઈ શકે છે. આ ઉપરાંત  આશા છે કે નિર્મલા સીતારમણ બજેટમાં મધ્યમ વર્ગ અને નોકરી ધંધો કરતા લોકો માટે પણ કંઈક ખાસ જાહેરાત કરી શકે છે.
 
સામાન્ય માણસ માટે સૌથી મોટી ચિંતા રોજગારની (Employment in Budget) છે. બેરોજગારીની ચિંતાનો સામનો કરી રહેલો મધ્યમ વર્ગ તે નીતિઓ અને યોજનાઓ (Govt Schemes) ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે જે રોજગારીની વધુ તકો ઊભી કરી શકે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને વચગાળાના બજેટ(Interim Budget)માં નોકરીની તકોમાં વધારો થવાની અપેક્ષા છે. મિડલ ક્લાસ માટે ટેક્સ કપાત(Tax Deduction), એફોર્ડેબલ હાઉસિંગ, મોંઘવારીમાંથી રાહત અને હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો (Home Loan Interest Rate) જેવી બાબતોની જાહેરાત થવાની પણ શક્યતા છે. 
 
રોજગાર યોજનાનો વિસ્તાર -  એવી આશા કરવામાં આવે છે કે ભારત સરકાર આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY), જે કંપનીઓને સબસિડી પૂરી પાડે છે તેનું વિસ્તરણ કરી શકે છે. તેનાથી રોજગારીની તકો ઉભી થશે. આ યોજના માર્ચ 2024 સુધીમાં સમાપ્ત થઈ જશે. સાથે જ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ NREGSનું બજેટ પણ વધારી શકાય છે. આ સિવાય રેલવે, ડિફેન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોજગારની તકો ઊભી કરવા માટે કેટલીક વિશેષ જાહેરાતો પણ કરવામાં આવી શકે છે.

Edited by - kalyani deshmukh 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

તાન્યા મિત્તલે બતાવ્યો અસલી રૂઆબ.. કંડોમ ફેક્ટરી જોઈને ચોંકી ગયા લોકો, બોલ્યા - હવે પુરાવા જાતે બોલી રહ્યા છે

ગુજરાતી જોક્સ - સિંહ રાશિવાળા લોકો

આગળનો લેખ
Show comments