Webdunia - Bharat's app for daily news and videos

Install App

Presidential Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણીમાં યશવંત સિન્હા માટે વોટ કરશે AIMIM, ઓવૈસીએ કરી જાહેરાત

Webdunia
મંગળવાર, 28 જૂન 2022 (13:19 IST)
Presidential Election 2022: આઈએમઆઈએમ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા  (Yashwant Sinha) નુ સમર્થન કરશે. આઈએમઆઈએમ (AIMIM) પ્રમુખ અસરુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ ટ્વીટ કરી કહ્યુ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એઆઈએમઆઈએમના નેતા વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને વોટ આપશે.  યશવંત સિન્હાએ પહેલા પણ મારી સાથે ફોન પર વાત કરી હતી. 
 
21 જૂને વિપક્ષી નેતાઓની બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ યશવંત સિંહાએ પોતાના સમર્થન માટે ઘણી પાર્ટીઓ સાથે વાત કરી છે. આજે કેસીઆરની આગેવાની હેઠળની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) એ સિંહાને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
 
યશવંત સિન્હાએ આજે નામાંકન દાખલ કર્યુ 
યશવંત સિન્હાએ આજે ફોન પર અસરદ્દીન ઓવૈસીનો પણ સંપર્ક કર્યો અને તેમનુ સમર્થન માંગ્યુ. જ્યારબાદ આઈએમઆઈએમ પ્રમુખ અસદ્દદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યુ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં યશવંત સિન્હાને વોટ આપવાની વાત કરી. વિપક્ષના સંયુક્ત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાએ આજે અનેક વિપક્ષી નેતાઓની હાજરીમાં પોતાનુ નામાંકન દાખલ કર્યુ હતુ. 84 વર્ષીય પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ 14 વિપક્ષી દળો સાથે સર્વ સંમત્તિના ઉમેદવારના રૂપમાં પોતાનુ ઉમેદવારીપત્ર દાખલ કર્યુ. 
 
યશવંત સિન્હા સાથે આ નેતા હાજર રહ્યા 
તેમની સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર હતા. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જી, જમ્મુ-કાશ્મીર નેશનલ કૉન્ફેસના ફારૂક અબ્દુલ્લા, રાલોદના જયંત સિન્હા, માકપાના સીતારામ યેચુરી, 
ડીએમકેના એ રાજા, સીપીઆઈના ડી રાજા અને તેલંગાણાના મંત્રી અને ટીઆરએસના નેતા કે.ટી. સંસદ ભવનમાં હાજર રહેલા વિપક્ષી નેતાઓમાં રામારાવ પણ સામેલ હતા.
 
18 જુલાઈએ થશે રાષ્ટ્રપતિ ચૂંટણી 
રાષ્ટ્રીય જનતા દળના મીસા ભારતી, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટીના એનકે પ્રેમચંદ્રન અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના મોહમ્મદ બશીર પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી(President Election)  માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 29 જૂન છે અને ચૂંટણી 18 જુલાઈએ યોજાશે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments