Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ દેશના યુવાનોને સ્વતંત્રનાનું મહત્વ ખબર છે ?

Webdunia
સ્વતંત્રતા દિવસ પર ઘણા ઉત્સવો અને જયહિંદના સૂત્રોચ્ચાર થશે, કેમ ન હોય.. આ આઝાદી દરેક દેશવાસી માટે ખૂબ જ મહત્વની છે. શહેરના યુવાઓ પણ આઝાદીનો મતલબ સમજી રહ્યા છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિમંત રાખે છે.

અમે કેટલાક યુવાઓ સાથે વાત કરીને જાણ્યુ કે આઝાદ ભારતમાં મળેલ સ્વતંત્રતાનો તેઓ કેવી રીતે ઉપભોગ કરે છે અને દેશ માટે શુ યોગદાન આપી રહ્યા છે. આ યુવાઓનુ કહેવુ છે કે અમે પણ હોશમાં છીએ અને અમારી સામે ખોટી વાત કરનારે હોશમાં આવવુ પડશે.


સપનાને સાકાર કરવાનો પ્રયત્ન

અનુરાગ ગર્ગ કહે છે કે આઝાદી સાથે ગાંધીજીએ એક અખંડ ભારતનુ સપનુ જોયુ હતુ. અમે યુવા આ સપનાને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી રીત થોડી અલગ છે. સારી નોકરીઓ મેળવીને, સારુ પેકેજ મેળવીને વિદેશોમાં અમારુ મહત્વ સમજાવીને દેશના આર્થિક વિકાસમાં મદદ કરીને પ્રત્યક્ષ નહી તો અપરોક્ષ રીતે અમે દેશને મજબૂત કરી રહ્યા છીએ.

એકતાથી આવશે બદલાવની આંધી

P.R

રાહુલ શાહ કહે છે કે આજે અમારી સમક્ષ ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો છે અને દેશનો દરેક નાગરિક તેના વિરોધ આંદોલનમાં જોડાય ગયો છે. આજના યુવા અસત્ય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને આતંકવાદના મુદ્દા પર પોતાના વિચાર બતાવી રહ્યા છે. દેશસેવા માટે ખુદ સૈનિક બનવાની હિમંત દાખવી રહ્યા છે. રાજનીતિમાં જઈને પોતાની રીતે કામ કરીને પરિસ્થિતિઓ બદલવાનો પ્રયત્ન કરી રહ્હ્યા છે. યુવાઓની આ તાકત એક થઈ જાય તો ક્રાંતિ આવવામાં સમય નહી લાગે.

વિશાલ સાહૂ કહે છે કે ફક્ત આપણા દેશની મોટી વસ્તી યુવાઓની છે. આઝાદી પછી આપણે ઘણા આધુનિક થઈ ગયા છીએ અને દુનિયાભરમાં આપણે આપણી પ્રતિભાને પ્રદર્શિત કરવાની તક પણ મળી રહી છે. નવી પેઢી, નવા વિચાર દ્વારા મોટા ફેરફારો લાવી રહી છે. એમા કોઈ શક નથી કે દેશને મહાશક્તિ બનાવવામાં યુવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.. યુવાઓ પોતાની કાબેલિયતના આધાર પર આને સાબિત પણ કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments