Webdunia - Bharat's app for daily news and videos

Install App

Saluting Bravehearts - 5 Women Freedom Fighters: ભારતની એ વીરાંગનારો જેમણે રાતોરાત અંગ્રેજ સરકારનો પાયો હલાવી નાખ્યો હતો

Women Warriors

Webdunia
રવિવાર, 7 ઑગસ્ટ 2022 (00:35 IST)
Freedom Fighters Women's Contribution: ભારતના સ્વતંત્રતા સંગ્રામમા યોગદાન માટે મહાત્મા ગાંધી, નેહરુ, સરદાર વલ્લભ ભાઈ પટેલનુ નામ ખૂબ લેવામાં આવે છે. પણ સ્વતંત્રતા સંગ્રામની આ લડાઈ ભારતીય મહિલાઓ ના યોગદાન વગર અધૂરી છે. પુરૂષો માટે આ આંદોલનમાં ભાગ લેવો સહેલુ હતુ પણ મહિલાઓને આંદોલન સુધી પહોંચતા પહેલા જ સમાજની અગણિત બેડીઓ તોડવી પડતી હતી. ત્યારબાદ અનેક ભારતીય મહિલાઓ, આ લડાઈમાં સ્વતંત્રતા સેનાનીના રૂપમાં કાર્ય કરી દેશને આઝાદી અપાવી. તેમના આ ત્યાગને ભૂલાવી શકાતુ નથી. 
 
કસ્તુરબા-મોહનદાસ:  (Kastur Ba Gandhi) 
 
 કસ્તુરબા ગાંધી કસ્તુરબા ગાંધીને આપણે મહાત્મા ગાંધીના પત્ની તરીકે ઓળખીએ છીએ. ગુજરાતના પોરબંદરમાં 11 એપ્રિલ, 1869ના રોજ જન્મેલા કસ્તુરબાએ 22 ફેબ્રુઆરી, 1944ના રોજ દેહત્યાગ્યો હતો. હંમેશા ગાંધીજીની સાથે રહીને તેમણે સ્વતંત્રતાની ચળવળને આગળ વધારવામાં મદદ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં 1904થી 1914 સુધી ફિનિક્સની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમને ભારતીયોને ખરાબ કાર્ય પરિસ્થિતિઓમાં કામ કરાવવા અંગેના વિરોધ પ્રદર્શનમાં 3 માસની સખત કામના કેદી તરીકે જેલ થઇ હતી. ભારતમાં પણ ગાંધીજી જ્યારે જેલમાં હોય ત્યારે તેમનું બધું કામ કસ્તુરબા સંભાળતા હતા. તેમણે સામાજિક ક્ષેત્રે બદલાવ લાવવા ઘણું કાર્ય કર્યું હતું.
 
મૃદુલા સારાભાઇ  (Miridula Sarabhai) 
 
અમદાવાદના ઉદ્યોગપતિ જૂથ સારાભાઇ પરિવારમાંથી આવતા મૃદુલા સારાભાઇનો જન્મ 6 મે, 1911માં થયો હતો. તેઓ બાળપણથી જ ગાંધીજીના પ્રભાવમાં હતા. તેમણે નાની વયે ઇન્દિયા ગાંધીની વાનર સેનામાં પણ કામ કર્યું હતું. તેઓ સત્યાગ્રહીઓને પાણી પીવડાવવાનું કામ કરતા હતા. તેમણે કોંગ્રેસના સેવા દળમાં જોડાઇને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો તેમણે વિદેશી વસ્તુઓ અને કપડાંઓનો પણ વિરોધ કર્યો હતો. આઝાદી મળી તે દિવસે તેઓ ગાંધીજીની મંજૂરીથી પટનામાં રાષ્ટ્રધ્વજ લહેરાવવાના હતા. જો કે તેમને પંજાબમાં રમખાણો ફાટી નિકળવાના સમાચાર મળતા જ નહેરૂજી સાથે વાત કરીને તેઓ પંજાબમાં શાંતિ સ્થાપવાના કાર્યમાં જોડાઇ ગયા હતા.
 
મણિબેન પટેલ (Maniben Patel) 
 
 ગુજરાતના કરમસદમાં 3 એપ્રિલ, 1903ના રોજ જન્મેલા મણિબેન પટેલનું જીવન શિસ્ત અને માતૃભૂમિ માટે બલિદાન આપવા તૈયાર રહેવાના પ્રતીક સમાન હતું. સરદાર વલ્લભભાઇ પટેલના આ પુત્રીએ મહિલાઓને આઝાદીની લડાઇમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. તેમણે પિતા સરદાર પટેલને સતત સાથ આપ્યો. ભારત છોડો આંદોલન દરમિયાન તેમને પકડીને યરવાડા જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. વર્ષ 1976ની કટોકટી દરમિયાન પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 1990માં તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી હતી.
 
કમલાદેવી ચટ્ટોપાધ્યાય (Kamaladevi Chattopadhyay)
 
સ્વાતંત્ર્ય સંગ્રામમાં કમલાદેવીનું મહત્વનું યોગદાન છે, એક વિચારક તરીકે તે ગાંધી કે આંબેડકરથી કમ નહોતા. જ્ઞાતિથી લઈને રંગભૂમિ સુધીના દરેક વિષયમાં તેમનો રસ હતો, પરંતુ તેમનું નામ ઈતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગયું છે. કમલાદેવીએ જ મહાત્મા ગાંધીને સત્યાગ્રહમાં મહિલાઓને સામેલ કરવા વિનંતી કરી હતી. આઝાદી સુધી, કમલાદેવી ઘણી વખત જેલમાં ગયા હતા, ક્યારેક ગાંધીના નામનો જાપ કરતા મીઠું વેચવા બદલ અને ક્યારેક ભારત છોડો ચળવળમાં ભાગ લેવા બદલ.
 
1928માં કમલાદેવી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ચૂંટાઈ આવ્યા અને 1936માં કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના પ્રમુખ બન્યા. આ પછી, 1942 માં અખિલ ભારતીય મહિલા પરિષદની અધ્યક્ષ બનીને, તેમણે મહિલાઓને પ્રસૂતિ રજા આપવાની અને તેમના અવેતન મજૂરીની અવગણના ન કરવાની વાત કરી.
 
સરોજીની નાયડુ (Sarojini Naidu)
 
સરોજિની નાયડુ, જે ઈતિહાસના પાનાઓમાં ભારત કોકિલા તરીકે પ્રખ્યાત છે, તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા. તેમણે મહિલાઓને સમાજની ખરાબીઓ સામે જાગૃત કરી અને સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું. રાજકારણ ઉપરાંત સરોજિનીને લેખનમાં પણ ઊંડો રસ હતો. તેમના જીવનકાળમાં મહિલાઓ માટે લડવાની સાથે, તેમણે ઘણા પ્રખ્યાત પુસ્તકો પણ લખ્યા તેમણે જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં તેમનું કૈસર-એ-હિંદ સન્માન પરત કર્યું. આઝાદી બાદ સરોજિની ઉત્તર પ્રદેશની પ્રથમ મહિલા ગવર્નર બની.
 
ભીકાજી કામા (Bhikaiji Cama)
 
ભારતીય મહિલા સ્વતંત્રતા સેનાની ભીકાજી કામાએ પણ આઝાદી માટે ખૂબ જોર લગાવ્યુ. ભીકાજી કામા વિદેશમાં ભારતનો ઝંડો લહેરાવનારી પહેલી મહિલા હતી. એ સમયે ભારત આઝાદ થયુ નહોતુ અને ભારત માટે બ્રિટનનો ઝંડો વપરાતો હતો. તેમને આ વાત બિલકુલ ગમતી નહોતી. તેથી તેમણે જાતે ભારત માટે તિરંગો તૈયાર કર્યો અને તેને લહેરાવ્યો. ભીકાજી 33 વર્ષ પોતાની બીમારીને કારણે ભારતથી દૂર રહી પણ દૂર જઈને પણ તેમનુ આઝાદીનુ સપનુ કાયમ રહ્યુ. તેઓ યૂરોપના જુદા જુદા દેશમાં જઈને ભારતની સ્વતંત્રતાના નારા લગાવતી રહી. તેમને પેરિસ ઈંડિયન સોસાઈટીની સ્થાપના કરી અને તેમા પોતાની ક્રાંતિકારી મેગેજીન વંદે માતરમ કાઢી. 
 
એની બેસેંટ  (Annie Besant)
 
આમ તો એની બેસન્ટનો જન્મ લંડનમાં થયો હતો, પરંતુ 1893માં ભારત આવ્યા બાદ તે અહીંની જ થઈને રહી ગઈ. એની બેસન્ટ વર્ષ 1917માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા હતા. તેમણે ભારતમાં પ્રવર્તતી અનિષ્ટો સામે અવાજ ઉઠાવવા માટે બ્રધર્સ ઑફ સર્વિસ સંસ્થાની સ્થાપના કરી અને તેની મદદથી બાળ લગ્ન અને જાતિવાદ જેવા મુદ્દાઓની સખત ટીકા કરી. તેમણે ન્યૂ ઈન્ડિયા અખબાર દ્વારા બ્રિટિશ સરકાર પાસેથી ભારતમાં સ્વ-શાસનની માગણી કરી. બેસન્ટે 1916માં ભારતમાં હોમ રૂલ મૂવમેંટ શરૂ કરી હતી.
 
અરુણા આસિફ અલી  (Aruna Asaf Ali)
 
અરુણા અસફ અલીએ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી.  તેમણે મુંબઈના ગોવાલિયા ટાંકી મેદાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ધ્વજ લહેરાવીને યુવાનોને ઉત્સાહિત કર્યા હતા. 1930 ના મીઠા સત્યાગ્રહ દરમિયાન, અરુણાએ મોટા સભાઓને સંબોધિત કર્યા, ત્યારબાદ તે જેલમાં પણ ગઈ. 1932 માં, જેલમાં હતા ત્યારે, તેમણે કેદીઓ સાથેના ખરાબ વ્યવહારના વિરોધમાં ભૂખ હડતાલ કરી હતી. અરુણાને ભારતીય સ્વતંત્રતા સંગ્રામની ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે પણ ઓળખવામાં આવે છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

આગળનો લેખ
Show comments