Webdunia - Bharat's app for daily news and videos

Install App

માઉંટબેટેનના નામ ગાંધીજીનો પત્ર

વેબ દુનિયા
હું તો આશ્ચર્યમાં છું કે તમે વિચારો છો કે કોંગ્રેશ અને લીંગ, બન્નેના પક્ષ ન્યાયસંગત છે અને લગભગ ઝિન્નાની માંગ વધારે મહત્વની છે. મારો સ્પષ્ટ મત છે કે આ શક્ય નથી. સરખામણી કરવીજ હોય તો પૂર્ણ સાતત્યથી કરો. જો તમારી દ્રષ્ટિએ કાયદા-આઝમ ઝિન્ના કોંગ્રેસની સરખામણીમાં વધારે સમજદાર અને ન્યાયપ્રિય છે તો તમારે મુસ્લિગ લીંગના નેતાઓં સાથે જ સલાહ-સૂચન કરવો જોઇએ અને ખુલેઆમ તેમની નીતિઓનો સ્વીકાર કરવો જોઇએ.

તમે ઇશારો કર્યો કે લગભગ કાયદા-આઝમ તમને લોકોને 15મી ઓગસ્ટ સુધી સત્તાની વહેચણી નહીં કરવા દે, કારણ કે કોંગ્રેસ મંત્રિગણ અનુકૂળ સરકાર નહી આપી શકે. મારા માટે આશ્ચર્યમિશ્રિત દુશ્ર્વિંતાના સમાચાર છે. મેં તો શરૂઆતથી જ ભાગલાનો વિરોધ કર્યો છે. ભાગલાની રાયમાં બ્રિટિશ સામ્રાજ્યની શરૂઆતની જ ભૂલ છે. હજુ તમે આ ભૂલને સુધારી શકો છે, પરંતુ ખરાબ આચરણ અને વાકાપણાને વધારવામાં ન્યાય નથી.

તમે ત્રીજી વખત મને ભોંયભેગો કરી દીધો કે અંગ્રેજોની હાજરીમાં જો ભાગલા ન થયા તો હિંદૂ બહુમતી મુસલમાનોંને ગુલામ બનાવીને રાજય કરશે અને તેઓને કયારેય ન્યાય નહીં મળી શકે. જેમેકે મેં તમને કહેલું કે, આ ધારણા ખરેખર કલ્પના છે. સંખ્યાનું મહત્વ આમાં છેજ નહી. એક લાખથી ઓછા અંગ્રેજોએ 40 કરોડ ભારતીયોનું શોષણ કરી તેના ઉપર રાજ કર્યું. તેમછતાં, તમારા વિચાર માટે નિચેની પાંચ સલાહ મોકલી રહ્યો છું.

- કોંગ્રેસે ઘણી વખત ખુલ્લેઆમ એલાન કર્યુ છે કે તે કોઇ પણ પ્રાંતને બળજબરીથી ભારતીય યૂનિયનમાં નહીં જોડે.
- જાત-પ્રાંતથી વિખેરાયેલા કરોડોં હિન્દુઓંની તાકાત નથી કે તે દસ કરોડ મુસલમાનોંનું શોષણ કરે જાય.
- મુગલોં એ પણ અંગ્રેજોની જેમ હિંદુસ્તાન ઉપર લાંબા સમય સુધી સખ્ત શાસન કર્યું હતું.
- મુસલમાનોંએ હરિજનોં અને આદિવાસિયોંને તેમની સાથે ભળાવાનો પ્રયત્ન શરૂ કરી દેધોં છે.
- સુવર્ણ હિન્દૂ, જેનના નામ ઉપર ધમાલ થઇ છે, તેની સંખ્યા તો એકદમ નગણી શકાય તેટલી જ છે.

આ સિદ્ધ થઇ શકે છે કે આમાંથી પણ અત્યારે રાજપૂતોંમાં રાષ્ટ્રીયતાનો ઉદય ન થયો હોય. બ્રાહ્મણ અને વૈક્ષ્ણવ તો હથિયારા પકવાનું પણ નથી જાણતા. એમની કોઇ સત્તા હોય તો તે નૈતિક સત્તા છે. શૂદ્રો(નીચલી જાતી)ની ગણતરી હરિજનોંની સાથે થાય છે. એવો હિન્દૂ સમાજ એમની બહુમતીથી મુસલમાનોંને પદાક્રાંત કરી તેનો નામોશેષ કરી શકે, આ એકદમ પોકળ-કાલ્પિનીક વાર્તા છે.

એટલા માટે તમે સમજી શકશો કે સત્ય અને અહિંસાના નામ પર હું ફકત એકલો જ રહી જાય અને અહિંસાવાળો પુરૂષના પ્રતાપની સામે અણુશક્તિ પણ મામૂલી (હિન) થઇ જાય છે, તો નૌકાદળનો તો હિસાબ જ નથી. મેં આ પત્ર મારા મિત્રોંને નથી બતાવ્યો.

સાદર
મોહનદાસ કરમચંદ ગાંધી
તારીખ - 28મી જૂન, 1947

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments