Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીજીનું પ્રોફેશનલ મેનેજમેંટ

વેબ દુનિયા
- અક્ષેશ સાવલિયા

બીજા વિશ્ર્વયુદ્ધમાં લશ્કરી તાકાતે જીતીને બળીયો સાબિત થયેલું બ્રિટન આર્થિકરીતે ભાંગી ગયું હતું અને તેના કારણે તેણે 1947માં ભારતને આઝાદ કરવું પડયું.

આ વાતને ચાલુ મહિને 60 વર્ષ પુરા થયાં. ભારતને આઝાદી અપાવવામાં પરોક્ષરીતે વિશ્ર્વયુદ્ધ ભલે નિમિત બન્યું પરંતુ સ્વતંત્રતા માટે ક્રાંતિનો પહેલો ભડકો કરનાર વીર મંગલ પાંડે થી લઇને મહાત્મા ગાંધીજી અને લોખંડી સરદાર સુધીના દરેક શહીદોનું યોગદાન જેવું તેવું નહોતું. સરફરોશ ક્રાંતિકારો હજારો હતાં, પણ તે બધામાં સોથી વધુ પ્રસિદ્દિ ગાંધીજીને મળી. ફકત એટલા માટે નહિં કે જીવનના લગભગ ત્રણ દાયકા આઝાદીની લડત પાછળ તેમણે વીતાવી દીધા. દેશની સેવામાં જવાહરલાલ નહેરૂ, આચાર્ય ક્રિપલાની, મોલાના આઝાદ, સુભાષચંદ્દ બોઝે પણ વર્ષોના વર્ષોના આપી દીધા હતાં. આમ છતાં ગાંધીજીની વિરાટ પ્રતિભા સામે બીજાનું યોગદાન ઓછું દેખાયું.

અલબત, શા કારણે ? આજે પ્રોફેશનલ મેનેજમેંટના જમાનામાં મેનેજમેંટનીજ ભાષામાં વાત કરો તો કદાચ એ સવાલનો જવાબ મળી રહેશે. વકિલ મોહનદાસ કરમચંદ ગાંધીની છબિ મેનેજેમેંટ ગૂરૂ તરીકે ઉપસી આવે તે સ્વાભાવિક છે. ગોરી હકૂમતને કયા મુદે સિફતપૂર્વક પડકારવી, મુદાને કેટલો અને ક્યાં સુધી ચગાવવો અને છેવટે સત્યાગ્રહના ભાગરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અંગ્રેજોને શી રીતે ઝૂકાવવા એ દરેક બાબતે ગાંધીજી ખૂબ જ સભાન હતાં. માટેજ સત્યાગ્રહનું દરેક પગલું તેઓ ગણતરીપૂર્વક ભરતા હતાં.

શસ્ત્રસજ્જ અંગ્રેજો સામે અહિસંક લડત આદરીને સમગ્ર વિશ્ર્વની નજરમાં અંગ્રેજોને વિલન પુરવાર કરી દેવાને મળેલી સફળતા મેનેજમેંટમાં તેમની કોઠાસૂજનું ઉદાહરણ છે, તો બીજો દાખલો દાંડી યાત્રા પણ છે. કે જેમાં માત્ર અંગ્રેજો સલ્તનતને જ નહિં, પરંતુ સમગ્ર દુનિયાને ખળભળાવ્યું. દાંડી યાત્રા એક અનોખો વિચાર હતો, જેનું દેશવ્યાપી માર્કેટિંગ કરવામાં વપરાયેલી પ્રોડક્ટ મીઠું એટલેકે સોલ્ટ હતી. આને જ કહેવાય મહાત્મા ગાંધીજીનું પ્રોફેશનલ મેનેજમેંટ. જો આજે ગાંધીજી જીવિત હોત તો તેઓને ભારતની સોથી બેસ્ટ આઇ આઇ એમ( IIM) માં મેનેજમેંટ ગુરૂનું સ્થાન ધરાવતા હોત. શું તમારે પણ ગાંધીજી જેવું મેનેજમેંટ શીખવું છે? જો હા તો આજથી જ ગાંધીજીના જીવન ચરિત્રને ધ્યાનમાં લઇને આધ્યાત્મિક ગુરૂ બની જાવ, તમને સફળતા જરૂર મળશે. તથાસ્તુ....

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments