Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્વચા માટે જ નહી પણ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે હળદર

Webdunia
સોમવાર, 9 માર્ચ 2015 (15:13 IST)
ત્વચામાં ચમક લાવવાના પોતાના ગુણો ઉપરાંત હળદરનો ઉપયોગ અનેક અન્ય સ્થિતિઓમાં પણ કરી શકાય છે. આવો જાણીએ આના બીજા લાભો વિશે... 
 
- ફાટેલી એડિયોની સમસ્યા ઓછી કરે છે 
 
ફાટેલી એડિયોથી વધુ ગુસ્સો અપાવનારી સ્થિતિ કોઈ બીજી નથી હોતી. એક કોલ્ડ ક્રીમની લેયરિંગને બદલે હળદરને એક ઔષધિના રૂપમાં ઉપયોગ કરો. ત્રણ ચમચી હળદર.. થોડુ નારિયળ અને કૈસ્ટર ઓઈલનુ મિશ્રણ તૈયાર કરો અને શાવર લેતા પહેલા 10 કે 15 મિનિટ સુધી એડિયો પર લગાવો.  થોડો સમય પછી તમારી એડિયો નરમ થઈ જશે. 
 
- ખીલ પર નિયંત્રણ 
 
હળદરમાં એંટી સૈપ્ટિક અને એંટિ બૈક્ટેરિયલ ગુણ હોય છે. જે ખીલને રોકવામાં મદદ કરે છે. તમે હળદરનો ફેસ માસ્ક પણ ખીલના દાગને ઓછા કરવા માટે લગાવી શકો છો. 
 
હળદર અને ચંદન પાવડરને લીંબૂના રસમાં ભેળવો. તેને તમારા ચેહરા પર 10 મિનિટ સુધી લગાવો અને કુણા પાણીથી ચેહરો ધોઈ લો.  આ માટે હળદરને સાદા પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવો અને આ પેસ્ટ ખીલના ડાધ પર 15 મિનિટ માટે લગાવો. 
 
ડેંડ્રફમાં લાભદાયક 
 
ડૈડ્રફની સમસ્યાથી લાખો લોકો પરેશાન છે. ડૈડ્રફની સાથે સાથે માથા પર ખંજવાળની સમસ્યા પણ ઉભી થાય છે. હળદરમાં એંટી બૈક્ટેરિયલ ગુણ હોય છે. સાથે જ આ એંટી ઓક્સીડૈંટ અને એંટી ઈંફ્લામેટરી પણ છે. આ માથાની તવચાને ક્લીંઝ કરવામાં મદદ કરે છે અને તેમા રક્ત પ્રવાહને ઉત્તેજીત કરીને માથાનો ખોડો ઓછો કરે છે.  હળદરને ઓલિવ ઓઈલની સાથે મિક્સ કરી વાળને ધોવાના 20 મિનિટ પહેલા માથાની ત્વચા પર તેનાથી મસાજ કરો. 
 
- વાળને ખરતા રોકે 
 
વાળ ખરવાની સમસ્યા તણાવ, એજિંગ, કોઈ બીમારી કે કોઈ પ્રકારની ઉણપને કારણે હોઈ શકે છે. સક્ર્યુમિન હળદરમાં રહેલુ એક તત્વ છે જે બીટા નામના એજૈંટના વિકાસની ગતિવિધિનુ ઘર છે. બીટાને ટીએફજીના નામથી પણ ઓળખાય છે. જેના કારણે હેયર ફોલિકલ્સ મૃત થઈ જાય છે અને વાળ ખરવા શરૂ થાય છે.  હળદરને મધ અને દૂધ સાથે એક મિશ્રણના રૂપમાં વાપરવાથી વાળ પહેલા જેવા સ્વસ્થ બનાવી શકાય છે.  

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..