Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીરિયડ્સ(માસિકધર્મ)ની તમામ પ્રકારની તકલીફોમાં આરામ આપશે આ ઉપાયો

Webdunia
ગુરુવાર, 4 ઑગસ્ટ 2016 (17:26 IST)
પીરિયડ્સનો સમય સ્ત્રીઓ માટે ખૂબ મુશ્કેલ હોય છે. અનેક સ્ત્રીઓને આ તકલીફમાં ખૂબ ચિડચિડ થાય છે. આવી સ્થિતિમાં દુ:ખાવાનો સામનો કરવો પડે છે.  ક્યારેક ક્યારેક આ સમસ્યાઓ આપણી દિનચર્યાને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે પણ તમારે પરેશાન થવાની જરૂર નથી. તમે આ સહેલા ઉપાયોથી તમારા પીરિયડની તકલીફોમાંથી મુક્તિ મેળવી શકો છો. 
 
 1. ગરમ પાણીનો કરો સેક - પેટમાં દુખાવો થતા હોટ બેગ કે કોઈ બોટલમાં ગરમ પાણી લઈને પેટ પર મુકીને સેક કરવાથી આરામ મળે છે. 
 
2. ગરમ પીણુ - પેટનો દુખાવો શરૂ થતા જ ગરમ પાણી ચા કે કોફીનો પ્રયોગ કરી શકો છો. તેને પીધા પછી તમે રાહત અનુભવશો. 
 
 3. સોયાબીન અને દૂધ - પીરિયડની સમસ્યાઓથી બચવા માટે સરગવો, સફેદ કોળુ, કારેલા અને તલનુ સેવન લાભકારી હોય છે.  આ ઉપરાંત પાલક, ઈંડા અને સોયાબીનનુ રોજ સેવન કરવાની સાથે જ રોજ દૂધ જરૂર પીવો. 
 
4. કબજિયાત - પીરિયડ્સના સમયે કબજિયાતની સમસ્યા થતા એવી વસ્તુઓનું સેવન ન કરો જેનાથી કબજિયાત વધે. 
 
5. ખાટી વસ્તુઓ - માસિક દરમિયાન ખાટી વસ્તુઓથી હંમેશા દૂર રહો. કારણ કે આ વસ્તુઓથી અંગોમાં સોજો આવી જાય છે. 
 
6. વરિયાળી કે તલ - પીરિયડ્સ શરૂ થતા પહેલા જ વરિયાળ કે તલનુ સેવન કરવાથી ફાયદો થાય છે. તેનાથી પીરિયડ્સ સમય પર આવે છે. 
 
7. પપૈયુ - આ દિવસો દરમિયાન પપૈયુ ખાવુ પણ ખૂબ લાભકારી છે.  અનેક સ્ત્રીઓ આનુ સેવન સમય પર પીરિયડ્સ લાવવા અને ગર્ભથી મુક્તિ મેળવવા માટે પણ કરે છે. 
 
8. ધાણા - વાટેલા ધાણા વાટેલી ખાંડ સાથે ઘીમાં સેકીને દિવસમાં ત્રણ વાર લગભગ 2-2 ચમચી ખાવાથી પણ પીરિયડ્સની સમસ્યાઓથી છુટકારો મળે છે. 
 
9. દાડમના છાલટા - દાડમના છાલટાને સુકાવીને પાવડર બનાવી લો. આ પાવડરને રોજ એક ચમચી ઠંડા પાણી સાથે લેવાથી પીરિયડ્સ નિયમિત થશે અને તકલીફોથી મુક્તિ મળશે. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments