Dharma Sangrah

એસિડિટીથી પરેશાન છો તો અપનાવો આ અસરદાર ઘરેલુ ઉપાયો

Webdunia
શુક્રવાર, 13 એપ્રિલ 2018 (15:05 IST)
ખોટા ખાન-પાન અને ભાગદોડ ભરી જીંદગીને કારણે મોટાભાગના લોકોને એસિડીટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.  એસિડીટી થવાના અનેક કારણ હોઈ શકે છે જેવા કે સમય પર ન ખાવુ, મોડી રાત સુધી જાગવુ, મસાલેદાર વસ્તુનુ સેવન કરવુ વગેરે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે લોકો અનેક દવાઓનો સહારો લે છે. પણ તેનો વધુ ફાયદો નથી મળતો. કેટલાક ઘરેલુ ઉપાયો અપનવીને પણ એસીડિટીને દૂર કરી શકાય છે.  આજે અમે તમને એસીડિટી દૂર કરવા માટે કેટલાક અસરદર ઘરેલુ ઉપાય બતાવીશુ. 
 
1. કાચુ દૂધ - જે લોકોને એસિડીટીની સમસ્યા રહે છે તેમણે રોજ કાચા દૂધનુ સેવન કરવુ જોઈએ. દૂધમાં મોટી માત્રામાં કેલ્શિયમ હોય છે જે એસિડિટીની સમસ્યાને ખતમ કરે છે. 
 
2. તુલસી - સવાર સવારે ખાલી પેટ તુલસીના પાન ચાવવાથી એસિડીટી કંટ્રોલમાં રહે છે. તુલસીમાં એસિડિટીને ખતમ કરવાના ગુણ જોવા મળે છે.  રોજ તેનુ સેવન કરવાથી થોડાક જ દિવસમાં એસિડીટીની સમસ્યા દૂર થાય છે. 
 
3. કેળા - કેળામાં પૌટેશિયમ અને ફાઈબર જોવા મળે છે. જે પેટમાં એસિડ બનવા દેતુ નથી. જો તમને પણ એસીડિટીની સમસ્યા રહે છે તો રોજ સવારે કેળા ખાવ. 
 
4. સફરજન સિરકા - 2 મોટી ચમચી સફરજન સિરકાને ઠંડુ પાણી મિક્સ કરીને પીવો. તેનાથી પાચન ક્રિયા સારી રહે છે અને એસિડીટી થતી નથી. 
 
5. વરિયાળી - વરિયાળીમાં એંટી અલ્સર ગુણ હોય છે જે કબજિયાત અને એસિડીટીની સમસ્યાથી રાહત અપાવે છે.  જ્યારે પણ તમને એસીડીટી લાગે તો વરિયાળી ખાઈ લો. જો તમે ચાહો તો વરિયાળીનુ પાણી પણ પી શકો છો. 
 
6. ફુદીનાની ચા - ફુદીનો એસીડીટીની સમસ્યા દૂર કરવા માટે કારગર ઉપાય છે. એસિડીટીથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી એક  કપ ફુદીનાની ચા પીવો. 
 
7. ઈલાયચી - ઈલાયચી ખાવાથી એસીડીટી અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 2 ઈલાયચી લો તેને 1 ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળી લો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો તેને પી લો. તેને પીવાથી તરત જ એસીડીટીથી રાહત મળશે. 
 
8. મેથી દાણા - એસિડીટીથી છુટકારો મેળવવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરો. 1 ચમચી મેથીના દાણાને આખી રાત 1 ગ્લાસ પાણીમાં પલાળીને મુકી દો. સવારે ઉઠીને તેને ગાળીને પીવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રામ મંદિરનો ધાર્મિક ધ્વજ લગાવ્યા પછી પાકિસ્તાન ગભરાઈ ગયું છે! તેણે ભારત વિરુદ્ધ યુએનમાં અપીલ કરી.

રોહતકમાં નેશનલ બાસ્કેટબોલ પ્લેયરનુ મોત, પ્રેકટિસ દરમિયાન છાતી પર પડ્યો પોલ - Video

IND vs SA: સાઉથ આફ્રિકાએ 25 વર્ષ જૂના ઈતિહાસનુ પુનરાવર્તન કર્યુ, બીજી ટેસ્ટમાં ભારતને 408 રનથી હરાવ્યુ

26/11 Mumbai Attack Anniversary - જો કસાબ જીવતો ન પકડાયો હોત તો દુનિયા સામે પાકિસ્તાનનો આતંકવાદી ચેહરો ઉઘાડો ન પડતો, જાણો સંપૂર્ણ સ્ટોરી

Video- એક થાંભલો તેની છાતી પર પડ્યો અને... હરિયાણાના રોહતકમાં બાસ્કેટબોલ કોર્ટ પર 16 વર્ષના બાસ્કેટબોલ ખેલાડીનું મોત થયું. અકસ્માતનો ભયાનક વીડિયો સીસીટીવીમાં કેદ થયો

વધુ જુઓ..

ધર્મ

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

Skand Shashthi 2025: મંગળ દોષથી રાહત અપાવશે સ્કંદ ષષ્ઠી વ્રત , જાણો આ વ્રતના નિયમો અને વિધિ

Champa Shashti 2025: આજે ચંપા ષષ્ઠી, જાણો પૂજા વિધિ અને મહત્વ

Hindu Wedding Rituals- પૂર્વજોને લગ્નમાં શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

આગળનો લેખ
Show comments