Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગેસ.. ગભરામણ કે છાતીમાં બળતરામાં અચૂક છે આ 5 ઉપાય

Webdunia
રવિવાર, 7 નવેમ્બર 2021 (07:07 IST)
ભોજનમાં મગ, ચણા, મટર, તુવેર, બટાકા, સરગવો, ચોખા અને તીખા મસાલા યુક્ત ભોજન વધુ માત્રામાં સેવન ન કર્શો. . જલ્દી પચનારા શાક ખિચડી અને ચોકર સાથે બનેલ લોટની રોટલી, દૂધ, તુરઈ, કોળુ, પાલક, ટિંડા, શલઝમ, આદુ, આમળા, લીંબૂ વગેરેનુ સેવન વધુ કરવુ જોઈએ. ભોજન ખૂબ ચાવી ચાવીને આરામથી કરવુ જોઈએ. વચ્ચે વચ્ચે વધુ પાણી ન પીવો. ભોજનના બે કલાક પછી 1 થી 2 ગ્લાસ પાણી પીવો. બંને સમયના ભોજન વચ્ચે હળવો નાસ્તો વગેરે જરૂર ખાવ. 
 
તેલ ગરિષ્ઠ ભોજનથી પરેજ કરો. ભોજન સાદુ...સાત્વિક અને પ્રાકૃતિક અવસ્થામાં સેવન કરવાની કોશિશ કરો. દિવસભરમાં 8થી 10 ગ્લાસ પાણીનુ સેવન જરૂર કરો.. રોજ કોઈને કોઈ વ્યાયામ કરવાની ટેવ જરૂર બનાવો.. સાંજે ફરવા જાવ. પેટના આસનથી વ્યાયામનો પૂરો લાભ મળે છે. પ્રાણાયામ કરવાથી પણ પેટની ગેસની તકલીફ દૂર થઈ જાય છે. દારૂ, ચા કોફી તંબાકુ ગુટખા જેવા વ્યસનથી બચો. દિવસમાં સૂવાનુ છોડી દો.. અને રાત્રે માનસિક પરિશ્રમથી બચો. 
 
એક ચમચી અજમા સાથે ચપટી સંચળ ભોજન પછી ચાવીને ખાવાથી પેટની ગેસ જલ્દી નીકળી જાય છે. આદુ અને લીંબૂનો રસ એક એક ચમચી લઈને થોડુ મીઠુ મિક્સ કરીને ભોજન પછી બંને સમય સેવન કરવાથી ગેસની બધી તકલીફ દૂર થઈ જાય છે અને ભોજન પણ પછી જાય છે. ભોજન કરતી વખતે વચ્ચે વચ્ચે લસણ હિંગ થોડા થોડા પ્રમાણમાં ખાતા રહેવાથી ગેસની તકલીફ થતી નથી.  હરડ સૂંઠનુ ચૂરણ અડધી અડધી ચમચી લઈને તેમા થોડુ સંચળ મિક્સ કરીને ભોજન પછી પાણીથી સેવન કરવાથી પાચન સારી રીતે થાય છે અને ગેસ બનતી નથી. લીંબૂનો રસ લેવાથી ગેસની તકલીફ થતી નથી અને પાચન ક્રિયા સુધરે છે. 
 
ગેસ બનતા હીંગ જીરુ અજમો અને સંચળ ખૂબ ઓછી માત્રામાં મિક્સ કરીને કુણા પાણીથી લો.  આમાંથી કોઈ એક વસ્તુ પણ લઈ શકો છો.   જીરુ સેકીને વાટીને ગરમ પાણી સાથે બે ગ્રામ લઈ શકો છો.. 
 
એક દરાખની બીજ કાઢીને તેમા મગની દાળના દાણા જેટલી હિંગ કે પછી લસણની એક છોલેલી કળી મુકીને દરાખને બંધ કરી લો. તેને સવારે ખાલી પેટ પાણીથી ગળી જાવ.  20-25 મિનિટ સુધી કશુ ખાશો નહી. ત્રણ દિવસ સતત આવુ કરો.. ગેસની તકલીફ બિલકુલ બંધ થઈ જશે.. બાળકોને ઓછી માત્રામાં આપો. 
 
લસણની એક બે કળીયોના ઝીણા ઝીણા ટુકડ કાપીને થોડુ સંચળ મીઠુ અને લીંબૂના ટીપા નાખીને ગરમ પાણેથી સવારે ખાલી પેટ ગળી લો.. આ ઉપાયથી કોલેસ્ટ્રોલ અને આંતરડાનુ ટીબી વગેરે બીમારીઓ ઠીક થવામાં મદદરૂપ છે.  ગરમીમાં લસણ ઓછો અને શિયાળામાં વધુ લો.. દૂધ વગરની લીંબૂની ચા પણ લાભકારી છે.  પણ લીંબૂના ટીપા ચા બનાવ્યા પછી જ નાખો. તેમા ખાંડને બદલે સંચળ નાખો.. ફાયદો થશે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments