Biodata Maker

રાત્રે ગરમ પાણીમાં એક ચમચી આ વસ્તુ ભેળવીને પી લો, સવારે આપમેળે જ નીકળી જશે પેટની બધી ગંદકી

Webdunia
મંગળવાર, 22 જુલાઈ 2025 (19:47 IST)
ghee with warm water
Ghee With Warm Water Benefits: પેટ સાફ ન થવુ એ એક સામાન્ય સમસ્યા છે. જે આજકાલના ખાનપાન અને લાઈફસ્ટાઈલને કારણે ખૂબ સામાન્ય થઈ ગઈ છે. પેટની ગંદકી સાફ ન થવાથી અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. તેનાથી પેટ ફુલવુ, એસીડીટી અને અપચાની સમસ્યા પણ થઈ જાય છે. આજકાલ લોકો કબજિયાત માટે દવાની મદદ લે છે. પણ શુ  તમે જાણો છો કે પેટ સાફ કરવા માટે ઘરેલુ ઉપાય પણ રામબાણ છે. જો તમે પણ સવારે ફ્રેશ નથી થઈ શકતા કે જૂની કબજિયાતથી પરેશાન છો તો અહી અમે કેટલાક ઘરેલુ  ઉપાય બતાવી રહ્યા છે.  જેની મદદથી તમે બીજા દિવસે સવારે ફ્રેશ થઈ શકો છો અને પેટની બધી ગંદકી સાફ થઈ શકે છે.  
 
પેટ સાફ કરવા માટે અસરદાર ઘરેલુ ઉપાય  (Pet Saaf Karva mate Kargar Gharelu Upay)
ઘી અને ગરમ પાણીનુ સેવન 
 
-પ્રાકૃતિક લુબ્રિકેંટ - દેશી ઘી આંતરડાને ચિકાશ આપે છે જેનાથી મલ સહેલાઈથી બહાર નીકળે છે.  
- બ્યુટિરિક એસિડથી ભરપૂર - આ તત્વ આંતરડાના સોજાને ઓછો કરે છે ને પાચન સુધારે છે.  
-ટોક્સિન્સની સફાઈ - રાત્રે સેવન કરવાથી શરીરમાં જમા ગંદકી સવારે મળ સાથે બહાર નીકળી જાય છે.  
- મેટાબોલિજ્મ બૂસ્ટ - ઘી અને ગરમ પાણીનુ મિશ્રણ શરીરની ચયાપચયની ક્રિયાને ઝડપી બનાવે છે. 
- ઉંઘમાં સુધાર - આ ઉપાય માનસિક શાંતિ આપે છે જેનાથી ઉંઘ સારી આવે છે.   
 
કેવી રીતે કરશો સેવન   ?
- રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ કુણા પાણીમાં 1 ચમચી દેશી ઘી મિક્સ કરો 
- તેને ધીરે ધીરે પી લો અને તરત સૂઈ જવાથી બચો 
- તમે ચાહો તો સવારે ખાલી પેટ પણ તેનુ સેવન કરી શકો છો. પણ રાત્રે તેને લેવી વધુ અસરદાર માનવામાં આવે છે. 
 
આ વાતોનુ રાખો ધ્યાન 
 
- ઘી ની માત્રા સિમિત રાખો, વધુ સેવન કરવાથી ઉંઘી અસર થઈ શકે છે 
- ડાયાબિટીસ કે ફૈટી લિવરવાળા લોકો ડોક્ટરની સલાહ લઈને જ તેનુ સેવન કરે 
-  નિયમિતતા જરૂરી છે. અઠવાડિયામા ઓછામાં ઓછા 4 વાર અપનાવો  
 
કબજિયાતથી છુટકારો મેળવવાના અન્ય ઘરેલુ ઉપાય 
- કુણુ પાણી અને લીંબુનો રસ 
- અજમાનુ પાણી 
- ત્રિફળા ચૂરણ  
- ઈસબગોલની ભૂસી 
- સફરજનનો સિરકા 
- મઘ અને ગરમ પાણી 
- અળસીના બીજનુ પાણી 
 
જો તમે પેટની સફાઈ માટે દવાઓ પર નિર્ભર છો તો આ ઘરેલુ ઉપાય એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. ગરમ પાણી અને ઘી નુ મિશ્રણ ફક્ત કબજિયાતથી જ  રાહત નથી આપતુ પણ તે શરીરને અંદરથી પણ ડિટોક્સ કરે છે અને દિવસની શરૂઆતને હળવી અને એનર્જેટિક બનાવે છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે દૂધમાં ઘી નાખીને પીવાથી શું થાય છે? આ આદત તમારા સ્વાસ્થ્ય માટે સાબિત થશે વરદાન

ચીનથી કર્યો MBBSનો અભ્યાસ, 'રાસાયણિક ઝેર'થી ભારતમાં તબાહી મચાવવાની યોજના બનાવી, ગુજરાત ATS એ શંકાસ્પદ આતંકવાદીઓનો કર્યો પર્દાફાશ

સતત 8 બોલમાં માર્યા 8 સિક્સર, ભારતીય બેટ્સમેને રચ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, બનાવ્યા સૌથી ફાસ્ટ ફિફ્ટી

એક મૌલાનાએ મદરેસામાં એક સગીર વિદ્યાર્થી પર બળાત્કાર કર્યો, ઘટના બાદ ભાગી ગયો; પોલીસ તપાસ કરી રહી છે.

મુકેશ અંબાણીએ તિરુમાલામાં એક આધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરી છે, જે દરરોજ 200,000 થી વધુ લોકોને પવિત્ર ભોજન પીરસશે.

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Jayanti 2025: ક્યારે છે કાલભૈરવ જયંતી ? જાણો ભગવાન શિવનાં આ રૌદ્ર સ્વરૂપનું મહત્વ

Shani Chalisa Path Na Fayde : શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી મળશે રાહત બનશે બગડેલા કામ

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારા બને છે ભાગ્યશાળી, દરેક મનોકામના થાય છે પુરી, જાણો કેવી રીતે ઉઠાવવો આ સમયનો લાભ

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Kartik Purnima Upay: કાર્તિક પૂર્ણિમાના આ ઉપાય મટાડી દેશે બધા દુઃખ, ધન-ધાન્ય અને સુખની થશે પ્રાપ્તિ

આગળનો લેખ
Show comments